આ ચમત્કારી પાનથી વાયુ અને શ્વાસના રોગ એક જાટકે ગાયબ, દવા કરતાં 100 ગણું વધુ અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ શ્વાસ અને ઉધરસની સમસ્યા ખૂબ વધી જાય છે. ઘણી વખત બોવ દવા લેવાથી પણ ઉધરસ મટતી નથી. પરંતુ આજે અમે એક એવી દેશી દવા લઈને આવ્યા છીએ જેણેથી માત્ર થોડા સમયમાં જ ઉધરસથી છુટકારો મળી જશે. આ માટે નો બેસ્ટ દેશી ઈલાજ છે નાગરવેલ. ઘરમાં પૂજાથી લઈને મુખવાસ તરીકે ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક છે. ગેસ્ટ્રિક અલ્સરને પણ આ પાનથી ફેર પડે છે. આ સિવાય પાનના બીજા અન્ય ફાયદા પણ છે.

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે શરીરમાં બેક્ટેરિયાને વધતાં અટકાવે છે. જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા એનાલજેસિક (દુખાવો દૂર કરનારો) ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે.  માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે.

નાગરવેલનું પાન વાયુ હરનાર છે. પાનનો રસ વાયુનું શમન કરે છે. નાગરવેલનું પાન શ્વાસનળીનો સોજો અને કફને મટાડે છે. નાગરવેલના કોરા પાનમાં એક બે લવિંગ અને ઈજમેટના ફૂલની એક નાની કટકી નાખીને ખાવાથી ગમેતેવી ભારે ઉધરસ મટે છે.

નાગરવેલનાં પાન નાં મુળિયા બઝારમાં વહેચાય છે જે તીખા, સ્વરશોધક અને કફ ને ઉખેડીને શરીર માંથી બહાર કાઢનાર છે. જો તમારો અવાજ બેસી ગયો હોય તો અચૂક પાન ખાવું જોઈએ તેનાથી અવાજ ઉઘડી જાય છે. પાનના પત્તામાં કાળા મરીના બે દાણા સાથે ખાવ તો આઠ સપ્તાહમાં વજન ઘટે છે. કાળા મરી શરીરમાંથી મૂત્ર અને પરસેવો કાઢે છે. તેનાથી શરીરમાં વધારાનું પાણી અને ગંદકી નીકળી જાય છે.

નાગરવેલના પાનના રસમાં મધ ભેળવીને ચાટવાથી અપાનવાયુ છૂટ થઈ નાના બાળકોને આફરો તથા અપચો મટે છે. નાના બાળકને શરદી કે ઉધરસ થઈ હોય ત્યારે નાગરવેલના પાનમાં સહેજ એરંડીયુ લગાવી તાવડી પર ગરમ કરી બાળકની છાતી પર, પીઠ પર અને માથા પર રાતભર લગાવી રાખવાથી કફ છૂટો પડે છે.

Scroll to Top