આ ચમત્કારી ઉપચારથી માત્ર 1 દિવસમાં પેટના કૃમિ અને દરેક પ્રકારના પેટના રોગ માંથી મળી જશે કાયમી છુટકારો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

બાળકોના પેટમાં કૃમિ હોવું સામાન્ય વાત છે. બાળક જયાં પણ રમે છે ત્યાં કઈક ઉઠાવીને ખાઈ લે છે. આવું કરવાથી પેટમાં કૃમિ થઈ જાય છે અને તેને પેટમાં દુખાવાનો સામનો કરવો પડે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ પેટના કૃમીને દૂર કરવાના સરળ ઘરેલુ ઉપચાર.

દરરોજ સવાર-સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું મીઠું એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવવાથી કૃમિ મળ માર્ગે બહાર નીકળી જાય છે. એક થી બે ચમચી અધકચરી ખાંડેલી દાડમની છાલ એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી અડધો કપ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળો પીવો. આનાથી કૃમિ મરી જઈને બહાર નિકળી જાય છે.

લીમડાના પાનનો રસ દરરોજ 1-2 ચમચી સવાર સાંજ પીવાથી તમામ કૃમિ મળ વાટે બહાર નીકળી જઈ પેટ ચોખ્ખું થઈ જાય છે. કારેલા કૃમિઘ્ન છે. બાળકોને મોટે ભાગે દુધીયા કૃમી થતાં હોય છે. એમને કારેલાનું શાક ખવડાવવું. બાળક કારેલાનું શાક ન ખાય તો કારેલાનો રસ કાઢીને બે ચમચી જેટલો સવાર-સાંજ પીવડાવવો.

પપૈયાના બીને સુકવી પાવડર બનાવવો. એક નાની ચમચી પાવડર ને નાની વાટકી ભરી તાજા દહીંમાં મેળવી દિવસમાં ત્રણ વખત લેવાથી કૃમિ ઝડપથી બહાર નીકળવા માંડે છે. કૃમિ થયા હોય તો માત્ર પાન ખાવાથી સારું થઈ શકે છે. 3-4 કે દિવસમાં જેટલા પાન ખાઈ શકાય તેટલાં સાદા પાન ખાવાં. એનાથી મળ વાટે કૃમિ બહાર નીકળી જાય છે.

અનાનસ ખાવાથી એક અઠવાડિયામાં પેટમાં કૃમનો નાશ થઇ જાય છે. આથી બાળકો માટે અનાનસ ઉત્તમ છે. એક સારી સોપારીનો ભુકો કરી થોડાં ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કૃમિ મટે છે. કારેલીના પાનનો રસ થોડાં ગરમ પાણી સાથે પીવાથી કૃમિ મરી જાય છે. ટામેટાંનાં રસમાં હિંગનો વધાર કરી પીવાથી કૃમિ રોગમાં ફાયદો થાય છે.

દાડમડીનાં મૂળની લીલી છાલ 50 ગ્રામ, ખાખરાના બીનું ચૂર્ણ 5 ગ્રામ, વાવડીંગ 10 ગ્રામ અને 1 લિટર પાણીમાં અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડું થાય ત્યારે ગાળી, દિવસમાં ચાર વાર અડધી અડધી કલાકે 50-50 ગ્રામ પીવાથી અને પછી એરંડીયાનું જુલાબ લેવાથી બધા પ્રકારના ઉદરકૃમિ નીકળી જાય છે.

નારંગી ખાવાથી કૃમિનો નાશ થાય છે.  મુઠી ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમિ મરી જઈ ઉદરશુદ્ધિ થાય છે. વડવાઇના કુમળા અંકુરનો ઉકાળો કરી પીવાથી પેટના કૃમિ મટે છે.  સરગવાનો ક્વાથ મધમાં મેળવી દિવસમાં બે વાર પીવાથી જીણાં કૃમિ નીકળી જાય છે.

સૂંઠ અને વાવડીંગ નું ચૂર્ણ મધમાં મેળવી લેવાથી કૃમિ મટે છે. ભાંગરાનો પાઉડર અથવા તાજા ભાંગરાનો રસ અને અડધા ભાગે દિવેલ રાત્રે સૂતા પહેલાં દરરોજ લેવાથી બધા કૃમિ બહાર નીકળી જાય છે. એક ગ્લાસ ધટ્ટ છાસમાં એક ચમચો વાટેલો અજમો નાખી સવાર સાંજ પીવાથી પેટનાં બધા કૃમિ મળ માર્ગે બહાર નીકળી જાય છે.

બાળકોને કૃમિ થાય તો તેની અવસ્થા મુજબ ગરમ પાણી સાથે દરરોજ રાત્રે સૂતી વખતે એરંડીયું ખાવાથી તે મટી જાય છે. કાચા કે પાકા પપૈયાના રસમાં સાકર મેળવી બાળકને પીવડાવવાથી પેટમાંના કૃમિ મળ વાટે બહાર ફેંકાય જવા લાગે છે. દાડમની છાલનો અથવા તેના છોડ કે મૂળની છાલનો ઉકાળો કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દિવસ સુધી પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.

સૂંઠ, વાવડીંગ અને ભીલામાનું ચૂર્ણ મધ સાથે લેવાથી કૃમિ મટે છે. વાવડીંગ અને રેવંચી સરખા ભાગે લઇ મધ સાથે બાળકને ચટાડવાથી તેના પેટમાંનાં બધા કૃમિ મળ માર્ગ બહાર નીકળી જાય છે. વાવડીંગને અધકચરા ખાંડી ઉકાળો કરીને પીવાથી કૃમિ નાશ પામે છે. લીંબુના પાન વાટી રસ કાઢી રસથી અડધું મધ મેળવી સાત દિવસ સુધી રોજ સવારે પીવાથી પેટના તમામ કૃમિ નીકળી જાય છે.

બાળકોના પેટમાં કૃમિ થતાં તુલસીના પાનના રસ દિવસમાં બે વાર પીવડાવો, તે બહુ ફાયદો પહોંચાડે છે. ગાજર પણ પેટના કૃમિ માટે લાભદાયક હોય છે. તેના માટે સવારે ખાલી પેટ ગાજર જરૂર ખાવા. એક ચમચી ડુંગળીના રસ પીવડાવવાથી પેટના કૃમિ ખતમ થવા લાગે છે. શણના બીનું ચૂર્ણ ગૌમૂત્રમાં મેળવી પીવાથી કરમીયાંનો રોગ કાયમ માટે મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here