સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે અને સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે સરગવાની શીંગોનો ઉપયોગ કરીએ તો તે આપણા શરીર માટે ખૂબ જ પ્રાચદાકારી છે તો તમને આજે પણ જણાવી દઈએ કે તેવા જ ફાયદા સરગવાના ઝાડના પાંદડા પણ કરે છે.
સરગવા ના ઝાડ ના પાંદડા ની અંદર ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે તેમજ અમીનો એસિડ પણ હોય છે. આ સિવાય બીજી વસ્તુ ની વાત કરીએ તો તેની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન સી, વિટામિન એ, વિટામીન ડી ખૂબ જ પ્રમાણમાં હોય છે તેમજ આ પાંદડાં હૃદયરોગ ડાયાબિટીસ અને સોજા ની સમસ્યા માં પણ મદદરૂપ થાય છે. સરગવાની શીંગ ૮૦ પ્રકારના રોગ અને ૭૨ પ્રકારના વાયુને દુર કરે છે. સરગવાની શીંગનું રોજ સેવન કરવાથી સાયટીકાનો દુઃખાવો દુર થાય છે.
સરગવાના પાનની ભાજી બનાવીને ખાવાથી તેમાંથી આપણાં શરીરને કેલ્શિયમ, વિટામિન સી અને બી.કોપ્લેક્ષ ભરપૂર માત્રામાં મળી રહે છે. તેથી સાંધાનો દુઃખવાને જડમૂળથી મટાડે છે. સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.
વજન ઓછું કરવા :
સરગવા પાનની અંદર સારા પ્રમાણમાં ફાઇબર પણ હોય છે જે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદરૂપ થાય છે તેમજ તેની અંદર કલોરોજેનિક નામનો એક એન્ટીઓક્સીડન્ટ એસિડ હોય છે જે પ્રાકૃતિક સ્વરૂપ એ આપણા શરીરની અંદર રહેલું ફેટ ઓછુ મદદરૂપ કરે છે તેમજ સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે
સ્કિન તેમજ વાળ :
સરગવાના પાંદડા ની અંદર વિટામિન એ હોય છે જે આપણી સ્કિનને સોફટ રાખવામાં મદદ કરે છે. તેમજ તેની અંદર રહેલો એમિનો એસિડ આપણા વાળ માટે જરૂરી છે. જેના કારણે આપણા વાળ લાંબા અને ઘાટ્ટા થાય છે. આ સિવાય તે કેરોટીન પ્રોટીન નું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થાય છે તેમજ તેની અંદર એન્ટિએજિંગ અને એન્ટિઓકિસડન્ટ ગુણી પણ સમાયેલા છે.
પાચન તંત્ર માટે :
સરગવાના પાંદડાનો ૧ ચમચી રસ લો, તેમાં ૧ ચમચી મધ અને નારીયેળ પાણી ઉમેરી લો. આ પ્રમાણે પ્રયોગ કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી કબજિયાત જેવા રોગોમાં આરામ મળે છે. આ સાથે તેનું શાક કીડની તેમજ મૂત્રાશયમાં જામેલી પથરી ઓગળીને કાઢવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ :
ધણી બધી વ્યક્તિઓને ડાયાબીટીસ ની સમસ્યા હોય છે જેને કારણે હૃદયની સમસ્યાઓ પણ થઇ શકે છે તો આ હાઈ શુગર થી બચવા માટે અથવા તો તેને કંટ્રોલ કરવા માટે સરગવાના પાંદડા એક ઉત્તમ ઉપાય છે.
કોલેસ્ટ્રોલ ઓછું કરે છે :
આપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ, બદામ જે હાઈ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે. તેવી જ રીતે સરગવાના પાંદડા નું સેવન કરો છો તમે તો હાઇ કોલેસ્ટ્રોલ ને પણ કન્ટ્રોલમાં લાવી શકાય છે.
કાનનો દુઃખાવો :
સરગવાના પાંદડાનો રસ કાઢી તેને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો સરળતાથી દુર થાય છે. દાંતની સમસ્યા જેવી કે મો માં રહેલા કીટાણું તેમજ પાયોરિયા જેવી સમસ્યામાં તેના પાંદડા ચાવવાથી રાહત મળે છે.
હાડકા માટે ફાયદાકારક છે :
સરગવાના પાંદડા એ કેલ્શિયમ અને ફોસ્ફરસ ના એક ઉત્તમ સ્ત્રોત છે જે આપણા હાડકા ના મજબૂતાઈ માટે જરૂરી છે. તેમજ તે નું સેવન કરવાથી શરીર મડે સોજા પણ ઓછા થાય છે તેમજ સંધિવાના રોગમાં પણ ફાયદાકારક છે.
સરગવાના પાંદડા નું કઈ રીતે તમે સેવન કરી શકો છો :
૧. તમે ઇચ્છો તો સરગવાનાં પાંદડાનો સુકાવીને પાઉડર બનાવી શકો છો. ત્યાર પછી ઠંડા અથવા ગરમ પાણી સાથે એક ચમચી પાવડર ઉમેરી તેનું સેવન કરી શકો છો.
૨. હાલ બજારમાં સરગવાનાં પાંદડાંની કસ્યુલ પણ મળી રહી છે તે ખરીદી તેનું સેવન કરી શકો છો.
૩. સરગવાના પાંદડા ના પાવડર ને તમે પ્રોટીન શેક, સ્મૃધી અને સૂપ ની ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો.
સરગવાના પાનની ચા :
જી હા જો તમે રોજ સવારે સગવાના પાન માંથી બનેલી ચા પીશો. તો અનેક બીમારીઓથી બચી શકશો. સરગવાના પાનની ચા શરૂઆતમાં ખૂબ બેસ્વાદ લાગી પરંતું, જ્યારે તમે તેમના ફાયદા વિશે સાંભળશો ત્યારે નછૂટકે તમને એ પીવાનું મન થઇ જશે.
કેવી રીતે બનાવશો ચા :
સરગવાની ચા બનાવવા માટે સૌપ્રથમ સરગવાનાં પાનને ધોઈ અને છાયડામાં સુકવી લો ત્યારબાદ તેનું ચૂર્ણ બનાવી લો. હવે સવારમાં દરરોજ ચા બનાવતી વખતે એક કપ જેટલાં ગરમ પાણીમાં એક ચમચી જેટલું સરગવાના પાનનું ચૂર્ણ ઉમેરી, તેમાં 1 ચમચી મધ ઉમેરી ત્યારબાદ તેને થોડીવાર ઉકળવા દઈ અને ગાળી લો આ રીતે તૈયાર છે સરગવાના પાનની ચા.
સરગવાના પાનની ચા ના ફાયદા :
૧. સરગવાના પાનની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ અને પ્રોટીન જોવા મળે છે. આથી સરગવાના પાનને વિટામિન્સ અને ખનીજ નો ખજાનો પણ માનવામાં આવે છે.
૨. આ ચા પીવાથી તમારા હાડકા મજબૂત બની તથા સાંધાના દુખાવા નો પ્રોબ્લેમ જડમૂળમાંથી દૂર થશે.
૩. આ ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
૪.સરગવાના પાનની ચા આપણા શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે જેના કારણે આપણું વજન ધીમે ધીમે ઘટવા માંડે છે.
૫.સરગવાના પાનની યા કીડનીને લગતા દરેક રોગોમાં ફાયદો કરે છે. આ ચાના કારણે કિડનીમાં રહેલી પથરીને પણું નીકળી જાય છે.
૬. સરગવાના પાંદડાના સેવનથી ડાયાબિટીસના દર્દીઓની સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.