આજે વાતાવરણમાં પ્રદુષણના અનેક રોગો થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને વધારે પ્રમાણેનું સંક્રમણ ફેફસામાં ફેલાય છે. જેમાં કફ અને શરદીના સંક્રમણ વધારે પ્રમાણે અસર ફેફસાને કારણે થાય છે. વાયરસનું સંક્રમણ ફેફસામાં ફેલાય છે, ફેફસામાં વધારે પ્રમાણમાં કફ જામે છે અને ફેફસાને નબળા પાડે છે. જેના પરિણામે આપણા શરીરમાં ઓક્સીજન લેવલ ઘટી જાય છે.
જ્યાં ત્યાં લોકોને એમ્બ્યુલન્સમાં કે દાદરા ઉપર રાખીને કે હોસ્પિટલમાં નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ઘરે બેઠા જ કોરોના સામે રક્ષણ મેળવી શકાય અને આપણું ઓક્સીજન લેવલ વધારી શકાય તેવા ઉપાયો શોધવા જોઈએ. અમે આ લેખમાં ઘરે બેઠા જ ઓક્સીજન લેવલ કેવી રીતે વધારી શકાય તેના ઉપાયો બતાવીશું.
ઘણા લોકોને ઓક્સિજન ઘટીને 90 થી નીચે જાય છે. આ લોકોએ દર કલાકે નાસ લેવો જોઈએ. નાસ માટે રાયનો પાઉડર, અજમાનો પાઉડર, તજ લવીંગ, મરી, તુલસીનો અને સુંઠનો પાઉડર નાખીને કલાકે કલાકે નાસ લેવાનો. નાસ લેતી વખતે જાડો ટોવેલ ઓઢી લેવો.
જે લોકોનું ઓક્સિજન લેવલ 95 થી નીચે જાય કે ઓક્સિજન સામાન્ય કરતા ડાઉન થાય એટલે ત્રણ-ત્રણ કલાકે નાસ લેવાથી ગણતરીના કલાકોમાં પરિણામ દેખાશે. ફેફસાની સફાઈ કરવાનો ઉત્તમ રસ્તો નાસ એવો એ છે, આપણા આયુર્વેદમાં આ નાસ લેવાનો નસ્ય પ્રયોગ વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. આ નાસ લેવાથી ઘણા દર્દીઓ વેન્ટીલેટર પરથી પણ સજા થાય છે.
નાકમાં દેશી ગાયના ટીપાં નાખવાથી શ્વાસનળી ક્લીન થઈ શ્વાસ લેવાની તકલીફ માં ફાયદો થાય છે આ અને ઑક્સીજન લેવાં વધે છે.
આ સિવાય આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ પી લેવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે. સાથે લોહી અને હિમેગ્લોબીન પણ વધે છે. જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.
અજમો અને ગળો પાણીમાં નાખીને પાણી ગરમ કરીને તેના દ્વારા નાસ લેવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલા ફેફસામાં કફ સહીત અનેક ધુમાડાનો કચરો વગેરે સાફ થતો રહે છે. જયારે વરાળ શ્વાસમાં લેવામ આવે ત્યારે હવાનો માર્ગ ખુલે છે અને લાળ બહાર આવે છે. આનાથી ઓક્સીજન લેવલ તરત જ વધે છે.
જે દર્દીને ઓક્સીજન ઘટતું હોય તેમણે શ્વાસ લેવાના યોગ ઉપયોગી છે, શ્વાસના અનુલોમ, વિલોમ અને અને પ્રાણાયામ કરવામાં આવે તો શરીરમાં સફાઈ થાય છે. જેથી શ્વાસ સાથે જોડાયેલી તમામ પદ્ધતિઓ અપનાવીને તમે ફેફસાની સફાઈ કરી શકો છો. જો તમારે ધૂમ્રપાનની આદત હોય તો આ યોગ તમને ફેફસાની કાર્ય ક્ષમતા વધારીને ફેફસાની સફાઈમાં ઉપયોગી છે.
કોરોના થયો હોય તેવા દર્દીએ સુંઠ અને ધાણા એક-એક ચમચી ઉકાળી પાણીમાં ગાળીને આખો દિવસ તરસ લાગે એટલે આ પાણી પીતા રહેવું. એટલે ગળફા બહાર આવવા લાગે અને ભુખ લાગે છે. આનાથી દર્દીને ઓક્સિજન લેવલ ઉપર આવે છે. દર્દીએ ઘઉં બંધ કરી દેવા અને કોરોનામાં જુવારના રોટલા, લીલા શાાકભાજીનો ખોરાક લેવો. જેનું ઓક્સિજન ઓછુ જાય તેમને આટલી વસ્તુ લેવાથી તેમા સુધાર દેખાય છે.
જે દર્દીને ઓક્સીજન ઘટતું હોય તેમણે સમસમવટી અને સુદર્શન ઘનવટીની બે ગોળી ત્રણ વખત લેવાની. ખાસી હોય તેવા દર્દીને છાતી ઉપર વીસ મિનિટ રાયના તેલની માલીસ કરવાની. પછી આંકડાના પાન ગરમ કરી છાતી ઉપર મુકી અને બ્લેનકેટ ઓઢી લેવું. જેથી કફ ઓગળે અને દર્દીને ફરક પડે છે. કપૂરની ક્યુબ અને એક ચમચી અજમો અને લવિંગ રૂમાલ પોટલી બાંધીને 10 થી 15 વખત ઊંડા શ્વાસ લેવાથી અને દર બે કલાકે સુંઘવાથી ઓક્સીજન લેવલ 98-99 થઇ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.