પેટ માં ગેસ, છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવતા હોય તો અચૂક કરો આ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાદો અને પૌષ્ટિક આહાર લેવાને બદલે આપણે બજારમાં મળતો આહાર લેતા હોઈએ છીએ. વ્યસ્ત જીવનને કારણે શાંતિથી ભોજન કરવાનો પણ સમય નથી. આપણે રોજે સાદા અને પૌષ્ટિક આહાર લેતા હોય ત્યારે પાચનને લગતી કોઈ તકલીફ થતી નથી. પરંતુ એવું થતું નથી. સમય પર ન ભોજન કરવાથી પાચનને લગતી તકલીફ થાય છે. ઘણા લોકોને ગેસની તકલીફ થાય છે. તેનાથી ઘણી વાર તેમણે શરમનો શામનો કરવો પડે છે. જે લોકોને ગેસની તકલીફ થયા તે બીજા લોકોથી દૂર રહેવાનુ પસંદ કરે છે. તેવું થવાનું કારણ હોય છે કે તેમની પાચન ક્રિયા ખરાબ થઈ ગઈ છે. ગેસ થવાથી પેટમાં દુખાવો થાય છે. તેના માટે તમારે ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ.

કેળાં :

તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે. તે આપના પેટ માટે પણ ઘણું ફાયદાકારક છે. ગેસ અને અપચાની તકલીફ માટે આ ખૂબ લાભદાયી છે. તેમાં રહેલ પોટેશિયમ અને એન્ટી ઓક્સિડંટ વધી જતાં એસિડને નિયંત્રણમાં રાખે છે. તેનાથી તમને એસિડિટી જેવી તકલીફ માથી રાહત મળે છે. તેને ખાવાથી કબજિયાતની તકલીફમાથી પણ રાહત મળે છે. તેથી તેનું સેવન કરવું જોઈએ.

છાસ અને કાળું મીઠું :

જ્યારે તમને ગેસ થવાની સમસ્યા થાય ત્યારે તમારે છાસમાં જોઈતા પ્રમાણમાં સંચળ ભેળવીને પીવાથી ગેસમાં રાહત મળે છે. આવું કરવાથી પેટને લગતી બીજી તકલીફ પણ થતી નથી. તેના માટે આ ઉપાય સૌથી અસરકારક સાબિત થાય છે.

એલચી :

તમે ભોજન કર્યું હોય તે પછી તમારે એક એલચી અને એક લવિંગ જરૂર ખાવા જોઈએ. તેને ખાવાથી એસિડિટી અને ગેસ થતો નથી.

આદુનું સેવન :

તેના નાના ટુકડા કરીને તેને ચાવવા અને તેના પર નવશેકું પાણી પીવાથી તમને ફાયદો થાક હહે. તેને પાણીમાં ઉકાળીને પણ લઈ શકાય છે. તુલસી અથવા હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નાખીને લેવો જોઈએ. તેનાથે તમને આરામ મળશે. આદું, એલચી અમે લવિંગને સરખા ભાગે લઈ તેને પાણીમાં ભેળવીને તેમાં ચપટી હિંગ નાખીને દિવસમાં બે વાર લેવાથી તમને ગેસ માઠી રાહત મળશે. ભોજન કરતા પહેલાં આદુંનો પાઉડર,મિશ્રણ કે એક નાની કટકી ચાવવાથી ગેસ ની સમસ્યા થી છુટકારો મળે છે.જો તમે આદુનો સ્વાદ તીખો લાગતો હોય તો તમે આદું અને મધની ચા બનાવીને પણ પી શકો છો.જેના માટે ઉકળતા પાણીમાં છીણેલું આદું નાખી પછી તેમાં લીંબુ અને મધ સ્વાદ મુજબ મિક્ષ કરવું.આના ઉપયોગ થી પેટ માં રહેલો ગેસ દુર થશે અને તેના લીધે જે ઓડકાર આવે છે તેનાથી રાહત થશે.

અજમો :

વાયુને દૂર કરવા માટે સૂંઠ, સંચળ અને અજમો સરખા ભાગે લઈ તેને સોડાબાયકાર્બ સાથે ભેળવીને તેને લેવાથી તમને ફાયદો થશે. અજમો અને સંચળનું ચૂર્ણ લેવાથી ગેસ દૂર થાય છે. તેની સાથે સિંધવ અને હિંગને વાટીને તેને ખાવાથી લાભ થાય છે. તમારે દિવસમાં અડધો તોલો અજમો ચાવીને ખાવો અને ગરમ પીવાથી પેટમાં થતાં દુખાવાથી રાહત મળે છે.

લીંબુ :

તેના માટે એલચી, ધાણા રતીભર અને સેકેલી હિંગનું કુરન લઈ તેમાં લીંબુનો રસ ભેળવીને તેને ચાટવાથી વાયુ દૂર થાય છે. આદું અને લીંબુના રસમાં કાળા મરી ભેળવીને દિવસમાં ત્રણ વાર લેવા જોઈએ. એક ગ્લાસ પાણીમાં લીંબુ, સંચળ, શેકેલું જીરું અને હિંગ ઉમેરીને તેને લેવાથી ગેસ દૂર થાય છે. પેટમાં વાયુ થયું હોય ત્યારે મોટી એલચીનું ચૂર્ણ અને શેકેલી હિંગ ભેળવીને લેવાથી રાહત મળે છે. ભોજન પછી લીંબુનું પાણી પીવાથી પેટ હળવું લાગે છે. એક ગ્લાસ લીંબુનું રસ અને બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને પીવું.આનાથી ઓડકાર ની સમસ્યા માં આરામ મળશે.આનાથી પાચનતંત્ર પણ મજબુત બનશે.આ કુદરતી ઈનો તરીકે કામ કરે છે.

પપૈયું :

પપૈયા ના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતા ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પાપીન નામનું એન્જાઈમ હોય છે. જે ગેસ્ટ્રીક ની સમસ્યાને દુર કરે છે. ગેસ એ ઓડકાર નું મૂળ કારણ છેએટલે પપૈયાને રોજીંદા જીવન માં ઉપયોગ માં લેવું.

લવિંગ ના પાન :

લવિંગ ના તાજા પાન પણ પાચનને અદભુદ રીતે દુરસ્ત રાખે છે. ઓડકાર માં આરામ માટે ભોજન કર્યા બાદ લવિંગ ના પણ ચાવી ચાવી ને ખાઈ જવા. આનાથી મોઢામાં પણ તાજગી રહશે.

હિંગ :

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હિંફ મિક્ષ કરીને ભોજન કરતા પહેલા પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો આરામ મળે છે અને ઓડકાર થી પણ તુરંત છુટકારો મળે છે.

લસણ :

લસણની એક કળી ગળી તેની પર એક ગ્લાસ પાણી પી જવું. જો આને ખાલી પેટ લેવામાં આવે તો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. લસણની કળી ગળવાથી પાચન અને ઓડકાર માં આરામ મળે છે.

અન્ય ઉપાયો :

ગેસની તકલીફ હોય ત્યારે તારે શેકેલા કાચકા, મરી સરખા ભાગે લઈ તેનો પાઉડર બનાવીને તેને લેવાથી રાહત મળે છે. સૂંઠ સાથે ગોળ દિવસ દરમિયાન ત્રણ વાર લેવાથી વાયુ દૂર થાય છે. તમને ગોળો, આફરો, ખાટા ઓડકાર જેવી તકાલીફ થાય ત્યારે અઢી તોલા સુવાને અઢાચરા શેકીને તેનું ચૂર્ણ બનાવી તેને એક દિવસમાં ત્રણ વાર અડધું તોલું લેવાથી અને તેના ઉપર મરીને ચાવી જવા તેનાથી રાહત મળે છે.

સવારે અને સાંજે ત્રણ ગ્રામ ત્રિફલા ચૂર્ણ લેવાથી પેટને લગતી કોઈ તકલીફ થતી નથી. ૨૫૦ ગ્રામ પાણીને લઈ તેમાં એક ગ્રામ લવિંગનું ચૂર્ણ ભેળવીને તેને ઉકાળીને દિવસમાં ત્રણ વાર લેવાથી ફૂલી ગયેલું પેટ હશે તો તેમાં રાહત રહેશે. કાળા મરચાને અને મીઠાને સાથે પીસીને લેવાથી ગેસની તકલીફ દૂર થાય છે. દહી, સૂંઠ અને ગોળ જેવી વસ્તુ પાચન માટે ક્ગુબ ઉપયોગી છે. તેનાથી પેટને લગતી કોઈ તકલીફ થતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top