પુરુષોની શક્તિ વધારવા, ડાયાબિટીસ, કેન્સર જેવી અનેક બીમારીઓથી દૂર રહેવા જરૂર કરો આનું સેવન, સેવન કરવાની પધ્ધતિ જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

લસણ ના ઘણા ફાયદા છે, ખાલી સ્વાદ કરતાં પણ તેનામાં ઔષધીય ગુણો પણ રહેલાં છે. એક રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે જો કોઈ માણસ પાંચથી છ કળી શેકીને ખાઈ લે છે તો તેના શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે અને આ ફેરફારો એક જ દિવસમાં નજર આવવા લાગે છે. લસણને બચવા માટે માત્ર એક જ કલાક લાગે છે અને એક જ કલાકમાં તે પોતાનો પૌષ્ટિક પ્રભાવ શરૂ કરી દે છે. આથી રાત્રે સૂતી વખતે ૫ થી ૬ કળી લસણ ખાવામાં આવે તો આપણને ઘણા ફાયદાઓ થઈ શકે છે.

લસણની કળીઓને તેલમાં શેકી લો, ત્યારબાદ રોજ રાત્રે સુતા પહેલા પાંચથી છ ખાવાથી આપણા શરીરને ઘણા લાભ મળે છે. શરીરમાં રહેલા તત્વોને મળ વાટે અથવા પેશાબ વાટે બહાર કરે છે. આ રીતે શરીરમાં રહેલું ટોક્સિન દૂર કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

આ નુસખો અજમાવવાથી આપણા શરીરમાં ઉર્જા બની રહે છે. અને આપણા શરીરમાં આળસ ખત્મ થઈ જાય છે. આથી આ ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ.

આપણા શરીરનું મેટાબોલિઝમ વધારવા માટે લસણની કળીઓનો આ ઉપાય મદદ કરે છે. આથી આપણા શરીરની ચરબી પણ ઝડપથી ઘટે છે અને આપણું શરીર દુબળું બને છે. આથી વજન ઘટાડવામાં પણ લસણ મદદગાર સાબિત થઇ શકે છે.

જણાવી દઈએ કે કેન્સર જેવા રોગોમાં પણ લસણ કામ આવી શકે છે. શેકેલા લસણમાં શરીરમાં ઉત્પન્ન થતી કેન્સરની કોશિકાઓને નાશ કરવાની શક્તિ રહેલી હોય છે.

હૃદય માટે પણ લસણ અત્યંત જરૂરી તેમજ ફાયદાકારક છે. ઘણી વખત આપણને જે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તેમાં પણ લસણ રહેલું હોય છે. આથી લસણને ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

આપણા શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ લસણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે તમને ભૂખ ઓછી લાગતી હોય તો કહ્યું તે પ્રમાણે લસણનું સેવન કરવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનાથી ભૂખ નિયમિત પણે લાગે છે.

આ સિવાય લસણ બ્લડપ્રેશર, એસીડીટી વગેરેમાં પણ ફાયદાકારક હોય છે. બ્લડપ્રેશરને કન્ટ્રોલ રાખે છે. જ્યારે લસણનું સેવન કરવાથી પેટમાં એસિડ બનવાથી રોકાય છે આમ તે એસીડીટી માટે પણ ફાયદાકારક નીવડી શકે છે.

સવારે લસણ ચાવીને ખાવાથી હાઇપર ટેન્શન ઘટે છે અને શરીરના લોહીના ગઠ્ઠા જામવાની શક્યતા ઘટી જાય છે. લસણ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે જેને કારણે લોહીનુ પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે.

લસણ હૃદય રોગની સામે રક્ષણ આપે છે. તે તમારી નળીઓને સાંકડી થતા અથવો તો કડક થતા અટકાવે છે. નળીઓમાં સંકડાશને કરાણે જ બ્લડ ક્લોટ અને હાર્ટ એટેક થાય છે આથી નિયમિત રીતે જો લસણ ખાવામાં આવે તો આ મુશ્કેલીનો ઉકેલ આવી જાય છે.

શેકેલા લસણમાં અલિસીન નામનું તત્વ ભરપૂર હોય છે જે પુરુષો માટે ખુબજ જરૂરી છે. જેના થી પુરુષો માં મોટા પ્રમાણમાં થતી સમસ્યાઓ એટલે કે ઇરેકટાઇલ ડિફંક્શન માં ખૂબજ ફાયદાકારક છે. તેથી જ જો કોઈ પુરૂષ ને આ સમસ્યા હોય તો રાત્રે સૂતી વખતે એક શેકેલું લસણ ખાવાથી સારો એવો ફાયદો થાય છે.

લસણમાં સેલેનિયમ અને વિટામિન એવા તત્ત્વ હોય છે જેના થી પુરુષો ના સ્પર્મ ની સમસ્યા માં સારો ફાયદો થાય છે. કેટલાક પુરુષો માં ફર્ટિલિટી ની સમસ્યા હોય છે તેમાં ધીમા તાપે લસણને પૂરું શેકીને વહેલી સવારે ખાવાથી પુરુષો ની સ્પર્મ નો વધારો થાય છે તેથી ફર્ટિલિટી સારી થાય છે.

શેકેલું લસણ ખાવાથી આપણી બોડી ના ખરાબ ટોક્સિન બહાર નીકળે છે જેથી આપાણી કિડની અને લીવર હેલ્થી રહે છે અને કિડની અને લીવર ની બીમારીઓ પણ થતી નથી અને આપણી કીડની અને લીવર હેલ્થી તો આપણું આખું શરીર હેલ્થી માટે રોજ એક શેકેલું લસણ ખાવો.

શેકેલા લસણ માં તત્વ હોય છે જે આપણા શરીર ને કેન્સર સામે રક્ષણ આપે છે. અને કોઈને કેન્સર હોય તો પણ તેની રોગપ્રતિકારક શક્તિ નો વધારો થાય છે અને કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.

તે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારો કરે છે. તેમ જ વધારે તાકાત આપવા માટે મદદ કરે છે. એવી રીતે આયુર્વેદિક ડોક્ટર પણ હંમેશા પુરુષોને રાતે સુતા સમયે લસણની બે કળી ખાવાની સલાહ આપે છે. સેકસ ના હોર્મોનમાં વધારો કરે છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે.

લસણમાં ખાસ કરીને પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર માંથી રક્ષણ આપે છે. ઠંડી લાગતી નથી. લસણમાં ખાસ કરીને સેલેનિયમ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે ઠંડીની સીઝનમાં દરરોજ શેકેલા લસણનું સેવન કરવાથી ઠંડી ઓછી લાગે છે.  શરીરમાં ગરમાહટ પેદા કરે છે.

તેમાં રહેલ એલિસિન ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે વજન નિયંત્રણ રાખે છે સાથે સાથે તેમાં રેસાઓ પણ હોય છે. તે કબજિયાત જેવી પેટની સમસ્યાઓ દૂર કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here