મેંદો દરેક લોકોના કિચનમાં હોય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણો હાનિકારક હોય છે તેમ છતાંય તેમાંથી બનેલા ફૂડનો દરેક વ્યક્તિ સ્વાદ માણે છે. તેનું સેવન કરવાથી શરીરને જલદી નુકસાન તો નથી પહોંચતું, પણ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી સાઈડઈફેક્ટ થાય છે.
મેંદો તેમજ રોટલી-ભાખરીનો લોટ બંને ઘઉંમાંથી જ બને છે પરંતુ તેને બનાવવની રીત બિલકુલ અલગ હોય છે. રોટલી-ભાખરીનો લોટ બનાવતી વખતે ઘઉંની ઉપરના ગોલ્ડન પડને લોટમાં રહેવા દઇએ છીએ. જે ડાઇટ્રી ફાઇબરનું સૌથી સારો સ્ત્રોત છે. ઘઉંના લોટને થોડી કણીવાળો દળવામાં આવે છે, જેથી ઘઉંમાં સામેલ પોષક તત્વ વધુ નષ્ટ નથી થતા. જોકે મેંદોને બનાવતા પહેલા ઘઉંની ઉપરથી ગોલ્ડન પડને હટાવી ઘઉંના સફેળ ભાગને સારી રીતે દળવામાં આવે છે. જેને કારણે મેંદામાંથી ઘઉંના બધા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. જે શરીરને ગંભીર નુકસાન પહોચે છે.
મેદો બહુ જ ચિકણો અને સ્મૂધ હોય છે. તેમાં ડાયટરી ફાયબર ન હોવાથી તે પચવામાં ભારે પડે છે. જેના કારણે તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ થવાનો ખતરો પણ વધારે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ વધે છે. મેદો અને તેની બનાવટો ખાવાથી બ્લડમાં શુગર લેવલ વધી જાય છે અને બ્લડમાં ગ્લુકોઝ જામવા લાગે છે. જેના કારણે ગઠિયા અને હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.
પાચનતંત્ર અને પેટના રોગો પણ વધારે છે. તેમ છતાં લોકો મેદાની વસ્તુઓ ખાવનું છોડતાં નથી. જો તમે સામાન્ય ખોરાક લીધો હોય તો શરીરમાંથી બહાર નીકળતા તેને 24 કલાક લાગે છે, અને એમાં પણ જો ફ્રુટ કે દૂધ લીધું હોય તો ૧૮ કલાકમાં પચે છે. જો કે આહારમાં મેંદાની વસ્તુઓ લેવામાં આવે તો એને પચતા 65 કલાક જેવો સમય લાગે છે, પરિણામે આટલા સમય સુધી મેંદો આંતરડાની દીવાલને ચોંટેલો રહે છે.
મેંદાને તૈયાર કરતા સમય તેના બધા પોષક તત્વો નીકળી જાય છે જેથી તે એસિડિક બની જાય છે. જે હાડકાંમાંથી કેલ્શિયમને ખેંચી લે છે. જેથી હાડકાં નબળા પડવા લાગે છે. આથી મેંદાનું સેવન ન કરવું જોઇએ. મેંદાનું સેવન કરતા રહેવાથી ઇમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે. જેથી બીમારીઓનો ખતરો વધવા લાગે છે. તંદુરસ્ત રહેવા માટે મેંદાના લોટનું સેવન ઓછું કરવું જોઇએ.
વધારે મેંદો ખાવાથી શરીરનું વજન વધવાનું શરૂ થઈ જાય છે, અને જાડા પણ થવા લાગો છો. આટલુ જ નહી એનાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ શરીરમાં વધી જાય છે. અને ટ્રાઇગ્લાઇસેરાઇડ પણ વધારી શકે છે. મેંદો પેટ માટે ખૂબ જ ખરાબ સાબિત થાય છે કારણકે એમાં બિલકુલ ફાઈબર નથી હોતુ. જેનાથી કબજિયાત થવાની ફરિયાદ રહે છે.
મેંદાના લોટમાં વધુ હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ખાંડ નું સ્તર વધારી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મેંદાના લોટનો ઉપયોગ નુકસાનકારક છે. તેનાથી ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે.
ખનિજો અને વિટામિન્સ જેવા ન્યુટ્રિઅન્ટ્સ આપણા શરીરને સ્વસ્થ રાખવા અને રોગોથી બચવા માટે જરૂરી છે, પરંતુ મેંદાનો લોટ બનાવતી વખતે તેમા ફાઇબર તેમજ વિટામિન, મિનરલ્સ, લિગનન્સ, ફાયટોસ્ટ્રોજેન્સ, ફિનોલિક કમ્પાઉન્ડ અને ફાયટિક એસિડ (ફાયટીક એસિડ) પોષક તત્ત્વોની માત્રા ઓછી થઈ જાય છે છે. આ કારણોસર, એવું કહેવામાં આવે છે કે મેંદા ના લોટના વધુ પડતા સેવનથી શરીરમાં આવશ્યક પોષક તત્વોની ઉણપ થાય છે.
મેંદાના લોટથી ભરપુર ખોરાક ખાવાથી ખીલની સમસ્યા થઈ શકે છે . સંશોધન મુજબ રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ માં માત્રા વધારે હોય છે, જે ઘણા રોગો અને ચેપનું કારણ બની શકે છે. આમાંનું એક બેક્ટેરીયલ ચેપ છે, આ બેક્ટેરિયમ ને લીધે ત્વચા પર ખીલ થઈ શકે છે.
મેંદાના નિયમિત સેવનથી ઈમ્યૂનિટી સિસ્ટમ નબળી થઈ જાય છે અને રોગ થવાની શકયતા વધવા માંડે છે.વધુ પડતુ મેંદાનું સેવન કરવાથી શરીરમાં કેમિકલ રિએકશન થાય છે. જેથી સાંધા અને હાર્ટના રોગ થવા માંડે છે. મેદામાં ગ્લૂટન હોય છે જે ફૂડ એલર્જીની સમસ્યા ઉભી કરે છે. મેંદાથી બનાવેલી વસ્તુ ખાવાથી બ્લડસુગર લેવલ વધી જાય છે અને ગ્લૂકોઝ જમા થવા લાગે છે જેથી હૃદય રોગનો ખતરો વધી જાય છે.
મેંદાના લોટ વધુ ખાવાથી આંતરડામાં બળતરા પણ થઈ શકે છે. આ ઘણા આંતરડા સાથે સંકળાયેલ વિવિધ સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ ઉપરાંત, મેંદામાં ફાઇબર સહિતના ઘણા પોષક તત્વોનો અભાવ છે . મેંદાના લોટથી સમૃદ્ધ ખોરાકના સતત વપરાશથી શરીરમાં ફાઇબરનો અભાવ થઈ શકે છે, જે નાના આંતરડામાં બળતરા સાથે સમસ્યા ઉભી કરવાનું જોખમ વધારે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.