ફટકડીમાં અનેક ગુણો રહેલા છે. રોજિંદા જીવનમાં ફટકડીનો ઘણો ઉપયોગ થાય છે અને તેના ઉપયોગથી ઘણા ફાયદા પણ મળે છે. ફટકડી સ્વાદમાં તૂરી, તીખી, રંગ આપવાવાળી, પારાને બાંધનારી તથા કોઢ, વ્રણ, પ્રદર, વિપત્તિકાર, મૂત્રકૃચ્છ, ઊલટી, શોષ, ત્રિદોષ અને પ્રમેહને દૂર કરનારી છે. ફટકડી તૃણવિનાશક હોવાથી શરીર ઉપર પડેલો ચાંદાં, ચાંદી વગેરે રુઝવવાને બનાવવામાં આવતા કેટલીક જાતના મલમોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અમે તમને જણાવીશું ફટકડીથી મળતા લાભો વિશે.
ફટકડીને બાળીને મેષ તૈયાર કરવામાં આવે છે, આ મેશ એકાંતરે દિવસે આખમાં આંજવાથી ખીલ થવા પામતા નથી અને થયા હોય તો તેઓનું પાણી ઝરી જઈને સારા થાય છે અને દષ્ટિનું તેજ વધે છે. આંખની અસ્વચ્છતા થી ખીલ થાય છે અને તેનું આંખની અંદરની બાજુ ઘર્ષણ થવાથી ફૂલું, છારી તથા વ્રણ પેદા થાય છે.
આજના સમયમાં, ઘણા લોકોના ચહેરા પર કરચલીઓ હોય છે. તે માટે ફટકડીનું પાણી તમારા ચહેરાની કરચલીઓને દૂર કરશે. તમે ફટકડીનો ટુકડો પાણીમાં ડૂબાડીને ચહેરા પર હળવા હાથે ઘસો. થોડા સમય પછી તમે ચહેરાને પાણીથી ધોઈ લો. તેનાથી ટૂંક સમયમાં ફાયદો જોવા મળશે.
રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરવાથી જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોવ તો તે દૂર થઇ શકે છે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું.
ફટકડીનો ઉપયોગ ચહેરાના વાળનો વિકાસ ઘટાડે છે. જો ઈજા થાય તો ફટકડી ખૂબ જ ઉપયોગી છે. જ્યાં ઈજા થઈ છે ત્યાં લગાવવાથી ફાયદો થાય છે. આટલું જ નહીં, ચહેરાના દાગ ઘટાડવા માટે પણ ફટકડી ખૂબ જ ઉપયોગી છે.
જો તમારા વાળ સફેદ હોય તો ફટકડીનો ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા અને ચમકતા રહેશે. ફટકડીમાં હાજર મેગ્નેશિયમ સલ્ફેટ શરીરના 300 મહત્વપૂર્ણ ઉત્સેચકોને નિયમિત કરે છે, જેનાથી વાળ કાળા અને ચળકતા બને છે, જો તમે ફટકિયાને નાના નાના ટુકડા કરી લો અને પીસી લો અને તેને ગુલાબજળમાં ભેળવી.
ફટકડીનો ઉપયોગ તાવ, ખાંસી અને દમ જેવી સમસ્યાઓમાં પણ અસરકારક હોઈ શકે છે. ફટકડી સંબંધિત રિસર્ચમાં આનો ઉલ્લેખ છે. કે ફટકડીના ઉપયોગથી ઉધરસ, ખાંસી, અસ્થમા અને મેલેરિયા અને થાઇરોઇડ જેવા તાવમાં સકારાત્મક પરિણામો મળી શકે છે, નિષ્ણાતો માને છે કે, ઘણી આયુર્વેદિક દવાઓમાં ફટકડીનો ઉપયોગ થાય છે.
ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે.ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવો. રાહત મળશે.
ફટકડી તૃણવિનાશક હોવાથી શરીર ઉપર પડેલો ચાંદાં, ચાંદી વગેરે રુઝવવાને બનાવવામાં આવતા કેટલીક જાતના મલમોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ, પરંતુ છરી, તલવાર, કુહાડો, કોદાળી, વગેરે વાગવાથી ઘા પડી તેમાંથી લોહી નીકળતું હોય તો ફટકડીને બારીક વાટી ઘી સાથે મેળવી તેનો લેપ ઘામાં ભરી તેના ઉપર રૂનો પોલ મૂકી પાટો બાંધી રાખવાથી તરત જ લોહી નીકળતું બંધ થાય છે અને પાક્યા સિવાય ઘા જલદી રૂઝાઈ જાય છે.
કાકડા થવા પર ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે.પેશાબમાં ચેપ હોય તો પણ ફટકડીનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. દરરોજ ફટકડીના પાણી વડે ખાનગી ભાગની સફાઈ કરવાથી ચેપનું જોખમ દૂર થાય છે.
જો કોઈને દમ છે તો ફટકડી સમસ્યાનો રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે. ફટકડીનો પાઉડર મધ સાથે ચાટવાથી દમ અને ઉધરસ જેવી સમસ્યાઓમાં ફાયદો મળશે. ફટકડી દાંત પર રહેલ તકતીને દૂર કરવામાં તેમજ લાળમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવામાં મદદ કરે છે. આ કારણોસર તેના ઉપયોગ બાળકોના મૌખિક આરોગ્ય જાળવવા માટે કરવામાં આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.