એક નહીં પણ હજારો રોગોથી છુટકારો અપાવે છે આ મહાઔષધિ, પેશાબ માં લોહી અને આંતરડાના રોગો માટે તો છે રામબાણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

પાષાણભેદ એ એક છોડ છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં ઔષધિ તરીકે થાય છે. પાખણભેદ છાયાવાળી, બરફવાળી તથા ભેજવાળી જગ્યામાં થાય છે. બંગાળ બાજુનો પાષાણભેદ મીઠો હોય છે. પાખણભેદ ની બે જાત છે. એક રૂમી તથા બીજી જુમૈગાની. રૂમીની જડ એક વેંત જેટલી લાંબી તથા જાડી હોય છે. એ રાતી તથા ઘેરા રંગની તથા સ્વાદે કડવી હોય છે.

પાષાણભેદની દાંડી તથા મૂળિયા એક આંગળા જેટલા જાડા, પહોળા, સુંવાળા અને લગભગ ચાર ફૂટ જેટલા લાંબા અને ગાંઠવાળા હોય છે. તેનાં પાન અખરોટનાં પાન જેવાં હોય છે. તેનાં પાન લાલ તથા તેની કોર અને વચ્ચેનો ભાગ કરકરીવાળા હોય છે. તેનું ફળ  પહોળું, નાજુક તથા હલકું હોય છે. પાખણભેદ ગુણમાં શીતળ, મૂત્રલ તથા વ્રણનાશક વાતહર ગ્રાહી તથા વિષન છે.

બળતરા, પથરી, ઊનવા, પ્રમેહ વગેરે વ્યાધિઓમાં લાભ કરે છે. પાખણભેદ અડધો મિસકોલ ખાંડી તેમાં મધ નાખી ગરમ પાણીમાં નાખી પીવાથી દસ્તાનનો સ્રાવ અટકે છે. પાષાણભેદનો લેપ કરવાથી માર પછાડને, ભાંગેલા અવયવો તથા આંતરડાના સોજા તથા પેટનાં દર્દો માં ફાયદો થાય છે. એ પથરી ગાળવા માટે પણ વપરાય છે.

શરૂઆતમાં એની જડને ખાંડી પાંચ દિવસ પાણીમાં પલાળી રાખવી પછી તેને ઉકાળી જ્યારે તે ઘાટું થાય ત્યારે તે કટકા જેવું થાય ત્યારે તે ઉતારી તેને ઉપયોગમાં લઈ શકાય. ઝેરી જંતુઓના કરડ, હડકાયા કૂતરાના કરડમાં પણ તે ફાયદો કરે છે.

પાષાણભેદ, શુદ્ધ કરેલો સૂરમો, શુદ્ધ હિંગળો, જાંબુડાના ઠળિયા, બાવળનો ગુંદર, આમળાં, લીમડાંની આંતરછાલ અને હળદર એ દરેક અડધો તોલો, ભીમસેની કપૂર, બે વાલ ગળોના રસમાં ભેળવી ગોળી બનાવવી. આ ગોળી પ્રમેહ, મૂત્રપિંડ, અતિમૂત્ર, સ્ત્રીઓના શ્વેતપ્રદર-રક્તપ્રદર અતિસાર તથા મધુમેહના વ્યાધિ માટે વપરાય છે. પાષાણભેદનો ઉકાળો બનાવો અને 20 મિલીના ઉકાળાને મધ મેળવીને પીવો. તે યોનિ સ્ત્રાવ અને પેશાબની તકલીફોમાં રાહત આપે છે.

પાષાણભેદના મૂળિયાના પાવડરની 1-2 ગ્રામ માત્રા લો અને તેને મધ સાથે ખાઓ. તેના ઉપયોગથી કફ તેમજ ફેફસાંથી સંબંધિત રોગોથી રાહત મળે છે. શીલાજીત અને સાકરના મિશ્રિત દૂધ સાથે પાષાણભેદ નું ચૂર્ણ 2-4 ગ્રામ પીવાથી પિત્તાશયની પથરીની સારવારમાં મદદ મળે છે.

પાષાણભેદ, તડબૂચ, કાકડી, કસુંબીનાં બીજ અને કેસર એ તમામને સરખે વજને લઈ તેની ચટણી બનાવવી. ટીપે ટીપે મૂત્ર ઊતરતું હોય ત્યારે આ ચટણી લઈ શકાય. ઊનવા માટે પણ એ વપરાય છે. પાષાણભેદ એક તોલો, કબાબ ચીની દસ તોલા, સોના મુખી અડધો તોલો, એલચી દાણા પા તોલો અને સૂરોખાર પોણો તોલો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પેશાબની બળતરા, પેશાબમાં પડતું લોહી તથા પ્રમેહ વગેરેમાં વપરાય છે.

મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે પાષાણભેદના તાજા મૂળ અને પાંદડા ચાવો. તે મોઢાના ચાંદા ઝડપથી મટાડે છે. પાષાણભેદના પાંદડાના રસના એક-બે ટીપા કાનમાં નાખવાથી દુખાવામાં ઝડપથી રાહત મળે છે. પાષાણભેદના પાનને પીસીને આંખોની બહાર લગાવો. તેનો ઉપયોગ કરવાથી આંખોમાં બળતરા અને વહેતા પાણીની સમસ્યા માં રાહત મળે છે .

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here