રાત્રે મોડે સુધી ઊંઘ ના આવતી હોય તો ખાઈ લ્યો આ એક વસ્તુ, 5 જ મિનિટમાં આવી જશે ઘસઘસાટ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ મોટાભાગના લોકો અનિંદ્રાથી પીડાય રહ્યા છે. તેનું મુખ્ય કારણ છે ચિંતા, તણાવ અને આળસ. ઘણા લોકો  તો અનિંદ્રાથી એટલા પરેશાન હોય છે કે દવા પણ લે છે. અને આ દવાની ઘણી વખત આડઅસર પણ થાય છે. તેથી જ આજે અમે આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ. એ પણ કોઈપણ પ્રકારની દવા વગર.

તણાવ અને ગભરામણ એક મોટુ કારણ છે. કામનુ દબાણ, પૈસાની ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા કે નોકરી છુટી જવાથી તણાવની સ્થિતિ ઉભી થાય છે. તે અનિંદ્રાનુ કારણ બને છે. આ ઉપરાંત ડિપ્રેશન કે ગભરામણથી પરેશાન અને કોઇ મનોરોગથી પિડાતા લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

અનિંદ્રાનુ એક કારણ મોબાઇલ અને કોમ્પ્યુટરનો ઘણા કલાકો સુધી પ્રયોગ કરવો તે પણ છે. તેનાથી આંખોમાં બળતરા  અને આંખો લાલ થવી જેવી સ્થિતિ ઉભી થાય છે. તે ઉંઘમા વિક્ષેપ ઉભો કરે છે. અહી અમે એકઠી વધારે ઈલાજ જણાવી રહ્યા છીએ તમારે આ દરેક ઈલાજ સાથે કરવો નહીં જે અનુકૂળ આવતો હોય તે એક જ શરૂ કરવો.

ઘણાં લોકો રાતના સમયે પોતાની ઉંઘ પૂરી નથી કરી શકતા. તો તે દિવસમાં તક મળતા જ એક નાની ઝપકી લેવા લાગે છે. થોડા સમય માટે ઝપકી લેવી ઠીક છે અને તે દિવસમાં 2થી 3 ના સમયગાળા વચ્ચે જ. પરંતુ જો તમે બપોરે લાંબા સમય સુધી ઝપકી લો છો તો સ્વાભાવિક છે કે રાત્રે તમારી ઉંઘનું ટાઈમટેબલ બગડી જશે. તબીબોનું માનીએ તોઆયુર્વેદ પ્રમાણે દિવસમાં 15થી 20 મિનિટથી વધુની ઝપકી ન લો.

કુમળા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે. જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી ઊંઘ જલ્દી આવે છે. ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સારી  આવે છે.

યોગ એક્સસાઈઝ માત્ર તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નથી થતી પરંતુ રાત્રે તમને સારી ઉંઘ પણ અપાવે છે યોગ કરવાથી તમે શ્વાસના માધ્યમથી શરીરના તમામ અંગથી જોડાઈ જાઓ છો. તેનાથી અનિંદ્રા, તણાવ અને બેચેનીથી છૂટકારો મળે છે. અને ઉંઘથી જોડાયેલી અન્ય સમસ્યાઓ દૂર થઈ જાય છે.

અશ્વગંધા એક ઔષધીય વનસ્પતિ છે. તેનો ઉપયોગ અનેક રોગોના ઈલાજ માટે કરવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તણાવ, ચિંતા અને સંધિવા જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ચા પીવાથી ઊંઘ પણ સારી આવે છે.

સૂતાં પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ માથામાં તેલ નાખવાથી ઊંઘ આવે છે. અથવા તો ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે. પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.

૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્‍થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્‍યારે ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.

Scroll to Top