દરેક જીવજંતુના ઝેર માથી છુટકારો અપાવશે આ ઔષધીય વેલનો ઉપયોગ, તાવમાં તો તરત જ જોવા મળશે પરિણામ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાપસુનને નોળવેલ પણ કહે છે. આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. આ વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેના કંદ અને મૂળ ઉપયોગી છે. તેનું કંદ જમીનની અંદર ઊંડું હોય છે. તેનાં મૂળને રાસ્ના કહે છે. એના વેલા થાય છે, તેના બે પ્રકાર છે. એક કાળી અને બીજી ધોળી.

કાળી સાપસુન વધારે ગુણવાળી હોય છે. તેની જડની છાલ બદામી કાળા રંગની હોય છે. એની ઉપરની પોપડી લીસી માલૂમ પડે છે. આ સાપસુનના વેલા કોંકણ પ્રદેશમાં વધુ થાય છે. ઔષધમાં એનું પંચાગ વપરાય છે. સાપસુન ગુણમાં શોધક, ઉષ્ણ અને પૌષ્ટિક છે. શરીરના સર્વ ભાગો ઉપર અસર કરનાર એક કિંમતી દાવા છે. તે કટુ પૌષ્ટિક, વાતનાશક છે.

રક્તશુદ્ધિ માટે સાપસુનનો ઉપયોગ થાય છે. તે શરીરની ચેતનશક્તિ વધારે છે. જેમને આર્તવ દેખાતું ન હોય તેમને પણ એ ફાયદો કરે છે. નાનાં બાળકોને તાવ આવતો હોય અથવા દાંત આવતા. હોય ત્યારે ઝાડા થાય છે. સાપસુનના ઉપયોગથી ઝાડા થતાં નથી. ઉધરસમાં છાતી ઉપર સાપસુન લગાડવાથી ઉધરસમાં રાહત રહે છે. એનાં મૂળને ઘસીને પીવાથી ઘણા પ્રકારનાં ઝેર ઊતરે છે.

સાપસુનનાં મૂળ દૂધમાં ઘસીને નાનાં બાળકોને પાવાથી બાળકોનો કૃમિરોગ મટે છે. આનાથી પેશાબની ગરમી પણ ઓછી થઈ જાય છે.આનાથી પરસેવો વળે છે. તાવ પણ ઊતરે છે. ખાસ કરીને ટાઢિયા તાવમાં એ અકસીર અસર બતાડે છે. તાવમાં જ્યારે ત્રિદોષ દશા થઈ જાય ત્યારે આ દવા લેવાથી મજ્જાતંતુઓ દ્વારા સર્વ શરીરના ભાગોમાં સારું કામ કરે છે. શરીરમાં ઉત્તેજના લાવે છે.

નવા તથા જૂના સંધિવામાં પણ સાપસુન ખાવાથી અથવા સાપસુનનો લેપ લગાડવાથી ઘણી રાહત થાય છે. તાવ પછીની નબળાઈ મટાડવા માટે પણ એ ઘણી ઉપયોગી છે. એનાથી કફ છૂટો પડે છે. કાળી સાપસુન, અતિવિષ, ધાવડીનાં ફૂલ, અજમા, કાળીપાટ, હરડે, ભેદ, આમળા, કાળીજીરી, સરસવ, રાય આ બધી ચીજો સરખે વજને લઈને તેને ઘૂંટી નાની નાની ગોળી બનાવી આ ગોળીનો મધ સાથે ઉપયોગ દરેક પ્રકારનાં ઝેર, હરસ, આમવાયુ, કૃમિ, ઉન્માદ, અપસ્માર વગેરે મટાડે છે.

કાળી સાપસુનનાં મૂળ, ધોળી સાપસુનનાં પાન, અરીઠાંની છાલ, મીંઢળનો મગજ અને નોળવેલની ગાંઠો એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લેવી, જેઠીમધનું મૂળ ૧૦ ગ્રામ, એ બધી ચીજોને એક વાસણમાં લઈને ગરમ પાણીમાં રાખવું, પછી તેને ગાળીને ઉપયોગમાં લેવું. આ પ્રવાહી ૧૦થી ૨૦ ગ્રામ જેટલું પીવાથી છાતીનું ભારેપણું, કફ, શ્વાસ, દમ, હાંફણ, ઉધરસ, સળેખમ, એસિડિટી વગેરે મટે છે.

સાપસુનનો રસ નાનાં બાળકોને આપવાથી તે ઊલટી થઈ કફને બહાર કાઢે છે. તાવ અને ખાંસી પણ મટાડે છે. એના શરીરમાંથી કફ છૂટો પડતાં મજ્જાતંતુઓ સક્રિય થાય છે. શરીરમાંથી નબળાઈ પણ મટે છે. આનાથી શ્વાસમાર્ગ પણ સાફ થઈજાય છે. શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સાપના ઝેર ઉપર પણ તે વપરાય છે.

તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃષ્ન, વિષપ્ત, રેચક અને પાચક છે. તે સર્પદંશનું ઝેર, વીંછી, ઉંદર, ગરોળી અને અન્ય ઝેરી પ્રાણીઓનું ઝેર, અફીણ વગેરે વનસ્પતિનું ઝેર તેમ જ ધાતુ અને ઉપધાતુઓનાં ઝેર નાબૂદ કરનાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top