મેથીના દાણાનો ભોજનમાં આપણે ત્યાં ઉપયોગ થતો જ આવ્યો છે. મેથી સ્વાસ્થ્ય માટે એક ઔષધિ જેવું કામ કરે છે. જો આપણે આપણી ડાયેટમાં રોજ એક ચમચી મેથીના દાણા લઈએ તો ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં ઘણા ગુનો હોય છે અને પોષક તત્વો મળે છે.
મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે ખાલી પેટે ચાવીને ખાવાથી અને પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. એમાં પ્રોટીન, વિટામિન અને પોટેશિયમ આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. તો ચાલો હવે આપણે જાણીએ પલાળેલી મેથી ખાવાથી શરીરને થતાં ફાયદાઓ વિષે વિગતવાર.
હરસની સમસ્યાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. હરસ થવા પર દર્દીને અસહ્ય દુઃખાવો થાય છે. પલાળેલા મેંથી ના દાણા તમારી સમસ્યા દૂર કરી શકે છે. હરસના ઈલાજ માટે રાત્રે પલાળેલા પલાળેલા મેથીના દાણાનું સવારે સેવન કરો. તમને ફાયદો થશે. તેમજ મેથીના બીને વાટીને હરસ પર લગાવવાથી એની પીડા માંથી મુક્તિ મળે છે.
પલાળેલા મેથીના દાણા હાડકાને લગતી સમસ્યાઓ જેવી કે સંધિવા અને સાયટિકા માં પણ ફાયદાકારક સાબિત થાય છે. એના માટે સૂંઠનો પાવડર અને પલાળેલા મેથીના દાણાનો પાવડર મિક્સ કરીને, તેના ફક્ત 1 ગ્રામનું સેવન નિયમિત કરવાથી તમને ફાયદો થશે. એને નવશેકા પાણી સાથે દિવસમાં બે વાર લેવો જોઈએ.
જો તમને વાળ ખરવાની સમસ્યા છે તો એના માટે મેથીના દાણાને પાણીમાં પલાળીને તેની ઘટ્ટ પેસ્ટ બનાવો. એ પેસ્ટને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે, અને મજબૂત પણ થાય છે. એનાથી સફેદ વાળ પણ પાછા કાળા થવા લાગે છે. ઉપરાંત સવારે નયણાં કોઠે પલાળેલા મેથીના દાણાનું સેવન કરવાથી ચહેરા પરથી ખીલ દુર થાય છે.
પલાળેલા મેથીના દાણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢીને કિડનીને હેલ્ધી રાખે છે. પલાળેલા મેથીના દાણા આપણા શરીરના એસિડ એલ્કલાઈન બેલેન્સને મેન્ટેન કરે છે. જે લોકોને એસીડીટીની તકલીફ રહેતી હોય એ લોકો જો રોજ મેથીના દાણા ખાય તો એનાથી તેમને ગેસ્ટ્રિકની સમસ્યાઓ દૂર થાય છે.
પલાળેલી મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે, જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો મેથીના દાણાને રાતે પલાળીને સવારે એનું પાણી પીવે અને દાણાને ચાવીને ખાય તો થોડા જ દિવસોમાં તેમની ચરબી ઓછી થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની બીમારીઓ પણ નથી થતી. પલાળેલા મેથીના દાણા આપણા શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવાનું કામ પણ કરે છે. એના સેવનથી પેટમાં ગેસ થવાની અને એસિડિટીની સમસ્યાથી પણ છુટકારો મળે છે અને તે આપણી કિડનીને પણ સ્વસ્થ રાખે છે.
પાઈલ્સ એક ગંભીર બીમારી છે, જેનાથી દર્દીને ખૂબ જ પરેશાની થાય છે. મેથી અને સોયા ને રાતે પલાળીને બીજા દિવસે સવારે આનો રસ પીવાથી પાઈલ્સમાં રાહત મળે છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે.
જે લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છે એમના માટે પલાળેલી મેથી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાતે સોયા અને મથીને પાણીમાં પલાળીને રાખો અને બીજા દિવસે સવારે અને સાંજે આને પાંચ ગ્રામ લેવું જોઈએ. આનાથી રક્તસંચાર ઠીક રહે છે અને બ્લડપ્રેશરમાં રાહત મળે છે.
મેથીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ કારણોસર, મેથીનું પાણી શરદી અથવા ખાંસીથી બચાવવામાં ખૂબ મદદગાર છે. મેથીનું પાણી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે અને ચેપી રોગોથી તમારું રક્ષણ કરે છે. મેથીના પાણીનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તેના નિયમિત સેવનથી કિડનીના પત્થરોમાં રાહત મળે છે.