ખનીજ અને પોષક તત્વોથી ભરપૂર આ શાકભાજીથી ક્યારેય નહીં થાય લોહીની ઉણપ અને પાચનના રોગ, અઠવાડિયામાં માત્ર 1 વાર કરો સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક ડોક્ટર લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપે છે. લીલા શાકભાજીમાં તમામ પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. પાલકને પહેલા લીલા શાકભાજીના નામે યાદ કરવામાં આવે છે. સ્વાદ સિવાય પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. પાલક મોટેભાગે ઠંડીની ઋતુમાં આવે છે, અને શિયાળામાં તેને ખાવાના ફાયદા પણ ઘણા છે.

૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ ટકા કેલરી હોય છે. તેમાં ૨ ટકા પ્રોટીન, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ, ૯૨ ટકા પાણી, ૦.૭ ટકા ચરબી, ૦.૬ ટકા રેસા, ૦.૭ ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.

ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલક ઉત્તમ છે ગર્ભવતી મહિલા માટે જરૂરી પોષક તત્વો ફોલિક એસિડ પાલકમાંથી વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેમ જ પાલકમાં રહેલું કેલ્શિયમ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ઉપયોગી છે. પાલક સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ઉત્તમ આહાર છે.

મહિલાઓ માટે તેમના આભૂષણ સમાન વાળ માટે પણ પાલક શ્રેષ્ઠ છે.મહિલાઓ વાળની વિશેષ સંભાળ રાખતી હોય છે. પાલક માં રહેલા પ્રોટીન ઉપરાંત અન્ય પોષક તત્વો વાળને જરૂરી પોષણ પૂરું પાડી મજબૂત બનાવે છે. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે.પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.

પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે.પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે.ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.

પાલક આંખોની રોશની વધારવા મદદગાર છે. જે લોકોને ઓછું દેખાતું હોય તે લોકો માટે પાલક અમૃતથી ઓછું નથી. પાલક ખાવાથી આંખો પર સારી અસર પડે છે અને આંખોની રોશની સારી થઈ જાય છે તેથી સારી આંખ માટે પાલકનું સેવન કરવું જોઈએ.

પાલક હાડકા માટે ખૂબ જ લાભદાયક હોય છે. પાલકનું સેવન કરવાથી હાડકા મજબુત રહે છે. પાલકની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ હોય છે અને તે ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી નથી રહેતી. કેલ્શિયમની કમી ના લીધે જ હાડકામાં કમજોરી આવે છે અને સરળતાથી તે તૂટી જાય છે. તેથી હાડકાને મજબૂત બનાવવા માટે પાલકનું સેવન જરૂર કરવું જોઈએ.

વધુ બ્લડ પ્રેશર હોય તો પાલકનું સેવન કરવું જોઈએ. પાલક ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. પાલકમાં નાઇટ્રેટ હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરે છે તેથી જે લોકો નિયમિત રૂપે પાલક થાય છે તેને બ્લડ પ્રેશર થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

પાલક પેટ માટે લાભદાયક છે પાલક ખાવાથી પેટ એકદમ દુરસ્ત રહે છે. પાલકનું સેવન કરવાથી અગ્ન્યાશય અને પિત્તાશય સારી રીતે કાર્ય કરે છે. પાલક માં વિટામિન પણ ભરપૂર હોય છે. જેમકે તેમાં વિટામિન c હોવાથી ક્ષય થવાથી પણ બચી શકાય છે. પાલક છોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કે પાલક ની પેસ્ટ લાગવાથી સ્કિન માં નિખાર આવે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top