શું તમે પણ એક સારી નોકરીની શોધમાં છો, તો ક્યારે પણ ના કરો આ ભૂલ અને અપનાવો આ ટિપ્સ, આ લેખ તમારા માટે જ છે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજ ના સમય માં સતત વધી રહેલી જનસંખ્યા ના ઘણા ખરાબ પરિણામ સામે આવી રહ્યા છે. તેમાંથી બેરોજગારી સૌથી મોટી સમસ્યા દેખવા મળી રહી છે. હકીકતમાં, વધતી આબાદી માં ચાલતા નોકરીઓ ઓછી થઇ ગઈ છે અને ભણેલા ગણેલા યુવક વધારે. જેના કારણે દેશ ના 60 ટકા યુવાઓ નોકરી ના ચક્કર માં જ્યાં ત્યાં ની ઠોકરો ખાવી પડે છે. આજ ના સમય માં નોકરી મેળવવી સરળ નથી રહી કારણકે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે ઈન્ટરવ્યૂ રાઉન્ડ વધારે મુશ્કેલ બનતા જઈ રહ્યા છે. એવામાં બહુ બધા લોકો ઈન્ટરવ્યૂ દેવાના સમયે નાની નાની ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને તે નોકરી થી હાથ ધોવો પડે છે. તમે અંગ્રેજી ની એક કહેવત તો સાંભળી જ હશે કે “ફસ્ટ ઇમ્પ્રેશન ઇસ ધ લાસ્ટ ઇંપ્રેશન ”. એવામાં જો કોઈ વ્યક્તિ નું ઈન્ટરવ્યૂ ના દરમિયાન પહેલી ઈંપ્રેશન ક ખરાબ પડી જાય તો તે તેના બોસ ની નજર માં હંમેશા માટે ચુભવા લાગે છે.

આજ ના આ લેખ માં અમે તમને ઈન્ટરવ્યૂ થી જોડાયેલી કેટલીક એવી ભૂલો ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ઘણી વખત સારા ભણેલા ગણેલા વ્યક્તિ ને પણ નોકરી નથી મળી શકતી. જો તમે આ ભૂલો ને જાણીને તેનાથી સાવધાન રહો તો તમારું ઈન્ટરવ્યૂ ઘણું સારું જઈ શકે છે.

ઈન્ટરવ્યૂ આપતી વખતે આત્મવિશ્વાસ ખુબ જરૂરી જ્યારે ઈન્ટરવ્યૂ આપવાનો સમય આવે ત્યારે પૂરો આત્મવિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. પોઝિટિવ એટિટયૂડ પણ એટલો જ મહત્ત્વનો છે. બાયોડેટા એટલે તમારી શૈક્ષણિક અને કેરિયર સંબંધિત સહિતની માહિતી, જે મુદ્દાસર નહીં પણ ટૂંકમાં અને સમજાય તેવો હોવો જોઈએ. આમ તો બાયોડેટા બનાવતાં સ્કૂલ અને કોલેજમાં શીખવવામાં આવે છે. જોકે તમારો બાયોડેટા અન્યથી અલગ હોય તે પણ જરૂરી છે, એટલે કે ઈન્ટરવ્યૂ સમયે બાયોડેટાનું ફોર્મેટ, તેનું લખાણ સહિતની બાબતોનું ઘણું મહત્વ હોય છે. આથી જાણવું જરૃરી છે કે બાયોડેટા કેવી રીતે બનાવવો અને તેમાં કઈ માહિતી લઈ શકાય. બાયોડેટા હંમેશાં સ્પષ્ટ ભાષામાં અને મુદ્દાસર જ હોવો જોઈએ. કંપનીના એચ.આર.ડિપાર્ટમેન્ટ પાસે તમારા બાયોડેટા પર નજર કરવા માટે ૧૨૦ સેકન્ડ જેટલો સમય જ હશે. મિત્રો પાસેથી કોપી કરવા કરતાં સારા ફોર્મેટમાં યોગ્ય માહિતી આપવી. વધારાની અને કામ સિવાયની માહિતીનો સમાવેશ ના કરવો. બાયોડેટા બીજા પાસેથી કોપી કરેલું એક ડોક્યુમેન્ટ નથી, પરંતુ તમારી કરિયર અને ભવિષ્યના પ્લાનિંગ માટે ખૂબ જ અગત્યનું માધ્યમ છે.

આ ભૂલો પડશે મોંઘી:

ઈન્ટરવ્યૂ ના સમયે સૌથી પહેલા આપણે પોતાની ડ્રેસિંગ સેન્સ પર ધ્યાન આપવું જોઈએ. ક્યારેય પણ ઈન્ટરવ્યૂ ના સમયે ફેન્સી કપડાં ના પહેરવા અને ફોર્મલ ડ્રેસિંગ જ કરો. થઇ શકે તો તમે ઈન્ટરવ્યૂ ના સમયે બ્લેક અથવા વ્હાઇટ કલર ના સિમ્પલ કપડા જ પહેરો અને વધારે તડક-ભડક વાળા કપડાંઓ ને એવોઇડ કરો.

જે લોકો તમારો ઈન્ટરવ્યૂ લે છે તેમને વધારે બોલવાવાળા વ્યક્તિઓથી ચિઢ થાય છે તેથી તમારાથી જેટલું પૂછવામાં આવે ફક્ત તેટલો જ જવાબ આપો. કારણકે વધારે બડબોલાપન તમારા માટે નુકશાનકારક સિદ્ધ થઇ શકે છે.

જો તમારાથી ઈન્ટરવ્યૂ માં કોઈ જૂની કંપની ને છોડવાનું કારણ પૂછવામાં આવે તો ક્યારેય પણ તે કંપની ના વિશે અપશબ્દ ના બોલો. એવું કરવાથી તમારી ખોટી ઈંપ્રેશન પડી શકે છે. ઈન્ટરવ્યૂ દેવાના સમયે તમારે કોન્ફિડન્સ લેવલ સીમિત હોવું જોઈએ કારણકે ઘણી વખત ઓવર કોન્ફીડેન્સ તમારા માટે નકારાત્મક સિદ્ધ થઇ શકે છે.

ઈન્ટરવ્યૂ લેવા વાળા લોકો માટે સમય બહુ પ્રભાવી હોય છે તેથી હંમેશા ધ્યાન રાખો અને નિશ્ચિત સમય થી 10 અથવા 15 મિનિટ પહેલા જ પહોંચો.

ઈન્ટરવ્યૂ આપ્યા પછી તમે એચઆર ને એક વાર કોન્ટેક્ટ જરૂર કરો જેથી તેમને તે અનુભવ થાય કે તમે તેની જોબ માટે કેટલા વધારે ઇન્ટરેસ્ટેડ છો. ઈન્ટરવ્યૂ ના સમયે જયારે તમને એકસ્પેક્ટેડ સેલેરી ના વિશે પૂછવામાં આવે તો પોતાના તજુર્બા ના મુજબ જ સેલેરી ડિમાન્ડ કરો અને વધારે સેલેરી ની માંગ કરવાની ભૂલ ના કરો.

જયારે પણ તમે ઈન્ટરવ્યૂ આપવા માટે ઓફીસ માં જાઓ તો પોતાનો મોબાઈલ સાઇલેન્ટ મોડ પર રાખી દો. થઇ શકે તો પોતાના સર લોકો ની સામે મોબાઈલ નો ઉપયોગ બિલ્કુલ ના કરો. તમે જે પણ કંપની માટે ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તેના પહેલા તે કંપની ના વિશે રિસર્ચ કરી લો જેથી ત્યાં પૂછવામાં આવેલ સવાલો નો તમે સારી રીતે જવાબ આપી શકો.

જો તમે ઈન્ટરવ્યૂ ના ફાઇનલ રાઉન્ડ માં પહોંચી જાઓ છો તો પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપો અને બહુ શાંત રહો કારણકે ઓવર એક્ટ કરવાથી તમે બનતી વાત ને બગાડી શકો છો.

બાયોડેટા બનાવવાના સ્ટેપ્સ:

શૈક્ષણિક લાયકાત સૌ પ્રથમ દર્શાવવી. તમારી જે-તે વિષયસંબંધી યોગ્યતા દર્શાવવી. બને તો મહત્ત્વના મુદ્દાઓને બોલ્ડ કરીને દર્શાવવા. સાથે જીવનમાં તમારો ઉદ્દેશ્ય શું છે તે જણાવવું. ભણતર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તો દર્શાવી શકાય. શૈક્ષણિક યોગ્યતા અને સાથે કામનો અનુભવ ક્રમ અનુસાર જણાવવો. છેલ્લે કઈ જગ્યાએ નોકરી કરતા હતા તથા જોબ પ્રોફાઈલની વિગતો ટૂંકમાં જણાવવી. અભ્યાસક્રમ સિવાય અન્ય કોઈ ડિગ્રી કે સેમિનાર અટેન્ડ કર્યો હોય તે જણાવવું. બાયોડેટા અંગેની ખાસ જરૂરી બાબત કેટલી ભાષાઓનું જ્ઞાન છે તે માહિતી પણ અગત્યનું છે. જો તમે ક્ષેત્ર બદલવા માગતા હો જેમ કે, ફાઈનાન્સમાંથી સેલ્સમાં, તો તેનો ઉલ્લેખ ચોક્કસથી કરવો. બાયોડેટામાં એ પણ દર્શાવવું કે તમે દરેક પ્રકારના કાર્ય માટે અનુકૂળ છો. વેતન માટે પણ નેગોશિએશન લખો જેથી યોગ્ય પ્રભાવ પડે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top