સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે બધા પોષક તત્વો ફળોમાં જોવા મળે છે, જે શરીરની સારી કામગીરી માટે જરૂરી છે.આવું જ એક અદ્ભુત ફળ છે ખજૂર. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે અને તેથી જ તેનો ઉપયોગ ખાંડની અવેજી માં પણ કરી શકાય છે.
શિયાળાની સિઝનમાં તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદી, ખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી તમે બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને અનેક બીમારીઓથી દૂર રહે છે. તમે ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકો છો.
ખજૂરના પોષક તત્વો વિશે વાત કરીએ, તો તે કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, વિટામિન બી, વિટામિન કે, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસત અને મેંગેનીઝ સહિતના વિવિધ પોષક તત્વોનો ભંડાર છે. ખજૂર ખાવાના ઘણા ફાયદા છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
આ ફળ પાચનની તંદુરસ્તી સુધારે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે, મગજની કાર્યક્ષમતા વધારે છે. આયુર્વેદમાં ખજૂરના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. ખજૂર પ્રકૃતિમાં ગરમ નથી, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ઠંડો અને શાંત છે.
કબજિયાત અટકાવે છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે જાતીય શક્તિ વધારે છે. થાક (નબળાઈ) દૂર થાય છે ). હરસ-મસા અને પાઈલ્સ ના દુખાવામાં પણ રાહત મળે છે.
બાળકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ખજૂર શ્રેષ્ઠ છે. ઓછું વજન, ઓછું હિમોગ્લોબિન (આયર્ન) અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોએ દરરોજ એક મીઠી ખજૂર ખાવી જોઈએ. આ 2-3 મહિનાના સમયગાળા માટે ચાલુ રાખી શકાય છે.
ખજૂર પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને શુક્રાણુઓની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. તેમાં એસ્ટ્રાડીઓલ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો હોય છે, જે શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે.
ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. તેના ઉપયોગથી હાડકાં મજબૂત થશે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટશે.
મોટાભાગની મહિલાઓ પગમાં દુખાવો, કમરના દુખાવાની ફરિયાદ કરે છે.આ સ્થિતિમાં 5 ખજૂરને અડધી ચમચી મેથીને બે ગ્લાસ પાણીમાં અડધી ન થાય ત્યાં સુધી ઉકાળો.હૂંફાળું થયા પછી પીવો તેનાથી રાહત મળે છે.
જમ્યા પછી ખજૂર ખાવાથી પણ પરેશાની થઈ શકે છે, ખાસ કરીને જો તમને પાચન સંબંધી સમસ્યાઓ હોય.આનું કારણ એ છે કે ખજૂરમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી તમને ઝડપથી પેટ ભરેલું લાગે છે, પરંતુ પાચન પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે, જેનાથી પેટનું ફૂલવું થઈ શકે છે.
હાઇ બીપી એટલે કે હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખજૂર સૌથી બેસ્ટ છે. હાઇ બીપીના દર્દીઓ રોજ ખજૂર ખાવી જોઇએ. ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ દર્દીઓએ દિવસમાં ચાર ખજૂરનું સેવન કરવુ જોઇએ.