શરદી-ઉધરસ અને ગળાના દુખાવામાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં મુજબ નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી, ઉધરસ અને કફની તકલીફને દુર કરી શકાય છે. કોરોનાની આ મહામારીમાં સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ લોકોને ડર લાગે છે.  આ પરિસ્થિતિમાં તબીબો પણ આ નાસ લેવાની સલાહ આપી રહ્યા છે. સામાન્ય રીતે શરદીમાં નાક બંધ થઇ જાય છે અને શરીરમાં કફ જામી જાય છે. શરદી અને કફથી છુટકારો મેળવવા માટે નાસ અથવા સ્ટીમ ઉત્તમ ઘરેલું ઉપાય છે. તો ચાલો આજે આપણે જાણીએ નસ લેવાથી થતાં ફાયદાઓ વિશે.

ખાંસીની સમસ્યામાં અજમો કે ફુદીનાનો નાસ લેવો ફાયદા કારક છે. અજમો કે ફુદીનાના પાનાને ગરમ પાણીમાં નાખીને નાસ લેવાથી ખાંસી, ગાળામાં બળતરા જેવી સમસ્યામાં લાભ થાય છે. અસ્થમા જેવી સમસ્યામાં નાસ લેવાથી ફાયદો થાય છે. આ બીમારીમાં તબીબો પણ નાસ લેવાની સલાહ આપે છે. અસ્થમાના દર્દીએ નાસ લેવાથી શ્વાસમાં રાહત મળી શકે છે.

શરદી-ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં નાસ લેવો એક રામબાણ ઉપાય છે. નાસ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતો કફ પણ સરળતાથી નિકળી જાય છે. શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેવી પરિસ્થિતિમાં નાસ લો. નાસ લેવાથી નાકના બંધ છીદ્રો ખુલી જશે સાથે શરદીમાં પણ રાહત થશે

ચહેરા પરના ખીલને દુર કરવા નાસ લઇ શકો છો, નાસ લેવાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી સરળતાથી નીકળી જાય છે અને સ્કીન સાફ થઇ જાય છે, અને ખીલની સમસ્યામાં ફાયદો થાય છે. નાસ લેવાથી પરસેવો નીકળવા લાગે છે અને સ્કીનના પોર્સ ખુલી જાય છે તથા સ્કીનમાં રહેલા ડેડ સેલ અને ટોક્સીન બહાર નીકળવામાં મદદ કરે છે.

ચેહરાની પ્રાકૃતિક ચમક લાવવા માટે અને ચેહરાને ચમકતો કરવા માટે નાસ લેવો ઉપયોગી છે, સામાન્ય રીતે આપણે ચેહરા પર ફેસીઅલ કરાવ્યા બાદ સ્ટીમ લઈએ છીએ, જેનાથી ત્વચાની ગંદગી દુર થાય છે અને ત્વચાની સફાઈ થાય છે જેનાથી ચેહરાની પ્રાકૃતિક ચમક વધે છે. ચેહરા પરની ડેડ સ્કીન હટાવવા અને કરચલીઓ ઓછી કરવવા સ્ટીમ ઉપયોગી થાય છે.

વરાળ ને લીધે લોહી નું પરિભ્રમણ થાય છે એટલે શરદી થઈ હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે. વાઇરસ સામે નાસની વરાળ લડી શકે છે. નાકના છિદ્રો ખુલતા માથાનો દુખાવો પણ ઘટી જાય છે. નાસને લીધે મોટે ભાગે સામાન્ય શરદી ચાલી જાય છે. કફ છૂટો પડી જાય છે. નાક બંધ હોઈ તો 10 મિનિટ માં જ કફ છૂટો પડી જાય છે અને નાક ખુલી જાય છે અને રાહત મળે છે.

ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ (ગરમ વરાળ) લેવો છે. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા કચરાને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે. આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ફેફસા ને લગતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top