માત્ર આ એક ઉપાયથી ફક્ત 5 મિનિટમાં મરચાં કાપીને થતી બળતરાથી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ઘણી વખત લીલા મરચાં ખૂબ જ તીખા આવી જાય છે. મોટે ભાગે આવા તીખા મરચાં વઘાર માટે આપણે વાપરીએ છીએ. આવી સ્થિતિમાં મહિલાઓ ઘણીવાર ફરિયાદ કરતી હોય છે કે મરચાં કાપ્યા પછી હાથ પર બળતરા થાય છે, જ્યારે હાથ શરીરના કોઈ અંગને અડે તો ત્યાં પણ બળતરા થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો અહીં કેટલીક માહિતી છે જેની મદદથી તમે આ બળતરાથી છુટકારો મેળવી શકો છો.

મરચાં કાપ્યા બાદ હાથમાં થતી બળતરા દૂર કરવાના ઉપાયો-

હાથના તીખા મરચાંની બળતરાથી છુટકારો મેળવવા માટે દૂધ એ શ્રેષ્ઠ ઉપાય છે. દૂધમાં રહેલ ફેટ મરચાંની બળતરા દૂર કરવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ પરિણામો માટે ઠંડા દૂધનો ઉપયોગ કરો, અને જ્યાં સુધી તમને મજા આવે ત્યાં સુધી તમે હાથ ડૂબાડી રાખી શકો છો. દૂધ તમારી ત્વચાને કોઈ નુકસાન નહીં કરે. રાહત મેળવવા માટે દૂધમાં થોડા બરફના ટુકડા ઉમેરો શકો છો. આ ઉપાય તમે જ્યારે વધારે તીખા મરચાં કાપ્યા હોય અને અસહ્ય બળતરા હોય ત્યારે કરી શકો, કારણકે આપણે દૂધ નો ભાવ પણ ધ્યાન માં લેવો જોઈએ.

સનબર્ન ની જેમ મરચાંની બળતરા પર પણ તમે એલોવીરા જેલ લગાવી શકો છો.આ લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરી શકે છે અને ત્વચા પર મરચાંની બળતરા ઓછી કરે છે. જો કે, તમે અન્ય પદ્ધતિઓનો પ્રયાસ કર્યા પછી તેનો ઉપયોગ કરો.

હેન્ડવોશ લિક્વિડ એક પ્રકાર નો ડિટરજન્ટ છે. જે તમારી સ્કીન પરની બળતરા દૂર કરવા માટે મદદ કરે છે. આ માટે તમે હેન્ડવોશ લિક્વિડ સાથે 2-3 ડ્રોપ પાણી લઈ ને હાથ ને બરાબર રગડી ને સાફ કરી શકો છો.

ઉપરના નુસખા અજમાવ્યા બાદ પણ જો તમને હજી બળતરા થતી હોય તો તમે ઘી લગાવી શકો છો. મરચાં ની બળતરાથી છુટકારો મેળવવા માટે ઘરડા લોકો નો આ ફેવરિટ નુસખો છે.

જો આ બધું કર્યા બાદ પણ તમને બળતરા યથાવત હોય તો થોડો સમય આપો. શરીર ના અંગો ને અડકવાનું ટાળો. અને વધારે ઘસી ઘસી ને હાથ ધોવાનું પણ ટાળો. કારણકે જેમ તમે વધુ ને વધુ સોંપ ઉઝ કરી ને હાથ ને ઘસશો તો બળતરા વધારે થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here