સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે.સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે.
સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.
સરગવાની સીંગમાં હાઇ માત્રામાં ફોલિક એસિડ હોય છે. જે શરીર માટે અતિ આવશક્ય છે. સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુરમ માંત્રામાં સમાયેલું હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો નાસ લેવો.
હાથ-પગ-કમરનો દુખાવો, રાંઝણ, નબળાં હાડકાં, દાંતનો દુખાવો જેવી કોઈ પણ શૂળની તકલીફમાં બાફેલી શિંગનું સૂપ ખાવાથી ફાયદો થાય કે. આ શિંગના બી ઉષ્ણ હોવાથી દમમાં પણ ફાયદો કરે છે. સરગવાનું સૂપ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી ડીલીવરીની સમસ્યાઓથી રાહત મળે છે અને ડીલીવરી પછી પણ માતાની તકલીફ ઓછી કરે છે.
સરગવાની સીંગ માં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી.
સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેના એન્ટી-ઇન્ફલેમેટોરી ગુણ શરીરના સોજા ઓછા કરે છે. ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે. તેઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતી રોકે છે.
સરગવાની સીંગના પાનને ઘીમાં ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનતી દૂધની કમી થતી નથી. તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબશાઇ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સીંગમાં પ્રચૂર માત્રામાં કેલશિયમ સમાયેલું છે કેલશિયમ સપ્લીમેન્ટ કરતાં અનેકગણું કેલિશયમ સરગવાના છે.
સરગવાની સીંગ હાઇ બ્લડપ્રેશર તેમજ સુગર લેવલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નીચું લાવે છે, જે હૃદય માટે ગુણકારી છે.સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.
કિડનીમાં જામેલા અનવાશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનાવા દેતું નથી કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે. થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.
ઘણા ત્વચા રોગમાં સરગવાની સીંગનો ઉપયોગ કરીને તેનો લાભ ઉઠાવી શકીએ છીએ. તેનું તેલ સોરાયસિસ, એક્ઝિમાના રોગ પર લગાડવાથી ફાયદો થાય છે. ખીલ અને બ્લેકહેડસની તકલીફ હોય તો બેન ઓઇલને ચહેરા પર લગાડવું. તે કલીન્સિંગ અને એન્ટીસેપ્ટિક ગુણ ખીલ અન બ્લેકહેડસને દૂર કરે છે.
સરગવા માં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની કોસિકાઓને સુધરે છે. તેના સેવનથી સ્પરુત્ પ્રદાન થાય છે. તેમજ થાક જલદી લાગતો નથી. તેમાં સમાયેલા એમિનો એસિડ નવા ટિશ્યૂસ બનાવે છે, જે શરીરના વિકાસ માટે ઉપયોગી છે.