સાઈટીકાથી થતાં કમર અને ગોઠણના દુખાવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુ સૌથી લાંબો છે. આ સ્નાયુ કમર અને નિતંબથી લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ સાયટીકાનો દુઃખાવો ઉત્પન્ન થવાનું મૂળ કારણ એ સ્થાન પર કંઈ માર લાગવાથી થાય છે.

વધારે સમય બેસી રહેવું, એકાએક કમરમાંથી વાંકાવળીને નમવું, વજન ઉપાડવું, પડી જવું, કમરમાં ઝટકો લાગવો વગેરે કારણોને લીધે સાયટીકામાં ચોટ લાગવાથી તેમાં સોજો આવે છે તેની ગાદી ખસી જાય છે મણકાની તકલીફથી પણ સાયટીકાની તકલીફ થાય છે.

તો ચાલો હવે આપણે જાણીએ આ સાયટીકા ને દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર : બરફ દ્વારા આપવામાં આવતા ઠંડા શેક અને ગરમ પાણીની થેલીથી ગરમશેક સાઈટીકાના દુ:ખાવામાં પ્રાથમિક સારવાર છે. તે બન્ને પ્રકારના શેકને થોડા થોડા સમય પર લેવાથી કમર દર્દ અને કમરની નીચેના દુખાવામાં તરત રાહત મળે છે. કોઈપણ પ્રકારના દુ:ખાવામાં ઠંડો અને ગરમ શેક ઘણો અસરકારક હોય છે.

સાઈટીકાનો દુ:ખાવો ઓછો કરવાના કુદરતી ઉપાયમાં મસાજ કે માલીશ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. કમરની નીચેના ભાગ અને દુ:ખાવા વળી જગ્યા પર મસાજ કરવાથી ઘણો આરામ મળે છે. સાઈટીકામાં થોડા વિશેષ પ્રકારની માંસપેશીઓ જકડાઈને કડક થઇ જાય છે અને તેને કારણે તે ગાંઠ જેવી બની જાય છે.

સાઈટીકાનો દુ:ખાવો કે સાંધાના કોઈ પણ દુ:ખાવામાં હળદર અને ચુના માંથી બનેલી પેસ્ટ લગાવવાથી દુ:ખાવામાં તરત આરામ મળે છે. દુ:ખાવો ઓછો કરવાનો આ ઘરેલું ઉપાય ઘણા વર્ષોથી આપણા દેશમાં અપનાવવામાં આવી રહ્યો છે. સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે.

જટામાંસીના મૂળનું ચૂર્ણને સાઈટીકાના દુ:ખાવામાં લગાવવાથી ઘણો આરામ મળે છે, તેમાં થોડા એવા તત્વો હોય છે. જે કોઈપણ રીતે દુ:ખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેના મૂળમાં રહેલુ તેલ માંસપેશીઓને આરામ આપે છે અને જકડાઈ જવાને સારું કરે છે. તે ઉપરાંત તમે જટામાંસીના મૂળને ચા તરીકે પણ લઇ શકો છો. જટામાંસીનું ૧ ગ્રામ ચૂર્ણને પાણી સાથે ઉકાળો અને તેમાંથી બનેલી ચા દિવસમાં ૨ થી ૩ વખત પીવો.

એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકા મટે છે. ચારથી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકા મટે છે. એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે. ૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાઈટીકા મટે છે.

પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનુ ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

મેથીના ઉપયોગથી ઘણા પ્રકારના દુ:ખાવા સારા થઇ જાય છે. મેથીના દાણાની પેસ્ટ બનાવીને દુ:ખાવામાં લેપ લગાવવાથી પણ સાઈટીકાના દુ:ખાવા કે હાડકાના દુખાવામાં રાહત મળે છે. એના માટે મેથીના દાણાને પાણીમાં પલાળી દો. આ પલાળેલા દાણાને ઝીણા વાટીને પેસ્ટને દુખાવા વાળા ભાગમાં લગાવીને કોઈ સુતરાઉ કપડું વીંટીને રહેવા દો. દુ:ખાવો દુર કરવા માટે દિવસમાં ૨ થી ૩ વખત આ પ્રયોગ કરવો જોઈએ.

જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને સાઈટીકાના દુખાવા પર માલિશ કરવાથી લાભ થાય છે. જેનાથી સાઈટીકાના દુખાવાથી રાહત મળે છે. જાયફળનુ ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી સાઈટીકાના દુખાવા દૂર થાય છે. જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેને થોડુ ગરમ કરી લેપ કરવાથી સાઈટીકાના દુખાવામાં રાહત મળે છે.

દૂધ અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરીને લસણ અને વાવડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી સાઈટીકાના દુખાવામાં રાહત થાય છે. લસણ ને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી સાઈટીકાના દુખાવામાં રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top