ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, શ્વાસ, ગેસ, એસીડીટી અને ડાયાબિટીસ માટે તો છે દવા કરતાં વધુ ફાયદાકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુજરાતમાં નાગલી તરીકે ઓળખાતું ધાન વિદેશોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. નાગલી પોષક તત્વોથી ભરપુર ધાન્ય પાક છે. તેના દાણા માં પ્રોટીન, ખનીજ તત્વો અને વિટામિન નું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હ્રદય રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે.

હવે અમે તમને જણાવીશું નાગલીથી આપણા શરીરને મળતા લાભો. નાગલીમાં ચરબીનું પ્રમાણ નહિવત હોય છે તથા મોટેભાગે અનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે પચવામાં હલકું છે. નાગલીમાં રહેલા રેસાને કારણે ભૂખ લાગતી નથી. જેને કારણે ખોરાક ઓછો ખવાય છે. રોજિંદા આહારમાં નાગલીનો ઉપયોગ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળે છે.

વાળને પ્રોટીની ખુબ જ જરૂર રહે છે, કારણ કે વાળ પ્રોટીનથી બનેલા હોય છે. નાગલી પ્રોટીનથી ભરપૂર છે અને વાળને ખરવાથી રોકવામાં મદદ કરે છે, તે વધારે વાળ ખરવાની સમસ્યાથી પીડિત લોકો માટે લાભકારી છે. પ્રોટીનની ઉણપથી વાળ ખરે  છે માટે નાગલીનું સેવન કરવાથી વાળને મજબુત કરી શકાય છે.

નાગલીમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ અને એમીનો એસિડ શરીર અને મગજને સ્વસ્થ બનાવવમાં મદદ કરે છે, તેના નિયમિત સેવનથી ચિંતા, તણાવ અને ડિપ્રેશન દૂર રહે છે. આ સિવાય તે માથાનો દુખાવો, આધાશીશી અને થાક અને ઊંઘ ન આવવાની સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.

નાગલીનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો શ્વાસના રોગમાં ખૂબ જ લાભ થાય છે. તેનાથી બનાવવામાં આવેલા ચૂર્ણ અને ગોળી નું સેવન કરવાથી શ્વાસ ની બીમારી મટી જાય છે. શરદી જેવી પરેશાનીઓમાં નાગલીનો ઉપયોગ ખુબ જ લાભ પહોચાડે છે. તેના માટે નાગલીનો ઉકાળો બનાવીને સેવન કરવામાં આવે છે. આ સાથે જ તેના ઉકાળાથી કોગળા કરવાથી લોહી તથા પિત્તની શરદી અને કફની સમસ્યાથી લાભ થાય છે.

નાગલીમાં રહેલા ફાયટોકેમિકલ્સ પાચન પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. અને ડાયાબિટીસની સ્થિતિમાં લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એવું જાણવા મળ્યું છે કે નાગલી આધારિત આહાર ડાયાબિટીસમાં મદદ કરે છે કારણ કે તેમાં ચોખા અને ઘઉં કરતાં વધુ ફાયબર હોય છે.

ઘણા લોકોને કબજિયાતની તકલીફ રહે છે. ખાસ કરીને કબજિયાત એવી બીમારી છે છે ઘણા રોગોનું મૂળ બને છે. આ રોગથી બચવા માટે નાગલીનું નિયમિત સેવન કરવામાં આવે તો લીવર સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે, જેના લીધે ગેસ, એસીડીટી અને કબજિયાત વગેરે જેવી સમસ્યાઓમાં આરામ મળે છે.

નાગલીનો ઉપયોગ શરીરમાં આયર્નની પુરતી માટે કરી શકો છો. તેનો ઉપયોગ લોટના રૂપમાં, અંકુરિત કરીને અને અન્ય ડીશ ના રૂપમાં કરી શકો છો. નાગલી પ્રાકૃતિક આયર્નનો એક અદ્ભુત સ્ત્રોત છે અને તેનો આ પ્રકારે ઉપયોગ કરવાથી એનીમિયા દર્દીઓ માટે અને ઓછા હિમોગ્લોબીનના સ્તર વાળા લોકો માટે વરદાન સાબિત થાય છે.

નાગલીને આહારનો હિસ્સો બનાવવાથી પાચનતંત્ર ઠીક રાખે છે, ખાસ કરીને રાગીમાં આવેલા એલ્કલાઈન તત્વ ભોજનને જલ્દી પચાવવામાં મદદ કરે છે, જેના લીધે પેટ ખરાબ થવું જેવી ઘણી પેટ સાથે જોડાયેલી બીમારીઓ મટે છે. મહુડો, હાઉબેર, નીલકમળ તથા નાગલીના ચૂર્ણને ઘી તથા મધ સાથે સેવન કરવાથી ઉલટી રોકાઈ જાય છે. આ ઈલાજમાં તે ઉલટીને રોકવામાં આ તમામ ઔષધિઓના ગુણો ઉપયોગી છે.

નગલીમાં આવેલા એન્ટી એન્જીંગ ગુણ ચામડીને સમય પહેલા દેખાતા વૃધત્વના લક્ષણોને ઘટાડે છે. ચામડી માટે પણ નાગલી ખુબજ ઉપયોગી છે. ખાસ કરીને નાગલીમાં આવેલા ફેરલીક એસિડ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના કારણે ચામડીને થતાં  નુકસાન થી બચાવે છે. ઝાડા રોકવા માટે નાગલી ઉપયોગી છે.

જે મહિલાઓ બાળકને સ્તનપાન કરાવે છે તેને આહારમાં નાગલીનું સેવન કરવું જોઈએ. નાગલી લીલી હોય છે ત્યારે તેનો ઉપયોગ સેવનમાં કરવાથી સ્ત્રીઓમાં દૂધનું પ્રમાણ વધે છે. કારણ કે નાગલીમાં જરૂરી એમીનો એસિડ, લોહતત્વ અને કેલ્શિયમ હોય છે જે બાળક અને મહિલા માટે જરૂરી હોય છે.

નાગલીમાં આવેલા તત્વ હાડકાને કમજોર થતા રોકે છે અને તેને સ્વસ્થ અને મજબુત બનાવી રાખે છે. આના લીધે નાગલીના સેવનથી હાડકા ના વાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે. તમે જો વાના રોગથી પીડિત છો તો નાગલીનુ સેવન કરવાથી વાની તકલીફ મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top