આ છે આયુર્વેદનું મહાઔષધ, માત્ર થોડા જ દિવસમાં 100થી પણ વધુ રોગોનો કરે છે જડમૂળથી સફાયો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આયુર્વેદમાં ગળો ઉત્તમ ઔષધ ગણાય છે. ગળોની વેલ અમૃત સમાન ગુણકારી ગણાય છે. એને અમૃતા પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને ઝેરની મહાન ઔષધી માનવામાં આવે છે. જેમાં લીમડા ઉપર થયેલી ગળોને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે.

ગળોમાં કોપર, કેલ્શિયમ, જસત, મેંગેનીઝ, એન્ટી-પાયરેટીક, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા ગુણ રહેલા હોય છે. જે ઘણા પ્રકારની આરોગ્ય સમસ્યાઓ જેવી કે પેટનું ફૂલવું, દુઃખાવો, પાચન સંબંધિત સમસ્યાઓ, લોહી શુદ્ધિકરણ વગેરેથી રાહત અપાવે છે અને આપણને બીજા અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. ચાલો હવે આપણે જાણીએ ગળોથી આપણાં શરીરને થતાં લાભો વિશે.

કમળામાં ગળોનું સેવન ફાયદાકારક હોય છે. આ રોગમાં ગળોનાં પાન સુકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરનું સેવન કરવાથી કમળો દુર કરવામાં મદદ મળે છે. તે ઉપરાંત ગળોના 20-30 પાંદડા લઈને ક્રશ કરી લો. એક ગ્લાસ તાજી છાશ લઇને પેસ્ટને તેમાં મિક્સ કરી લો. બંનેને એક સાથે ગાળ્યા પછી તેનું સેવન કરો.

ગળોમાં ઔષધિય ગુણમાં પાચન સંબંધિત સમસ્યા દુર કરવાના ગુણ હોય છે જેથી ઝાડા અને મરડો તેમજ કબજિયાતની સમસ્યામાંથી દુર કરવામાં મદદ કરે છે. આ કારણે માનવામાં આવે છે કે પાચનતંત્રને મજબુત કરવા માટે ગળો ખુબ જ ઉપયોગી છે.

અસ્થમાની સમસ્યાથી છુટકારો મેળવવા ગળો ખુબ જ ફાયદાકારક છે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય ગળો કરે છે જેના લીધે શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે જેના લીધે અસ્થમાના લક્ષણોને ઓછા કરવાની ક્ષમતા પણ વધે છે. ગળોનું જ્યુસ મધ સાથે ભેળવીને પીવાથી અસ્થમામાં રાહત રહે છે.

ગળોનો ઉપયોગ આંખોની સમસ્યાઓ પણ દૂર કરે છે. તેના ઉપયોગને કારણે આપણી આંખોની દૃષ્ટિ વધે છે, જેના કારણે આપણે ચશ્મા વગર સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તેના માટે ગળોને પાણીમાં નાખીને ઉકાળવામાં આવે છે, પછી તે પાણીને ઠંડુ કરીને પોતાની આંખોના પોપચા ઉપર લગાવે છે. જેથી આંખોને લગતી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

પાચન સંબંધી સમસ્યામાં ગળો અપચો પણ દુર કરે છે. પાચન સંબંધી સમસ્યામાં કબજિયાત, એસીડીટી અને અપચો વગેરેથી પરેશાન વ્યક્તિ ગળોના સેવન દ્વારા આ સમસ્યાઓને દુર કરી શકે છે. ગળોનો ઉકાળો, પેટની ઘણી બીમારીઓ દુર રાખે છે. આ સમસ્યાના નિરાકરણ માટે દરરોજ અડધી ચમચી ગળોનું ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી કબજિયાત, અપચો અને એસીડીટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

ગળો સુગર ઓછું કરવાના ગુણ ધરાવે છે જેથી ડાયાબીટીસના રોગમાં ગળો ખુબ જ લાભકારી અને ગળોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડવાના ગુણના લીધે શરીરમાં ઈન્સ્યુલિનની સક્રિયતા વધે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં આવે છે જેથી ડાયાબીટીસથી છુટકારો  મેળવવા ગળો ખુબ લાભકારી છે.

ગળો ટીબીના દર્દીની સમસ્યામાંથી રાહત અપાવવા ખુબ જ ઉપયોગી છે. આ માટે આ ઔષધી બનાવવા માટે તેનો ઉકાળો બનાવવાની જરૂર રહે છે. તેમાં અશ્વગંધા, ગળો, શતાવરી, દશમૂળી, બલામૂળ, અરડુંચી, પોહકરમૂળ આને અતિસ બધાને સરખા પ્રમાણમાં લઈને ઉકાળો બનાવીને 20 થી 30 મિલી ઉકાળો સવાર અને સાંજ પીવાથી ટીબી મટે છે. આ ઉકાળો દૂધ સાથે પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

ગળોનો રસ પીવાથી લોહી સંબંધી બીમારી દુર થાય છે. ગળો લોહીને સાફ કરે છે. જેના લીધે લોહી શુદ્ધ થાય છે જેનાથી ચામડીના રોગો મટે છે. સાથે ગળોના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેથી ફૂગ અને જીવાણુંના લીધે તથા રોગો પણ નાશ પામે છે. ગળોના પાંદડાને હળદર સાથે વાટીને ધાધરવાળા ભાગ પર લગાવવાથી અને મધ સાથે ગળોનો રસ પીવાથી ધાધર મટે છે.

ગળોના 10 થી 20 મિલી રસમાં 2 ગ્રામ પાષણભેદ ચૂર્ણ આને 1 ચમચી મધ ભેળવીને દિવસમાં 4 થી 5 વખત પીવાથી પથરી મટે છે. ખીલ અને ફોલ્લીઓથી પરેશાન વ્યક્તિએ ગળોને વાટીને ચોપડવાથી ખીલ અને ફોલ્લીઓ તેમજ ચાંદાઓ અને ગુમડા મટે છે. ગળોના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગુમડા મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here