રાજમા એક ખુબજ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ છે. તેમાં ઘણા પોષક તત્વ પણ હોય છે. 100 ગ્રામ રાજમામાં ૩૩૩ કેલેરી, પોટેશિયમ 14 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 60 ગ્રામ, ડાયટરી ફાઈબર ૨૫ ગ્રામ, પ્રોટીન 24 ગ્રામ, કેલ્શિયમ 14 %, વિટામિન સી 7 %, વિટામિન બી-૬ 20%, મેંગ્નેશિયમ 35%, આયર્ન 45% હોય છે. આ રીતે રાજમા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ રાજમાથી આપણાં શરીરને મળતા લાભ વિશે.
રાજમા ખાવાથી મગજ એટલે કે માથાના ભાગમાં ફાયદો પહોંચે છે, મગજમાં રહેલી નર્વસ સિસ્ટમને બુસ્ટ કરવા માટે વિટામિન કે ની જરૂર પડે છે કે જે આમાં પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. અને મસ્તિષ્કની કોશિકાઓ માટે જરૂરી વિટામીન બી પણ આમાંથી મળી આવે છે. આથી આપણા મગજને પોષણ આપવાનું કામ રાજમા કરે છે.
રાજમાં પાચનક્રિયામાં સહાયક છે. કારણકે રાજમાં ઘણી માત્રામાં ફાઇબર મળી આવે છે, જે પાચન માટે ફાયદાકારક છે અને તે પાચનક્રિયાને વ્યવસ્થિત જાળવી રાખે છે. આ સહિત તેનું સેવન કરવાથી લોહીનું શુગર પણ નિયંત્રિત રાખવામાં મદદગાર સાબિત થઇ શકે છે. રાજમાની અંદર આયર્ન, પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે જેને ખાવાથી આપણને ઊર્જા મળે છે. રાજમા ખાવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સરળતાથી જાય છે.
રાજમાના ગુણધર્મો વજન ઘટાડવા માટે મદદગાર માનવામાં આવે છે. રાજમામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબર વજન નિયંત્રિત કરવાનું કામ કરે છે. રિપોર્ટ અનુસાર ફાઇબરથી ભરપૂર ખોરાક શરીરમાં વધારાની કેલરી વધાર્યા વિના પેટ ભરવાનું કામ કરે છે. આ ઉપરાંત, તેમાં પ્રતિરોધક સ્ટાર્ચ શામેલ છે, જે મેદસ્વીપણા થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
રાજમાં ખાવાથી કિડની સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે અને જો કોઇને કિડનીમાં પથરી થાય છે તો તેના માટે પણ રાજમા ખાવા ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. રાજમામાં ઓછી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે. રાજમા એ વિટામિનથી ભરપુર પદાર્થ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ તેમાં રહેલું કેલ્શિયમ અને પોટેશિયમ બાળકોના હાડકા મજબૂત બનાવે છે.
રાજમામાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેથી તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે. સાથે જ આ પાચનતંત્રના કેન્સરને પણ રોકવામાં મદદ કરે છે.રાજમામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જેનાથી પેટ જલદી ભરેલું હોય એમ અનુભવાય છે. આ સાથે પેટ લાંબા સમય સુધી ભરેલું હોય એમ લાગે છે. જેથી ઓવરઈટિંગ થતું નથી.રાજમામાં કેલ્શિયમ અને મેગ્નેશિયલ હોય છે. જેથી તેને ખાવાથી હાડકાઓ મજબૂત રહે છે. સાથે જ રાજમા હાડકા સંબંધી રોગો થવાનો ખતરો પણ ઘટાડે છે.
રાજમા ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. પેટમાં દુખાવાથી લઇને દસ્ત, મરોડ અને ગેસ બનવાની સમસ્યા થઇ શકે છે. રાજમાનું શાક સૌથી વધારે ખાવા પર મોટાભાગે તમે જોયું હશે કે પેટમાં ગેસ થવા લાગે છે અને ઘણી વખત માથું પણ દુખવા લાગે છે. એટલા માટે રાજમાનું શાક ભારે પડે છે એટલે ઓછું ખાવું જોઇએ. પેટની બિમારી અને ગેસની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોેએ રાજમા ખાવા જોઇએ નહીં.
રાજમામાં મોટી માત્રામાં ફાઇબર જોવા મળે છે એટલા માટે તે કોલેસ્ટરોલ લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે. આમાં હયાત સોલ્યૂબલ ફાઇબર પેટમાં જવા પર જેલ બની જાય છે. જે કોલેસ્ટરોલને બાઇન્ડ કરી લે છે અને સિસ્ટમમાં તેના અવશોષણને રોકે છે. જેનાથી બ્લડ કોલેસ્ટરોલ ઓછુ થઇ જાય છે.
પ્રેગનન્સી દરમિયાન રાજમા ખાવાથી બાળકને અસ્થમાથી પણ બચાવી શકાય છે. માટે ગર્ભવતી મહિલાઓએ રાજમા ખાવા જોઈએ. આ સિવાય તેમની સ્કીનમાં પણ ગ્લો આવે છે. રાજમા શરીરમાં કોપરનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. સાંધામાં સોજો આવે છે જેના કારણે શરીરમાં કોપરની ઉણપ હોઈ શકે છે. રાજમા કોપર થી ભરપુર છે જેના કારણે સંધિવાના ઉપચાર માટે તે લાભકારી ગણી શકાય. આ ઉપરાંત, કોપર એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ હોવાનું પણ કહેવામાં આવે છે જે મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે.
આધાશીશી જેવી સમસ્યામાં પણ રાજમા ફાયદાકારક છે, અઠવાડિયામાં એક વખત આનુ સેવન કરવાથી ઘણો ફાયદો રહે છે, આમાં હાજર ફોલેટ ની માત્રા મગજની કાર્યક્ષમતા વધારે છે, જ્યારે મેગ્નેશિયમની માત્રા આધાશીશી જેવી બીમારીઓથી રાહત આપે છે. ડાયાબિટીસના દર્દી રાજમા ખાય તો તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ નથી વધતું. રાજમાનાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટીસના દર્દીમાટે ખૂબ લાભકારક રહે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.