ઓનલાઇન શિક્ષણ ? ? ?

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતમાં શાળા કોલેજ સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ પોતાનું શૈક્ષણિક સત્ર પૂરું કરે એ પહેલાં જ કોરોના સંકટને પગલે ૨૪ માર્ચથી બંધ કરી દેવાઈ. લોકડાઉનના એ સમયમાં ઓનલાઇન શિક્ષણ દ્વારા સત્ર પૂરું કરવાનો પ્રયાસ કરાયો. કેટલીય શિક્ષણ સંસ્થાનોમાં વર્ગો ચાલુ હતા અને પરીક્ષા લંબાઈ ગઈ.

પ્રાથમિક અને માધ્યમિક વર્ગો ઓનલાઇન ચલાવવા માટે ઝૂમ જેવા વિવાદાસ્પદ લેબ પ્લેટફોર્મનો સહારો લેવાયો. ક્યાંક ગૂગલ, તો ક્યાંક સ્કાઇપ દ્વારા અભ્યાસ કરાવાયો. ક્યાંક યૂ-ટયૂબ પર ઓનલાઇન સામગ્રી તૈયાર કરાઈ, તો ક્યાંક લેક્ચર અને વર્ગખંડ શિક્ષણના વીડિયો તૈયાર કરીને ઓનલાઇન પોસ્ટ કરાયા અને વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાં મોકલવામાં આવ્યા.

પરંતુ મહદઅંશે સંસ્થાઓ ઓનલાઇન પરીક્ષા માટે તૈયાર નથી. જાણકારોનું કહેવું છે કે આઇઆઇટી જેવી સંસ્થાઓ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લઈ શકે છે.વાસ્તવિક દુનિયામાં કોવિડની દહેશત, બચાવ અને અપૂરતી સુવિધાઓની વચ્ચે વર્ચ્યુઅલ દુનિયામાં એક ખામોશ ગરમાટો જોવા મળ્યો.

ઘર ક્વોરન્ટાઇન જ નહીં પણ ઓનલાઇન કામકાજ અને ઓનલાઇન અભ્યાસ માટેનું સ્થળ બની ગયું. આ સ્થિતિ લગભગ દોઢ મહિનાથી ચાલી રહી હતી, તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ ઉનાળું વેકેશન જાહેર કરી દીધું અને કેટલીક સંસ્થાઓમાં થોડ દિવસોમાં જ વેકેશન પડી જશે, તો ઓનલાઇન શિક્ષણની ગતિ ધીમી પડી છે.

પરંતુ આ આખા અનુભવે ભવિષ્યના શિક્ષણની પદ્ધતિમાં જ ફેરફારના સંકત આપ્યા નથી, પણ સાથે સાથે માર્ગ પણ તૈયાર કરી દીધો છે.ઓનલાઇન શિક્ષણની મજબૂરી અને આકર્ષણની વચ્ચે એ જાણવું જરૂરી છે કે શું સંખ્યાના આધારે ખરેખર દેશ તેના માટે તૈયાર છે ?

એક અભ્યાસ મુજબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓવાળા એવા ફ્ક્ત ૧૨.૫ ટકા પરિવાર જ એવા છે, જેમના ઘરોમાં ઇન્ટરનેટ છે. ભારતીય સ્ટેટેટિક્સ પંચમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અભિરૂપ મુખોપાધ્યાયે રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સંગઠનના આંકડાના આધારે પોતાના એક લેખમાં જણાવ્યું કે યુનિવર્સિટીઓમાં ભણતા ૮૫ ટકા શહેરી વિદ્યાર્થીઓની પાસે ઇન્ટરનેટ છે, પરંતુ તેમાંથી ફ્ક્ત ૪૧ ટકા પાસે ઘરે ઇન્ટરનેટ છે.

બીજી તરફ ૫૫ ટકા ઉચ્ચ શિક્ષણના ગ્રામીણ વિદ્યાર્થીઓમાંથી ફ્ક્ત ૨૮ ટકા વિદ્યાર્થીઓ પાસે જ પોતાના ઘરે ઇન્ટરનેટ છે. રાજ્યવાર પણ તફાવત જોવા મળે છે. કેરળમાં ૫૧ ટકા ગ્રામીણ પરિવારોમાં ઇન્ટરનેટ છે, પરંતુ ફ્ક્ત ૨૩ ટકા લોકો પાસે જ ઘરમાં ઇન્ટરનેટ છે. પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં તો સાતથી આઠ ટકા ગ્રામીણ પરિવારોમાં જ ઇન્ટરનેટ છે.

શિક્ષણ જગતમાં આ મુદ્દે ચર્ચા છે કે ઓનલાઇન સંકેત શું ભવિષ્યમાં વધુમાં વધુ બાળકોને ઉચ્ચ સ્તરનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની સંભાવના આપશે ? કેમકે વાત ફ્ક્ત ઇન્ટરનેટ અને અભ્યાસની નથી, વાત એ વિકરાળ ડિજિટલ વિભાજનની છે, જે આ દેશમાં અમીરો અને ગરીબોમાં દેખાય છે.

કેપીએમજીના ઉપરોક્ટ આંકડાને જ પલટાવીને જોઈએ તો ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. ઓનલાઇન ક્લાસની ટેક્નિક જરૂરિયાત અને સમયની માગ ઉપરાંત એક સવાલ શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે અને સહપાથીઓ વચ્ચેના પારસ્પરિક લગાવ અને સામાજિક જોડાણનો પણ છે.

વર્ગખંડમાં શિક્ષક સંવાદ અને સંચારના અન્ય માનવીય અને ભૌતિક સાધનોનો પણ ઉપયોગ કરી શકે છે. પરંતુ ઓનલાઇનમાં એવું કરવું સંભવ નથી. બધાની સાથે એક લગાવ જાળવી રાખવું વર્ચ્યુઅલ કલાસરૂમનું સૌથી મોટું નકારાત્મક પાસું છે. બીજી તરફ શહેરોમાં ઝૂમ નામની એપ દ્વારા થતા અભ્યાસ દરમિયાન ટેક્નિકલ સમસ્યાઓ ઉપરાંત પ્રાઇવસી અને શાલીનતાને જોખમ જેવા મુદ્દાઓ પણ પેદા થયા છે.

કેટલીક બીજી બાબતો પણ જોવા મળી છે, સોશિયલ મીડિયા નેટવર્કિંગમાં એમ તો અજ્ઞાત રહી શકાય, પરંતુ ઓનલાઇન શિક્ષણ માટે પ્રમાણિત ઉપસ્થિતિ, ધૈર્ય અ અનુસાશન પણ જોઈએ. સ્વાભાવિક છે કે આ નવો અનુભવ વિશેષ તાલીમની માગ કરે છે.

ભારતીય પરિવારો માટે શૈક્ષણિક સામગ્રીની પહોંચ વધારવાની દિશામાં એક વિશાળ અને અભૂતપૂર્વ પગલું છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેમની પાસે વપરાશ માટે હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન અને ઉપકરણો ઉપલબ્ધ નથી.

રસપ્રદ વાત એ છે કે તે માતાપિતા અથવા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ આ પરિવર્તન તરફ દોરી રહ્યા છે જે રોગચાળા પહેલાના સમયમાં, પરંપરાગત રીતે શિક્ષકો ક્યારેય ઓનલાઇન શીખવતા નહીં.હવે, તેઓ ઓનલાઇન શિક્ષણના મોડમાં ગયા છે અને તેનાથી થતા ફાયદા શોધી કાઢ્યા છે અને આ પદ્ધતિએ શિક્ષણને વધુ ટકાઉ બનાવ્યું છે.

વર્તમાન કટોકટી દરમિયાન શિક્ષકોને પણ આ નવીનતા તરફ પહેલ કરવાની ફરજ પડી છે. આ સતત ઇનોવેશનથી આપણે આપણા બાળકોને રોગચાળા પછીના યુગમાં પણ શિક્ષણ આપવા ના ઢાચામાં કાયમી ફેરફાર સ્વીકાર કરવો પડશે.

બાળકો સામાજીકરણ ગુમાવી રહ્યા છે એટલે કે એ લોકો સાથે હળવું મળવું જે તમારા પરિવાર ભાગ નથી અને તેમની સાથે અભ્યાસ કરવો

ટેકનોલોજીની આ નવી પહેલ દ્વારા અભ્યાસની સામગ્રીની સરળ એક્સેસ જોતાં, શાળાની આવશ્યકતા મુખ્યત્વે શૈક્ષણિક નથી, પરંતુ સામાજિકીકરણને પ્રોત્સાહન આપવા અને શિક્ષણને સક્ષમ કરવા માટે છે.

જોકે મહત્વની વાત એ છે કે આપણે શિક્ષણમાં શીખવવાની રીત ઓટીટી પ્લેટફોર્મ કે પછી પેઈડ એપ્લિકેશનની જેમ ફરીથી મોઘી ના બનાવીયે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top