માત્ર 7 દિવસમાં સફેદ વાળને કાળા કરી ખરતા અટકાવવામાં 100% અસરકારક છે આ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. આજકાલ નાની ઉંમરમાં પણ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાની સારવાર ન કરતાં આગળ જતા વધારે વાળ સફેદ થઇ શકે છે. લોકો ખાસ કરીને સફેદ વાળને છુપાવવા માટે હેર ડાઇ અને કલરનો ઉપયોગ કરી શકે છે. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળમાં બીજી સમસ્યાઓ થઇ શકે છે. આજે અમે તમને જણાવીશું સફેદ વાળને કળા કરવાના ઘરગથ્થું ઉપાયો.

આંબાના પાનને પીસીને પેસ્ટ બનાવીને એને કુલ 15 મિનિટ સુધી વાળ પર લગાવવું. ત્યારપછી ધોઈ નાખવા એનાથી વાળ કાળા,નરમ તેમજ લાંબા થશે. હળદરમાં જોવા મળતી એન્ટિસેપ્ટિક તેમજ એન્ટી બેક્ટેરિયલ ગુણ વાળને વધારવા તેમજ કાળા કરવા માટે કામ કરે છે.વાળ પર હળદરની પેસ્ટ લગાવવાંથી વાળ થોડા દિવસોમાં કાળા થવા લાગશે.

દહીંમા વિટામિન ડી-3 અને પ્રોટીન ઉચ્ચ પ્રમાણમાં હાજર હોય છે. જે મેલેનિનના ઉત્પાદનને શ્રેષ્ઠ કરે છે. જે સફેદવાળની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય દહીં ખાવાથી પણ વાળનો વિકાસ ખૂબ જ સારો થાય છે. ઘરે બનાવેલું દહી વધારે ફાયદાકારક છે.

ડુંગળીનો રસ વાળ કાળા કરવા માટેનો ઉપચાર છે. તમે પણ વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન છો તો આજથી જ તમારા વાળ પર ડુંગળીનો રસ શરૂ કરો. મધના રસમાં આદુને ચુસ્તપણે ભેળવીને અઠવાડિયામાં 2 વખત નિયમિતપણે વાળ પર લગાવવાંથી ધીરે-ધીરે સફેદ વાળમાં ઘટાડો થવાં લાગશે.

ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો. પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે. આંબળાના રસને બદામના તેલની સાથે ભેળવીને લગાવવું. આમ કરવાથી થોડા દિવસમાં સફેદ વાળ કાળા થઈ જશે.

સફેદ વાળને કળા કરવા માટે દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો, રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો, મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.

શિકાકાઈ વાળ ધોળા થતા પણ અટકાવે છે. શિકાકાઈમા પ્રાકૃતિક પિગમેન્ટ્સ પણ હાજર છે જે વાળને પ્રાકૃતિક રંગ પ્રદાન કરે છે. શિકાકાઈને રાત્રે પાણીમા પલાળી દેવા. ત્યારબાદ વહેલી સવારે એ પાણી ઉકાળી ને તેને ઠંડુ કરવુ. ઠંડા થયેલા પાણીને ગાળી લેવુ. આ પાણીથી જો વાળ ધોવામા આવે તો વાળ અકાળે સફેદ થવાની સમસ્યામા રાહત મળશે.

દેશી ઘી વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક વાટકીમાં જરૂરિયાત મુજબ દેશી ઘી લઇને રોજ રાત્રે સુતા પહેલા તેનાથી 15 મિનિટ સુધી માલિશ કરો. આ માલિશ અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. આમ, જો આ પ્રયોગ રેગ્યુલરલી કરશો તો વાળ જલદી કાળા થશે. ગાયનું દૂધ સફેદ વાળને પણ કાળા બનાવી શકે છે. ગાયનું દૂધ વાળમાં લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે. અઠવાડિયામાં એકવાર આવું કરો અને જુઓ કે વાળ કેવા ખીલી જાય છે.

1 ગ્રામ કાળા મરી અને 1/2 કપ દહીના મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરવાથી પણ સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ મિશ્રણમાં લીંબુનો રસ પણ મેળવી શકાય છે. સફેદ વાળ માટે જાસૂદના ફુલની પેસ્ટ બનાવો તેમાં આમળાનો રસ ઉમેરો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો, પેસ્ટ સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લેવું. બીજા દિવસે વાળ શેમ્પુથી ધોઈ લેવા.

બાવળની છાલને પીસીને મેંદીમાં ભેળવીને તે મેંદી માથે લગાવો. આ પેસ્ટ લગાવીને ત્રણ કલાક બાદ વાળને ધોઇ નાખો. આનાથી વાળ કાળા તો થશે જ સાથેસાથે વાળ મજબૂત પણ બનશે. વાળ કાળા કરવા માટે એક વાટકી દહીંમાં બે ટામેટાં ક્રશ કરીને નાખો ત્યારબાદ તેમાં અડધું લીંબુ અને પાંચ ચમચી નીલગીરીનું તેલ ઉમેરો. આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર તાળવામાં આ મિશ્રણને લગાવીને થોડું માલીશ કરી આશરે અડધી કલાક પછી વાળ ધોઇ લેવા વાળ કાળા થશે.

વાળને કાળા કરવા માટે ફટકડી તથા ગુલાબજળનો ઉપયોગ કરવો. પેસ્ટ બનાવવા માટે,પહેલા ફટકડીને છીણી લો.ત્યારપછી આ ફટકડીમાં ગુલાબજળ ભેળવીને એને માથાના વાળ તથા દાઢીના વાળ પર લગાવો. મહિનામાં 2 વાર આ ક્રિયા કરવી. બદામનું તેલ, લીંબુનો રસ તથા આમળાનો રસ બરાબર માત્રામાં મેળવો. સફેદ વાળની સમસ્યાથી બચવા માટે આ મિશ્રણનો ઉપયોગ કરો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top