ત્રિદોષથી થતી દરેક પ્રકારની ગંભીર બિમારીઓનો રામબાણ ઈલાજ છે આ ઔષધીય છોડ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

દશમૂળમાં વપરાતી આ વનસ્પતિ ભારતભરમાં સર્વત્ર થાય છે. એની ડાળખીમાં ત્રણ પાન હોય છે તે પાન પારિજાતનાં પાન જેવાં પરંતુ તેના કરતાં લાંબા અને પહોળાં હોય છે. એની ડાળખીમાં નાની સીંગો હોય છે. એનાં પાન ત્રણથી છ ઇંચ લાંબા અને છેડેથી પહોળાં હોય છે. તેનાં મૂળ સફેદ રંગના હોય છે.

સાલવણની જડ સ્વાદે કડવી હોય છે. એનાં મૂળ તથા પંચાંગ દવામાં વપરાય છે. એના છોડવા રસ્તાની બાજુએ, ખેતરોના સેઢા ઉપર તથા નદી નાળાંના કાંઠા ઉપર ચોમાસામાં સર્વત્ર જગ્યાએ થાય છે. તેની શાખાઓ લાંબી તથા વધીને જમીન પર પથરાયેલી જોવામાં આવે છે. એનાં પાનની ઉપરની સપાટી લીસી તથા ફીકા લીલા રંગની હોય છે.

ફેફસાંનો સોજો, સુવાવડીને તાવ તથા શ્વાસનળીનો સોજો ઉતારવા સાલવણનો ઉપયોગ થાય છે. અતિસાર તથા પેટમાં ચૂંક આવતી હોય ત્યારે એનાં મૂળ સાથે ત્રિકટુ લઈ દૂધમાં ઉકાળીને પીતાં ઘણી રાહત થાય છે. સામાન્ય રીતે સાલવણનો ઉપયોગ વાયુ, અર્શ, સોજો, દમ, કૃમિ, ત્રિદોષ, ઊલટી, ક્ષય, ઉધરસ તથા અતિસાર વગેરે રોગો મટાડવામાં થાય છે. એ કફ, પિત્ત, વાયુ, વાતપિત્ત, ઉધરસ, અસ્મરી તથા અરુચિ મટાડવામાં ઉપયોગી નીવડે છે.

સાલવણનાં મૂળ અને ગળોનો કવાથ મરી નાખીને પીવાથી ધાતુ તથા લોહીનો વિકાર મટે છે. એ રક્તશોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે. તાવમાં તરસ ઓછી કરવા એનાં મૂળનો કવાથ મધ સાથે આપવાથી પણ ઘણી રાહત મળે છે. તે પરસેવો લાવે છે અને સંગ્રહણી મટાડે છે. ઊલટી, તાવ, ખાંસી, શ્વાસ, કૃમિ તથા ક્ષયની ખાંસીમાં એનો કવાથ બનાવીને વાપરી શકાય.

સાલવણ, રાસના, ચીકણાપાટ મૂળ, ગળો, ઉપલસરી આ બધી ચીજો દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ તેનો કાઢો બનાવવો. આ કાઢો સહેજ ગરમ ગરમ પીવાથી અતિ તીવ્ર તાવનો, વાતજવરનો નાશ થાય છે. તેમ જ સન્નિપાત અને સૂતિકજવર તથા ફેફસાનો રોગ દૂર થાય છે.

સાલવણનું મૂળ, પીઠવણ, ભોરીંગણીનાં મૂળ, બિલામૂળ, ગોરખમૂળ, એરંડમૂળ, શીવણમૂળ સરખે વજને લઈ તેના કવાથ બનાવવો. આ કવાથમાં પીપરના ચૂર્ણ નાખીને પીવાથી વાત કફથી, ઉત્પન્ન થયેલો તાવ, સુવાવડનો રોગ, હાથે-પગે પાણી ઝરવાનો રોગ, ખાંસી, શ્વાસ, હાંફણ વગેરેનો નાશ થાય છે. એમાં જવખાર, સિંધાલૂણ મેળવીને પીવાથી છાતીના બધા રોગોમાં રાહત રહે છે.

સાલવણ, પીઠવણ, ભોરીંગણી, ગોખરું, એ બધા મૂળ સરખે વજને લઈ ખૂંદો કરી ૧૦ ગ્રામ જેટલો રસ તેમાં આઠ ગણું ગાયનું દૂધ, ૩૨૦ ગ્રામ પાણી નાખી ઉકાળવું. પાણી બળી જાય તે દૂધ બાકી રહે ત્યારે એને ઉતારી લેવું. આ રીતે બનાવાયેલો પાક સખત તાવ આવતો હોય તેવા દર્દીને આપવાથી ઘણી રાહત થાય છે.

માથાના તથા વાંસાના દુ:ખાવાને સાલવણથી રાહત થાય છે. એને શિલજી તથા સાકર સાથે મેળવીને પીવાથી વાત વગેરે રોગોનો નાશ થાય છે. સાલવણનો કાઢો કરી પીવાથી આધાશીશીમાં રાહત થાય છે. સાલવણનાં મૂળ, ઝૂમળી પીલુડીનાં મૂળ, દૂધિયા હેમકંદનાં મૂળ, ધોળો વજ, રેણુકબીજ તથા સાજીખાર આ બધી ચીજો અઢી અઢી ગ્રામ જેટલી લેવી પછી તેનું ચૂર્ણ બનાવવું.

આ ચૂર્ણ અડધી ચમચી જેટલું લેતાં પેટનો ફુગાવો, ઝાડો, શૂળ તથા સંગ્રહણીમાં ઘણી રાહત થાય છે. ઓડકાર, ઉપચ તથા મોળ પણ મટે છે. તેમાં કાળા મરી ઉમેરીને ઉકાળો બનાવો, અને તેનું સેવન કરવાથી લોહીના વિકાર અને તાવ દૂર થાય છે. સાલવણના બીજની પેસ્ટ ત્વચા પર લગાવવાથી ત્વચાની સમસ્યામાં ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here