સોના કરતાં પણ વધુ કીમતી છે આ વસ્તુ, વગર ઓપરેશનએ આંખના નંબર અને નિઃસંતાન પણું કરી દેશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણાં પૂર્વજોએ રોંગોથી મુક્તિ મેળવવા માટે જંગલી જડ઼ીબૂટ્ટીઓનો, રહેણીકરણી અને અન્‍ય પદાર્થોને આરોગ્‍યાર્થ સ્‍વરૂપમાં સ્‍વીકાર કર્યો. આ બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક દવાઓ જણાવવામાં આવી છે આજે અમે એમાંથી એક ખાસ દવા વિષે માહિતી લઈને આવ્યા છીએ.

આ ઔષધિનું નામ છે ‘ડોડી’. ‘શાકશ્રેષ્ઠા’ ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. પ્રાચીનકાળમાં  શાક બનાવવમાં ડોડીનો ઉપયોગ થતો હતો.  ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે.  તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે.

મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકાની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રીઓના કોઠાની ગરમી દૂર કરે છે. ડોડીના ફળને ડોડાં (સુડિયાં) કહે છે.

પરંતુ આજે અમે ખાસ આ ઔષધિને આંખના નંબર દૂર કઈ રીતે કરવા તેના માટે જણાવવા જઈ રાય છીએ. આંખના નંબર માટેની આ અકસીર દવા છે. તેના પાનનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો થોડા સમયમાં જ આંખના  નંબર જતા રહે છે દરરોજ સવારે 3-4 પાન ખાવા જોઈએ. તેના સુડીયા અને પાન ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેથી દરેકને ખાવા ગમશે.તેની કુણી ડાળીઓ(દાંડલીઓ)ખાવાની પણ મજા આવે છે.

ડોડીનાં મૂળનો કલ્ક એક શેર, ડોડીનાં મૂળ તથા શતાવરીનો ક્વાથ સોળ શેર અને ગાયનું ઘી ચાર શેર, એકત્ર કરી મંદાગ્નિ પર ઘી સિદ્ધ કરવું. એ ઘીમાંથી અક એક તોલો સવાર-સાંજ ખાવાથી ક્ષય, ઉરઃક્ષત, દાહ, પુત્રપ્રાપ્તિ, દ્દષ્ટિની મંદતા અને રક્તપફત્ત મટે છે.

ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું અટે છે. અર્શવાળાને પણ તેની ભાજી પથ્ય છે. ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી અગ્નિદીપન થાય છે, તેમ જ રસાયન જેવો ગુણ આપે છે અને નેત્રને ઠંડક પણ આપે છે.

બજારમાં ડોડાં ભાગ્યે જ વેચાતાં મળે છે. એટલે મુખ્યત્વે ગામડાંના લોકો જ તેનું શાક ખાય છે. ડોડીના કૂંણાં પાનની દહીં કે છાશ મેળવીને ભાજી પણ બનાવાય છે અને તે ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઉનાળામાં ડોડીના પાનની ભાજી ખાસ ખાવા જેવી છે. ડોડીના પાનની ભાજી ખાવાથી આંખોનું તેજ વધે છે.
ડોડી કે મીઠી ખરખોડી ઠંડી, મધુર, સ્નિગ્ધ, ત્રણે દોષને હણનાર રસાયનરૂપ, બળ આપનાર, નેત્રને હિતકારી, ઝાડાને રોકનાર, પુષ્ટિ આપનાર તે પચવામાં હળવી છે. વીર્યને વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકી હોઈ પિત્ત, કફ, અર્શ, કૃમિ ગોળો તથા વિષ રોગને મટાડનાર છે.
Scroll to Top