રાતના સમયે આપણા શરીરમાં કફની શક્તિ કુદરતી રીતે વધે છે અને તેથી રાત્રે દહીં ખાવાથી તેની સાથે પેટને લગતી ઘણી બીમારીઓનું જોખમ પણ રહેલું છે. તેથી દહીં ખાવું એ એક રીતે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.
દહીં માં મીઠાશ અને ખાટાશ બંને હોય છે અને તેથી તે રાત્રે ખાવાથી આપણા શરીરમા લાળ (મ્યુકસ) બને છે. અને આયુર્વેદ અનુસાર આમ કરવાથી કફ દોષ વધે છે. અને રાત્રે દહીં ખાવાથી પાચનમાં પણ વિપરીત અસર પડી શકે છે અને તેને લીધે તમને ઉલટીનો સામનો કરવો પડે છે .
જેને સાંધાની સમસ્યા હોય છે તેઓએ ઓછામાં ઓછું દહીંનું સેવન કરવું જોઈએ. કારણ કે દહીના સેવનને કારણે સાંધાનો દુખાવા ની સમસ્યા વધી શકે છે. આ સિવાય, તે સાંધાનો દુખાવો અને સંધિવાથી પીડિત લોકો માટે ઝેર જેવું માનવામાં આવે છે. અને જો આવા લોકોએ દહીંનું સેવન કરવું હોય તો તે ઓરડાના તાપમાનના પ્રમાણે નું દહીં ખાઈ શકે છે.
રાત્રે દહીંનું વધુ પડતું સેવન કરવાથી સ્થૂળતાની સમસ્યા પણ વધી શકે છે અને તેની સાથે, રાત્રિ ના દહીં ને કબજિયાત થવામાં પણ મુખ્ય કારણ માનવામાં આવે છે. રાત્રે દહીંના સેવનથી શરીરમાં ઉત્પન થતી લાળ ગળામાં દુખાવો ઊભો કરી શકે છે, અને શરદીનું કારણ બની શકે છે.
રાત્રે બે અઠવાડિયા નિયમિતપણે દહીં લેતા લોકોને પિમ્પલ્સની સમસ્યા ખૂબ જ ઝડપથી થાય છે. રાત્રે દહીં ખાવાથી ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે. રાતનાં સમયે દહીં ખાવાથી પાચનક્રિયામાં ગરબડ ઉભી થાય છે. તેને પચાવવા માટે એનર્જી બર્ન કરવાની જરૂર પડે છે. રાતનાં સમયે મોટાભાગે લોકો ખાઈને સુઈ જતા હોય છે. જેનાથી મુશ્કેલી વધી શકે છે.
શરીરનાં અમુક ભાગમાં જો સોજો આવેલો હોય તો રાતનાં સમયે દહીં ક્યારેક ન ખાવું . તેનાંથી સોજો ઘટવાને બદલે વધી જાય છે . રાતનાં સમયે દહીં ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. જેનાથી શરદી અને ઉધરસ થાય છે.
દહીં અંદરથી ઠંડુ હોય છે. ત્યાં જ ડુંગળી શરીરમાં ગરમી કરે છે. તેથી રાત્રે અથવા દિવસે પણ બન્નેને મિક્ષ કરને ખાવામાં આવે તો તે શરીર માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેના થી સ્કિન એલર્જી, રેશીશ જેવી સમસ્યાઓ ઉત્પન થાઈ છે. દહીં શરીર માટે ખૂબ નુકશાન કરી શકે છે. તમને આળસુ બનાવી દે છે.
રાત્રે દહીં ખાવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. દહીં આપણા શરીરમાં વિરોધી પ્રક્રિયા (ઓપોજીટ એક્ટિવિટી) વધારી દે છે અને જેના કારણે શરીર પર ખરાબ અસર પડે છે. અને શરીર પર જીણી જીણી ફોડલી નીકળી આવે છે.
રાત્રે દહીં ન ખાવું પરંતુ જો ખાવું જ છે તો ચપટી મરી પાવડર નાંખીને ખાવું. અને તેમાં મેથી પાવડર પણ મિક્સ કરવો. જેથી તે પેટ ને લગતી સમસ્યા અટકાવી શકે. અને વધારે નુકસાનકારક સાબિત ન થાઈ.
રાત્રે ખાટું દહીં તો ક્યારેય ન ખાવું જોઇએ, દહીંને ફક્ત રાત્રે જ નહી, પરંતુ વસંત ઋતુમાં પણ ખાવું ન જોઇએ. રાત્રે દહીં ખાવાથી પેટની સમસ્યા કે પછી પેશાબ સંબંધિત સમસ્યા માં વધારો થી શકે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.