રાતોરાત મોં ના ચાંદા દૂર કરવાનો 100% અસરકારક અને બેસ્ટ રામબાણ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

મોઢામાં ફોલ્લા પડવાથી ખૂબ જ દુખાવો થાય છે, કંઇપણ ખાવામાં આવે તો પણ દુખાવો થાય છે. માટે સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે મોઢામાં ફોલ્લા પડવા પાછળનું કારણ શું છે. ઘણી વખત તે સ્વચ્છ પેટના અભાવને કારણે, હોર્મોનલ સંતુલન, ઇજા, પીરિયડ્સ અથવા કોસ્મેટિક સર્જરીને કારણે થાય છે. એટલું જ નહીં, દાંત કે ગાલના કટકા સાથે મોઢાની અંદર સ્ક્રેચ થવાથી મોઢામાં ફોલ્લા પણ પડી શકે છે.

મોઢામાં ફોલ્લા અને ચાંદી મટાડવાનો ઈલાજ:

દેશી ઘી મોઢાના અલ્સરને દૂર કરવાનો અકસીર ઈલાજ છે. રાત્રે સૂતા પહેલા ચાંદી કે ફોલ્લા વાળા ભાગમાં દેશી ઘી લગાવી આખી રાત રહેવા દો. આમ કરવાથી બે-ત્રણ દિવસમાં ફોલ્લા મટી જશે.

લસણનો ઉપયોગ મોઢાના અલ્સરથી છુટકારો મેળવવા માટે ફાયદાકારક છે. લસણમાં એન્ટિબાયોટિક ગુણ હોય છે, જે ફોલ્લા દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે લસણની બેથી ત્રણ કળીઓ લઈને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને ૧૫ મિનિટ પછી તેને ધોઈ નાખો. આમ કરવાથી તમને મોંઢાના અલ્સરથી જલ્દી રાહત મળશે.

મોઢાના અલ્સરને દૂર કરવા માટે કથાનો ઉપયોગ બેસ્ટ છે. ચપટી કાથો લઇ મોં ના ફોલ્લા અને ચાંદી પર લગાવી લાળ ભાર કાઠવી જેનાથી મોં ની ગરમી બહાર નીકળી જાય અને ચાંદીથી તરત જ છુટકારો મળી જાય. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી મોઢાના ચાંદાના તરત જ ઘટવા માંડે છે.

દરરોજ નિયમિતપણે ત્રિફળાથી કોગળા કરો. એકવાર કોગળા કરવા માટે ઓછામાં ઓછી 2-3 મિનિટ પાણી મોંમાં રાખો અને પછી કોગળા કરી દો. આવું દિવસમાં 4 થી 5 વખત કરો.

મધમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. આ સિવાય તે પિત્ત ઘટાડવામાં પણ મદદરૂપ છે. તમારે દિવસ દરમિયાન જ્યારે પણ ટાઈમ મળે ત્યારે જીભ પર મધ થોડી વાર રાખો. પ્રથમ, તે ચેપને ઘટાડશે. તે પછી તે જીભની બળતરાને શાંત કરશે અને તેનાથી છુટકારો અપાવશે.

જીભ પર એલોવેરા જેલ લગાવવાથી મોઢાના ચાંદા રાતોરાત ઓછા થઈ શકે છે. એલોવેરા એન્ટીબેક્ટેરિયલ છે અને મોં સાફ કરવામાં મદદ કરે છે. આ સિવાય તે બળતરાને શાંત કરવામાં પણ મદદરૂપ છે. તેથી, એલોવેરા લો અને તેની તાજી જેલ તમારી જીભ પર લગાવો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here