આને કહેવાય સફળતા, એક સમયે સફાઈકામ કરતો, હવે પોતાના દમ પર ઉભી કરી મલ્ટીનેશનલ કંપની, 10 કરોડનું ટર્નઓવર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એરપોર્ટ પર રાત્રે સફાઈ કરનાર શખ્સે દુનિયાને ચોંકાવી દીધી,બનાવી એવી કંપની કે કરે છે 10 કરોડનું ટર્નઓવર

ઘણા લોકોની સંઘર્ષ કહાની ખતરનાક હોય છે. ઝીરોમાંથી હીરો બનેલા લોકોની વાત જ કંઈક અલગ હોય છે. તેમના વિચારો, તેમની બુદ્ધિ, તેમનું ટેલેન્ટ અને તેમની કાર્યશક્તિ પણ કંઈક અલગ જ લેવલની હોય છે. ત્યારે આજે પણ વાત કરવી છે એવા જ એક 31 વર્ષના શખ્સની કે જેણે પોતાના દમ પર કંપની ઉભી કરી અને આજે એ કંપનીનું ટર્નઓવર રૂપિયા 10 કરોડ સુધી પહોંચી ગયું છે. તો આવો જાણીએ કે કેવી છે આ શખ્સની કહાની.

આ શખ્સિયતનું નામ છે આમિર કુતુબ કે જે માત્ર 31 વર્ષના છે. તે આ ઉંમરે ઓસ્ટ્રેલિયા સ્થિત એક મલ્ટીનેશનલ ડિજિટલ ફર્મના માલિક છે, જેનું આટર્નઓવર દસ કરોડ છે. ચાર દેશમાં આમિરની કંપનીની ઉપસ્થિતિ છે. પરંતુ એક સમયે આમિર એરપોર્ટ પર સફાઈનું કામ કરતા હતા. ઘરો સુધી અખબાર પહોંચાડવાનું કામ પણ કરતા હતા, પરંતુ પોતાનો બિઝનેસ સેટ કરવાનું ઝનૂન એ રીતે તેમના પર છવાયેલું હતું કે કોઈ પડકાર તેમને ડગાવી શક્યો નહીં.

આમિરે પોતાની આખા કહાની એક ન્યૂઝ પેપર સાથે શેર કરી હતી જે હાલમાં ભારે વાયરલ થઈ રહી છે. તો સાંભળો એના જ મુખેથી એની કહાની. આમિરે કહ્યું કે, હું અલીગઢના એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું. પિતાજી સરકારી નોકરીમાં હતા. માતા હાઉસવાઈફ છે. પિતાજીની શરૂઆતથી એ ઈચ્છા હતી કે પુત્ર મોટો થઈને ડોક્ટર કે એન્જિનિયર બને, આથી ધો.12 પછી મારું એડમિશન બીટેકમાં કરાવ્યું. મારા બધા મિત્રો મિકેનિકલ બ્રાંચ લઈ રહ્યા હતા. બધાએ કહ્યું, તેમાં સ્કોપ સારો છે તો મેં પણ મિકેનિકલ બ્રાંચ લીધી. મને અભ્યાસમાં વધુ રસ પડતો નહોતો. હું એ સમજી શકતો નહોતો કે જે હું ભણી રહ્યો છું, એ જિંદગીમાં કઈ રીતે કામમાં આવશે. આ જ વિચારીને મનમાં હતાશ થઈ જતો હતો. મન લાગતું નહોતું તો માર્ક્સ પણ ઓછા આવતા હતા.

તેના એકલ અનુભવ વિશે આમિરે વાત કરી કે, એકવાર તો ટીચરે કહી દીધું કે તું જીવનમાં કઈ કરી નહીં શકે, કેમ કે તારું અભ્યાસમાં મન જ લાગતું નથી. જ્યારે સેકન્ડ યરમાં આવ્યો તો મેં એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીઝમાં સામેલ થવાનું શરૂ કરી દીધું. કોલેજ ફેસ્ટ યોજાયો તો તેમાં સામેલ થયો અને મને અવોર્ડ પણ મળ્યો. અભ્યાસ સિવાય જે કંઈ થઈ શક્યું એ બધું હું કરી રહ્યો હતો. સેકન્ડ યરમાં જ મનમાં એ વિચાર આવ્યો કે યુનિવર્સિટીમાં કોઈ સોશિયલ નેટવર્ક નથી તો શા માટે સોશિયલ નેટવર્કિંગ એપ બનાવવામાં ન આવે. જો કે આ વાત સાંભળીને પહેલાં તો દોસ્તોએ મજાક ઉડાવી અને કહ્યું, ‘ભાઈ તું મિકેનિકલ બ્રાંચથી છો અને વાત કરી રહ્યો છે એપ બનાવવાની. તને કોડિંગ પણ આવડતું નથી. કઈ રીતે બનાવીશ એપ.

આમિરે કહ્યું કે એ વખતે એવો સમય હતો કે, જ્યારે ફેસબુક પણ નવી હતી. મેં ગૂગલથી કોડિંગ શીખવાનું શરૂ કર્યું. ચાર મહિના સુધી એપ બનાવવા જેટલું જરૂરી કોડિંગ મને આવડવા લાગ્યું હતું. પછી એક મિત્ર સાથે મળીને અમે સોશિયલ નેટવર્કિંગ એપ બનાવી અને એને લોન્ચ કરી દીધી. સપ્તાહમાં જ દસ હજાર સ્ટુડન્ટ્સે એ જોઈન કરી લીધી. એમાં બધા એકબીજા સાથે વાત કરી શકતા હતા. ફોટો શેર કરી શકતા હતા. એ પ્રોજેક્ટ ઘણો સફળ રહ્યો. કોલેજમાં મેગેઝિન નહોતું તો વિચાર્યું કે મેગેઝિન શરૂ કરવું જોઈએ. મેં સ્પોન્સર શોધવાનું શરૂ કરી દીધું. લોકોને મળ્યો તો તેમણે કહ્યું કે સ્પોન્સરશિપ એવી રીતે ન મળે. તમારે પ્રપોઝલ બનાવીને લાવવી પડશે પછી કંઈક થશે. એ પછી ગૂગલ પર પ્રપોઝલ બનાવવાનું શીખ્યો અને ફરી એ લોકોને મળ્યો. પછી આકરી મહેનત બાદ એક સ્પોન્સર મેગેઝિન મળ્યા.

આમિરે વધારે માહિતી શેર કરતાં જણાવ્યું કે, કોલેજમાં ઈલેક્શન થયું તો સેક્રેટરીની પોસ્ટ માટે ઊભો રહ્યો અને જીત્યો પણ. જ્યારે સેક્રેટરી બન્યો તો લીડરશિપ સ્કિલ્સ શીખવા મળી. આ રીતે કોલેજ મારા માટે ટ્રેનિંગ સ્કૂલની જેમ બની ગઈ હતી. મેગેઝિનના બહાને માર્કેટને સમજ્યો. ઈલેક્શનમાં સામેલ થઈને લીડરશિપ શીખ્યો. આ બધી ચીજોથી મારો કોન્ફિડન્સ ખૂબ વધ્યો. તેના પછી હું નક્કી કરી ચૂક્યો હતો કે મારે પોતાનું જ કામ કરવું છે અને ટેક્નોલોજીને રિલેટેડ જ કંઈક કરવું છે, પરંતુ ઘરના લોકો પાછળ પડ્યા હતા કે જોબ કરો. ટીસીએસમાં મારું પ્લેસમેન્ટ થઈ ગયું, પણ મેં એ જોબ જોઈન ન કરી. ત્યાર પછી દિલ્હી આવ્યો તો અહીં હોન્ડામાં સિલેક્શન થઈ ગયું.

આમિરે કહ્યું કે, જ્યારે મને જોબ મળી ગઈ તો ઘરના લોકો પણ ખુશ થઈ ગયા. હોન્ડામાં પણ જ્યારે ગયો તો ત્યાં મેં સિસ્ટમ સુધારવાનું કામ કર્યું, જે મેન્યુઅલ કામ હતું, તેને બદલીને ઓનલાઈન કરી દીધું. આ કામ પોતાના ઓફિસ વર્ક ઉપરાંત કર્યું હતું. જીએમ ખૂબ ખુશ થયા અને હોન્ડાએ મારી સિસ્ટમને અનેક જગ્યાએ પોતાની કંપનીઓમાં લાગુ કરી. અહીં નોકરી ચાલું રહી, પણ હું ખુશ નહોતો, કેમ કે મારે તો મારું કામ કરવાનું હતું. એક વર્ષ પછી મેં રાજીનામું આપી દીધું. મેં વિચાર્યું કે હવે પોતાનું જ કામ કરીશ પણ મને બિઝનેસની કોઈ સમજ નહોતી. મેં ફ્રિલાન્સિંગ શરૂ કર્યું. વેબસાઈટ ડિઝાઈન કરતો રહેતો.

આમિરે ગ્રાહક વિશે વાત તરતાં કહ્યું કે, ફ્રિલાન્સિંગ દરમિયાન જ મને ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકેના ક્લાયન્ટ મળ્યા. તેમાંથી જ કેટલાકે સલાહ આપી કે તું વિદેશ જઈને પોતાનો બિઝનેસ કેમ સેટ કરતો નથી. મેં ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવ્યો. વિઝાની જાણકારી મેળવી તો ખ્યાલ આવ્યો કે સ્ટુડન્ટ વિઝા પર જ જઈ શકું છું. તેના પછી ત્યાંની એક એમબીએ કોલેજમાં એડમિશન લીધું. ફર્સ્ટ સેમેસ્ટર માટે અમુક સ્કોલરશિપ મળી ગઈ હતી. થોડા પૈસા ઘરેથી મળી ગયા હતા હું ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી એ ચેલેન્જ હતી કે બીજા સેમેસ્ટરની ફી પણ સામેલ કરવાની હતી, અભ્યાસ પણ કરવાનો હતો. જોબ પણ કરવાની હતી અને પોતાના બિઝનેસને પણ સેટ કરવા શરૂઆત પણ કરવાની હતી.

આમિરને લાગ્યું કે જોબ આસાનીથી મળી જશે પણ એવું બન્યું નહીં. આમિરે કહ્યું કે- લગભગ સો-દોઢસો કંપનીઓમાં અપ્લાઇ કર્યું પણ ક્યાંય મારું સિલેક્શન ન થયું, કેમ કે તેઓ ઈન્ડિયાના એક્સ્પિરિયન્સને સ્વીકારતા નહોતા. લગભગ ત્રણ મહિનાની કોશિશ પછી એક એરપોર્ટ પર ક્લિનિંગનું કામ મળ્યું. ત્યાં 20 ડોલર પ્રતિ કલાક મળતા હતા. જોબ દિવસની હતી, તેથી હું અભ્યાસ કરી શકતો નહોતો અને બિઝનેસ અંગે પણ કંઈ વિચારી શકતો નહોતો, તેથી મેં રાતની નોકરી શોધી. મને રાતે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઘરોમાં અખબાર નાખવાનું કામ મળ્યું. આ બધું ઘરમાં જાણ થઈ તો તેઓ ખૂબ ગુસ્સે થયા. સૌએ ઈન્ડિયા આવી જવા માટે કહ્યું.

આમિરે કહ્યું કે, આ જોઈને કેટલાક સંબંધીઓએ કહ્યું કે ભણી-ગણીને આ કામ કરી રહ્યો છે પણ મારું વિઝન એકદમ ક્લિયર હતું. મને મારું લક્ષ્ય ખબર હતી. આ બધું કરતાં એક વર્ષ નીકળી ગયું. પછી મને ગમે તેમ કરીને એક નાનું ગેરેજ મળી ગયું. ત્યાંથી મેં મારી કંપનીનું નાનું-મોટું કામ કરવાનું શરૂ કર્યું. લોકોને કહેવા લાગ્યો કે મારી કંપની છે. હું વેબસાઈટ ડિઝાઈનિંગનું કામ કરું છું. મેં કંપની રજિસ્ટર્ડ કરાવી લીધી હતી. હવે મુશ્કેલી એ હતી કે કંપની તો બની ગઈ, પણ ક્લાયન્ટ મળતા નહોતા. હું મારું કાર્ડ લઈ આમતેમ ફરતો હતો પણ કોઈ કામ જ કરાવતું નહોતું.

એક કહાની શેક કરતાં આમિરે કહ્યું કે-એક દિવસ બસમાં એક માણસ મળ્યો, જેનો એક નાનો બિઝનેસ હતો. તેને મેં મારા વિશે કહ્યું તો તેણે કહ્યું કે તું ઈચ્છે તો મારી કંપની માટે સિસ્ટમ બનાવી શકે છે, પરંતુ હું એનો કોઈ ચાર્જ નહીં આપું. મેં ચાર સપ્તાહમાં તેની કંપની માટે એવી સિસ્ટમ બનાવી કે જેનાથી તેના મહિનામાં 5 હજાર ડોલર બચવા લાગ્યા. પછી તેણે મને પેમેન્ટ તો આપ્યું પણ બીજા લોકોને પણ કનેક્ટ કરાવ્યા. એ પછી મને ઓસ્ટ્રેલિયામાં જ એક સેમી ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન જોઈન કરવાનો મોકો મળ્યો. ત્યાં દોઢ વર્ષ કામ એટલું સારું રહ્યું કે હું જીએમની પોસ્ટ સુધી પહોંચી ગયો. જ્યારે પૈસા એકઠા થયા તો મેં એ કંપની છોડી દીધી, કેમ કે મારે તો મારું કામ સેટ કરવાનું હતું.

ભારતની વાત કરતાં કહ્યું કે, પછી મેં ભારતમાં ચાર માણસ રાખ્યા અને ઓસ્ટ્રેલિયામાંથી કામ લઈને તેમની પાસે કરાવતો હતો. ધીમે ધીમે કામ વધવા લાગ્યું, પણ ખર્ચ પણ વધતો હતો. મેં ખર્ચ માટે લોન લીધી અને લોન વધતી જ ગઈ અને 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. મને સમજાતું નહોતું કે કંપનીમાં પૈસા આવી રહ્યા છે તોપણ બચત કેમ થતી નહોતી. અનેક લોકોને મળ્યો. કેટલાકને મેન્ટર બનાવ્યા. કસ્ટમર્સને પૂછ્યું કે હું બીજું શું શું કરી શકું. એનેલિસિસ કરવાથી ખબર પડી કે કેટલીક સર્વિસીઝનો ચાર્જ હું ખૂબ ઓછો લઉં છું. કેટલાક ક્લાયન્ટ એવા પણ હતા કે જેઓ કામ કરાવી રહ્યા હતા પણ પેમેન્ટ મોડેથી કરતા હતા.

પછી આમિરે ચાર્જીસ વધારી દીધા અને એવા ક્લાયન્ટનું કામ બંધ કર્યું જેઓ પેમેન્ટ કરતા નહોતા. આમિરે માત્ર 20 ટકા ક્લાયન્ટ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. એ પછી મને જે ગ્રોથ મળ્યો એનાથી મેં દોઢ વર્ષમાં જ લોન પૂરી કરી નાખી. આમિરે કહ્યું કે-મારી પાસે 100 કર્મચારી પર્મનન્ટ છે અને 300 જેટલા કોન્ટ્રેક્ટર્સ છે. આજે મારી કંપનીનું દસ કરોડ રૂપિયાનું ટર્નઓવર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top