ગોઠણનો કે સાંધાનો દુખાવો સાંધા વચ્ચેનું લુબરીકેન નામનું રસાયણ ઘટી જવાને કારણે થાય છે. સાથે તે સાંધાના દુખાવામ કેલ્શિયનની ઉણપ પણ જવાબદાર છે. તેમજ વધારે લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે પણ આ તકલીફ થાય છે. જેના પરિણામે આ લુબરીકેન બળી જાય છે. વાયુનું પ્રમાણ વધવાથી પણ આ સમસ્યા થાય છે.
સાંધામાં યુરિક એસીડ વધી જવાથી પણ સંધિવાની સમસ્યા થાય છે. આ રોગ વધારે પ્રમાણમાં પ્રોટીન વાળો ખોરાક લેવાથી થાય છે. વધારે અમ્લોત્પાદ ખાદ્ય પદાર્થો જેવા વિશેષ કરીને માંસ, માછલી, ઈંડા, દાળ અને દૂધ તથા દુધથી બનેલી વસ્તુઓ, મીઠું, મરચા અને મસાલા વાળું, ગેસ અને કબજીયાત અને શ્રમ અને વ્યાયામની ઉણપ, વધારે દવાઓના સેવનથી સાંધામાં દુખાવો થાય છે.
સાંધાનો દુખાવો દુર કરવા માટે અમુક ઔષધિઓના લાડુ બનાવીને સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. જેમાં 500 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ સિંગ દાણા, 100 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સુંઠ પાવડર, 700 દેશી ગોળ, 200 ગ્રામ અખરોટ લઈને લાડુ બનાવવા અને તેનું સેવન કરવાથી ગોઠણનો દુખાવો મટે છે.
લાડુ બનાવવાની રીત: લાડુ બનાવવા માટે સૌપ્રથમ ગોળ ગરમ કરવો, જેમાં ગોળ ગરમ થઈને ઓગળે ત્યારે તેમાં અખરોટ પાવડર નાખવો. આ અખરોટ પાવડર અને ગોળમાં લાપસીની માફક મિક્સ થાય અને પાકી જાય ત્યારે તેને હલાવતા રહેવાથી યોગ્ય રીતે ગોળમાં ભળી જાય છે. આ ઉપરાંત બધાનો પાવડર કરીને લાડુ બનાવવા.
આ પછી આ મિશ્રણ ચુલા પરથી ઉતારી લેવું અને તેમાં તલ નાખી દેવા. તલ નાખીને તેને બરાબર મિક્સ કરી દેવા. બાદમાં તેમાં સુંઠનો પાવડર કરીને ભભરાવી દેવો. તેમજ તે ઠરી જાય ત્યારે તેમાંથી લાડુ વાળી લેવા.
આ લાડુ આયુર્વેદિક લાડુ બને છે. જેમાં તલ, સુંઠ, અખરોટ તેમજ ગોળ જેવા અનેક ગુણોથી ભરપુર તત્વો હોવાથી સાંધાના દુખાવાને અને ગોઠણના દુખાવાને મટાડે છે. આ સાંધાના દુખાવાને દુર કરવાનો ઈલાજ લાડુ બનાવીને કરવાથી ભોજન જેવો અહેસાસ અને મીઠાઈ ખાધાનો અનુભવ થાય છે. તે સાથે સાથે તે ગોઠણના દુઃખાવાને કોઈ દવા વગર જ ગાયબ કરી મુકે છે.
અખરોટ, તલ, ગોળ વડે બનાવેલા આ લાડુનો ઉપયોગ સવારે ભૂખ્યા પેટે કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ 21 દિવસ સુધી કરવાથી ગોઠણનો દુખાવો મટે છે. સાથે શરીરના વિવિધ અંગોમાં થતા સાંધાના દુખાવા પણ જડમુળથી આ લાડુ ખાવાથી મટે છે.
આ રીતે બનાવેલા લાડુ શરીરમાં તમામ પ્રકારના વાને પણ મટાડે છે. જેમાં સાંધાનો વા સંધિવા, આમવાત, ગઠીયો વા, વાત રક્ત જેવા તમામ પ્રકારના હાડકામાં થતા વાના રોગને મટાડવા માટે ઉપયોગી છે. જેમાં ખાસ કરીને સંધિવા અને ગઠીયો વા બધી જ ઉમરના લોકોમાં આજે જોવા મળે છે જયારે તેમાં આ લાડુ ખુબ જ ઉપયોગી થાય છે.
આ સાંધાના દુખાવા સિવાય આ લાડુ ખાવાથી બીજી ઘણી બીમારી અને સમસ્યાનો ઈલાજ કરી શકાય. જેમાં વાળ ની સમસ્યા, તણાવ, ડાયાબીટીસ, પાચનક્રિયા, એન્જીંગ પ્રક્રિયા ધીમી પાડવી, કેન્સર, ગર્ભાવસ્થા સમસ્યા, લાંબુ આયુષ્ય, સોજો, હ્રદય સ્વાસ્થ્ય જેવી ઘણી સમસ્યામાં સમસ્યાઓમાં ઉપયોગી છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.