સાપ ને કિસ કરી હવાબાજી કરવી પડી ભારે, જુઓ વિડિયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કર્ણાટકના શિવમોગામાં સાપને ચુંબન કરતી વખતે એક સાપ બચાવકર્તાએ સ્ટંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સ્ટંટબાજી વખતે અચાનક સાપે તેને તેના હોઠ પર ડંખ માર્યો. હકીકત માં એલેક્સ અને રોની સાપ બચાવનાર છે. તેઓ સાપને પકડીને જંગલોમાં છોડી દે છે. તેણે બુધવારે પણ આવો જ પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન તેણે સાપ સાથે ખતરનાક સ્ટંટ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે બંને ભદ્રાવતીના બોમ્મનકટ્ટે ગામ પાસે ઘરમાં નીકળી આવેલા બે સાપને પકડવા પહોંચ્યા હતા.

એલેક્સે સાપને પકડ્યા બાદ સાપ ને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાપ અચાનક પાછળ ની બાજુ ફર્યું અને એલેક્સ ના હોઠ પર ડંખ મારી દીધો. ટીએબાદ તેને શિવમોગાની મેકગન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સાપ કરડવા છતાં એલેક્સે બંને સાપને જંગલમાં છોડી દીધા. સારા સમાચાર એ છે કે એલેક્સ હવે સ્વસ્થ છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top