માત્ર 15 દિવસ આનો ઉપયોગ હદયરોગ, ચામડી અને વાળના રોગોમાં કરશે દવા કરતાં પણ વધુ અસર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મીઠા લીમડાનાં પાન ખાસ કરીને કઢીમાં નાખવામાં આવે છે. તેથી મરાઠી ભાષામાં કઢીનિબ એવું નામ પ્રચલિત છે. મીઠા લીમડાનું ઝાડ નાનું અને મીઠી વાસવાળું હોય છે. તેનાં ઝાડ આપમેળે થાય છે અને બગીચામાં પણ ઉગાડાય છે. તેનાં ઝાડને બારીક કાંટા હોય છે.

ભારતમાં કેરાલા, તામિલનાડુ, બંગાળ, બિહાર અને હિમાલયમાં કુમાઉથી સિક્કીમ તરફના પ્રદેશમાં તેનાં ઝાડ થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેના ઝાડને બગીચામાં વાવવામાં આવે છે. તેનાં ફૂલ નાનાં, ધોળાં અને કલગી સમાન હોય છે. તેનાં પાન લાંબી પાતળી સળી પર આવે છે અને એકથી દોઢ ઇંચ લાંબાં તથા સુગંધીદાર હોય છે.

મીઠા લીમડાનાં પાન સુગંધ લાવવા માટે કઢીમાં નંખાય છે તેમ જ તેનાં પાન ચટણી અને મસાલામાં પણ વપરાય છે. તેનાં પાનમાંથી ઊગમનશીલ તેલ નીકળે છે.મીઠા લીમડાના પાન શીતળ, કડવાં, તીખાં, કંઈક તૂરાશ પડતાં અને લધુ છે. તે દાહ, અર્શ, કૃમિ, શૂળસંતાપ, સોજા, કોઢ, ભૂતબાધા અને વિષનો નાશ કરે છે.

તેનાં પાન રુચિકારક છે. તેના પાનમાં પાલખ અને મેથીની ભાજી કરતાં વિટામિન “એ” વધારે પ્રમાણમાં છે. બીજી ભાજીઓ કરતાં એમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન બે-ત્રણગણાં છે. તેનાં પાન ઝેરી જીવડાંના ડંખ પર પણ ચોપડાય છે. ઉપરાંત મીઠો લીમડો સડો અને ચામડીના વિકારો મટાડનાર છે. મીઠા લીમડાની છાલ અને મૂળ ઉત્તેજક, મૃદુ અને રેચક છે.

મીઠા લીમડાનાં પાનનો ઉકાળો કરીને પીવાથી ઊલટી મટે છે. મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પિવડાવવાથી લોહીની ઊલટી, લોહીવાળા ઝાડા અને દૂઝતા હરસ મટે છે. મીઠા લીમડાનાં પાન પીસીને લેપ કરવાથી અથવા તેની પોટીસ કરીને બાંધવાથી ઝેરી જીવડાના ડંખથી આવેલો સોજો અને વેદના મટે છે.

મીઠા લીમડાનાં પાનને ચાવીને ખાવાથી મરડો મટે છે. મીઠા લીમડાનાં મૂળના બે તોલા રસમાં અથવા તેનાં પાનના ચાર તોલા રસમાં એક માસો એલચી દાણાનું ચૂર્ણ નાખીને પીવાથી મૂત્રાવરોધ દૂર થઈ પેશાબ સાફ થાય છે. રોજિંદા આહારમાં લીમડાના વપરાશથી દિમાગ તેજ થાય છે. લીમડાના સેવનથી યાદશક્તિ નબળી થઇ જવી તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં લાભ થાય છે.

મીઠા લીમડાના પાન ત્વચા માટે ઘણા ફાયદેમંદ સાબિત થાય છે. માનવામાં આવે છે કે, મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે. આ સિવાય મીઠા લીમડાના પાનની પેસ્ટ મોઢા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. લિવર માટે લીમડાને ગુણકારી કહ્યો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારથી લિવર બગડવાની શક્યતા વધી જતી હોય છે. કમજોર લિવર માટે લીમડો ફાયદાકારક છે. તેમાં સમાયેલા વિટામિન એ અને સી લિવર માટે લાભકારી છે.

મીઠો લીમડો ગર્ભાવસ્થા દરમિયાન અનુભવાતી અકડામણને દૂર કરવામાં મદદ કરે છે. તે વોમિટ અને અકડામણને શાંત કરવા માટેનાં એન્ઝાયમ્સને ઉત્તેજિત કરે છે. મીઠા લીમડાના પણ ત્વચા માટે ઘણા ફાયદેમંદ સાબિત થાય છે. માનવામાં આવે છે કે, મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે. આ સિવાય મીઠા લીમડાના પાનની પેસ્ટ મોઢા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

જો કોઈને ક્યાં પણ ઇજા થઇ હોય અથવા સ્કિન પર ઇજા, દાઝી ગયા હોય તો મીઠો લીમડો ફાયદેમંદ છે. મીઠા લીમડામાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ સ્કિન માટે ગુણકારી છે. આ માટે તમારે ઘાવ પર મીઠા લીમડાની પેસ્ટ કરીને લગાડવાથી ફાયદો થાય છે.

મીઠા લીમડાના પાન નો ઉપયોગ પેટની અસ્વસ્થતા દૂર કરવા માટે થાય છે . સંશોધન સૂચવે છે કે મીઠા લીમડાના પાનમા હાજર કાર્બાઝોલ આલ્કલોઇડ્સમાં ડાયા-વિરોધી ગુણધર્મો છે. તમે સૂકા પાન પીસીને છાશ સાથે ભેળવી શકો છો. ઝાડા , કબજિયાત અને મરડો જેવી પરિસ્થિતિમાં રાહત મેળવવા માટે તેને ખાલી પેટ પર પીવો.

લીમડામાં આર્યન અને ફોલિક એસિડની પર્યાપ્ત માત્રા હોય છે. જે એનિમિયાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.મીઠા લીમડાનાં પાનની બરાબર ચાવીને પેસ્ટ બનાવવી અને આ પેસ્ટમાં થોડું મીઠું મિક્સ કરી આખા મોંની સફાઇ કરવાથી મોં ચોખ્ખુ અને જમ્સ ફ્રી રહે છે. મીઠા લીમડાનાં પાન આંખની જ્યોતિ વધારે છે અને મોતિયાની સમસ્યામાં પણ રાહત આપે છે.  

નાળિયેર તેલમાં મીઠા લીમડાના સાતથી આઠ પાન નાખીને તેલને થોડું ઉકાળી લો, જ્યારે તેલમાંથી મીઠા લીમડાની સુગંધ આવે કે તરત તેલને ગેસ ઉપરથી ઉતારી થોડું ઠંડું થવા દો. તેલ ઠંડું થાય એટલે તે તેલની માલિશ માથામાં હળવે હાથે કરો. આખી રાત તેલવાળું માથું રાખી બીજે દિવસે સવારે વાળ ધોઇ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવવાથી વાળ ખરતા બંધ થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top