બ્લેક કે વાઈટ ફંગલ(ફૂગ)થી ગભરાવવાની જરૂર નથી, આ છે મ્યુકરમાકોસિસને અટકાવવાનો 100% અસરકારક અને જબરજસ્ત આયુર્વેદીક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. આ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે.સાથે તેના ઉપાય પણ છે,તેના વિષે જાણીએ.

મ્યુકરમાકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.વ્યક્તિનો એક બાજુનો ચહેરો સોજી જવો,માથાનો દુખાવો થવો. નાક બંધ થવું કે સાઇનસની તકલીફ, મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો.આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી,તાવ, કફ, છાતીમાં દુખાવો,શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી,આંતરડામાં રક્તસ્ત્રાવ થવો, જેવા લક્ષણો જોવા મળે છે.

ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન ડૉ.હસમુખ સોનીએ જણાવ્યું હતું કે મ્યુકરમાઈકોસિસના કેસમાં સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે તે રીતે સારવાર લેવી જોઈએ. જોકે ફંગલ ને અટકાવવા માટે આયુર્વેદમાં પણ ઉત્તમ ઉપચાર છે. જો મ્યુકરમાઈકોસિસના સામાન્ય લક્ષણો દેખાતા હોય તેવા દર્દીઓએ આર્યુવેદ તબીબોના જણાવ્યા અનુસાર પહેલા પાણીને ગરમ કરી તેમાં હળદર,અજમો નાખીને નવશેકા પાણીનો નાસ લેવો જોઈએ.

હળદર,અજમાના પાણીનો નાસ લેવાથી ફંગલ આગળ વધતું અટકાવી શકાય છે. હળદર ,સુંઠ, કડવો લીમડાના પાણીના કોગળા કરવા જોઈએ.જેના કારણે મોંઢાની સ્વચ્છતા રહે અને ફૂગ થતા અટકાવી શકાય. શુદ્ધ પાણી ગરમ કર્યા બાદ હળદર,સૂંઠ,કડવો લીમડાના પાન નાખીને  પાણીને ઉકાળ્યા બાદ નવ શેકા પાણીને અડધો કપ પીવું જોઈએ જેના કારણે ફંગલ થતા અટકાવી શકાય છે.

મ્યુકરમાઈકોસિસના દર્દીએ તાજું ઊંટડીના દૂધનું સેવન કરવું જોઈએ. ઊંટડીનું દૂધ ફૂગને અટકાવવામાં 100% અસરકારક છે. ઊંટડીના દૂધને તાજું દોહી 10 થી 20 મિનિટમાં જ સેવન કરવું. મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે.જેમાં સૌથી પહેલા લોકો વાસી ખોરાકને સૂંઘવા જોઈએ નહીં.

બગડેલી વસ્તુને પણ સૂંઘવી જોઈએ નહીં.કારણ કે બગડેલી વસ્તુઓ પર ફૂગ હોય છે અને એ ફૂગ શ્વાસ નળી સાથે શરીરમાં જાય છે જેના કારણે ફંગલ થઈ શકે છે. જેથી વાસી ખોરાક ખાવાનો અને સુઘવાનું ટાળવું જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top