ફક્ત 2 થી 3 દાણા દરરોજ આનું સેવન બચાવી શકે છે અનેક બીમારીઓથી, કેન્સર જેવા રોગ પણ થાય છે દૂર 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મરી ના ઝાડના પાકેલા ફળને સફેદ મરી કહેવામાં આવે છે. સફેદ મરીમાં સુગંધિત તેલ, ઓલિઓરિસિન (આવશ્યક તેલોનું મિશ્રણ) અને આલ્કલોઇડ્સ તેમજ પેપરિન નામનું મુખ્ય ઘટક હોય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પેપરિનમાં બળતરા વિરોધી (બળતરા ઘટાડવાનું), એન્ટીઓકિસડન્ટ એન્ટિમ્યુટેજેનિક અને એન્ટિટ્યુમર અસર જોવા મળે છે.

આ અસરોને કારણે, સફેદ મરીને આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં મદદરૂપ માનવામાં આવે છે. તે જ સમયે, તેના આરોગ્ય અને ત્વચા અને વાળ માટે ઘણા ફાયદા છે. જો કોઈ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો સફેદ મરી ખૂબ ઉપયોગી થઈ શકે છે. ખરેખર, તેમાં પેપેરિન નામનું એક વિશેષ તત્વ છે . તે ચયાપચયની પ્રક્રિયાને સારી કરવામાં મદદ કરે છે.

સફેદ મરી વજન વધારવા નાં પરિબળો ને નિયંત્રણમાં કરીને મેદસ્વીપણા ની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. સફેદ મરીનો ઉપયોગ કેન્સરથી બચવા માટે પણ થાય છે. તાજેતરમાં થયેલી શોધ અનુસાર જો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો બોડી કેન્સર ના જોખમો થી બચી શકાય છે. તેમાં એવા તત્વો હોય છે જે શરીરની અંદર જઈ અને કેન્સર સેલ્સનો નાશ કરે છે.

બદલાતા વાતાવરણમાં થતી શરદી અને ફ્લૂની સૌથી અસરકારક દવા છે સફેદ મરી. ખાંસી, જુકામ, ગળામાં ખરાશ થવાની પરેશાની થવા પર સફેદ મરીના પાવડરને મધની સાથે મિક્સ કરીને ખાવાથી આરામ મળે છે. બાળકોમાં થતા ફ્લૂ અને ખાંસીમાં સફેદ મરી વાટીને મધની સાથે આપવાથી કફ જમા થતો નથી અને બે-ચાર દિવસોમાં જ શરદી છૂમંતર થઈ જાય છે.

અસ્થમાના દર્દીઓને બદલાતા મોસમમાં દરરોજ સૂતી વખતે સફેદ મરીનું સેવન મધની સાથે કરવાથી ફાયદો થાય છે. સફેદ મરીનો ઉપયોગ માથાનો દુખાવા ની સમસ્યામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ એ છે કે તેમાં પેપરિન નામનું એક વિશિષ્ટ તત્વ છે. જો  સંધિવાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો પછી સફેદ મરીનું સેવન આ સમસ્યાથી થોડી રાહત આપવા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

એક સંશોધનના અવલોકન અનુસાર કાળી મરી કરતા સફેદ મરી મા શરીર ને સ્વસ્થ રાખવાના તત્વો ભરપુર પ્રમાણમા જોવા મળે છે. આ ઉપરાંત સફેદ મરીમા કેન્સર ના કોષો સામે રક્ષણ આપવાની પ્રબળ ક્ષમતા રહેલી હોય છે. માટે આ સફેદ મરીના દાણા નું સેવન કરવાથી આપણે  કેન્સર જેવા જીવલેણ રોગ સામે પણ બચી શકાય છે.

જો હેડકી બહુ આવતી હોય છે. જો લીલા ફૂદીનાની ૩૦ પત્તી, બે ચમચી વરિયાળી અને મરીને વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તે મિશ્રણ પી લો તો હેડકી બંધ થઈ જાય છે. પાંચ દાણા મરીને બાળીને વાટીને વારંવાર સૂંઘવાથી પણ હેડકી ની સમસ્યા ઓછી થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ મરીનું સેવન લાભકારી હોય છે. જો રોજ મેથીના દાણા, સફેદ મરીનો પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી પીવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

આધુનિક જીવનશૈલીના લીધે વાયુ અને પિત્ત (અનુક્રમે ગેસ અને એસિડિટી)ની સમસ્યા થાય છે. જો આ તકલીફ હોય તો લીંબુના રસમાં મરી અને સંચળ નો ભૂકો મેળવીને તે ચપટી જેટલું લો. વાયુથી થતા દર્દમાં ઝડપથી આરામ મળશે. સફેદ મરી માં વિટામિન સી ત્વચા સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ  કરચલીઓ દૂર કરવામાં વિટામિન સી મદદગાર માનવામાં આવે છે .

મરી લેવાથી દાંતો સાથે જોડાયેલી સમસ્યામાં રાહત મળે છે. પેઢામાં થતા દર્દમાં મરીથી જલદી આરામ આપે છે.  મરી, માજુ ફૂલ અને સિંધાલૂણ ને મેળવીને ચૂર્ણ બનાવીને કેટલાક ટીપાં સરસવના તેલમાં મેળવીને દાંત અને પેઢા માં લગાવીને અડધો કલાક પછી મોઢું સાફ કરો. તેનાથી દાંત અને પેઢામાં થતા દર્દમાં રાહત મળશે.

મરીનો ભૂકો ભોજનમાં ઉપયોગમાં લેવાથી પેટમાં જીવડા ની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત મરીની સાથે કિશમિશ ખાવાથી પેટમાં જીવડા ની સમસ્યાથી છૂટકારો મળે છે. મહિલાઓ માટે મરી ખાવું ફાયદારૂપ હોય છે. મરીમાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવૉનૉઇડ્સ કેરોટીન અને અન્ય એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. તેનાથી મહિલાઓમાં સ્તન કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે.

આંખોમાં દુખાવો, બળતરા અથવા ઓછું જોઈ શકવાની સમસ્યામાં સફેદ મરીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તેના માટે સફેદ મરી, બદામ, ખાંડ, વરિયાળી અને ત્રિફળા ને સાથે દળીને તેનો પાઉડર બનાવીને તેનું દરરોજ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. ઘણીવાર તેના નિયમિત સેવનથી ચશ્માનાં નંબર વારંવાર વધવાની સમસ્યામાં પણ લાભ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top