99% લોકો નથી જાણતા કોરોના રસી વિશે અને લીધા પછી પણ કોરોનાથી બચવાનો આ 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વિશ્વ આખું આજે કોરોના સામે લડત લડી રહ્યું છે, ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોનાની વેક્સીન અક્સીર ઈલાજ બની છે. કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીન હવે વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહી છે. તો આજે અમે તમને આ વેક્સીન વિશેના કેટલાક સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે જાણીએ વેક્સીન વિશેની વિગતવાર માહિતી.

સૌથી પહેલા જ આપણે સવાલ ઊભો થાય છે કે વેક્સીન છે શું ? સાદી ભાષામાં કહીએ તો કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત કોષ એટલે વેક્સીન. હાલમાં કોરોનાની વેક્સીન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે જે રોગ અને હાનિ ફેલાવે છે. જ્યારે વેક્સીનમાં રહેલા કણોમાં રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ કરી દેવામાં આવી છે માટે વેકસીનમાં જે કોરોના જીવાણુંના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે. સામાન્ય રીતે આપણને થતું હોય છે કે આ વેક્સીન કેવી રીતે બનતી હશે.

આપણને થતું હોય છે કે વેક્સીન લીધા પછી કઈ થશે ? તો ચાલો આપણે જાણીએ વેક્સીન લીધા પછી શરીરની અંદર કેવી રીતે કામ થાય છે. આપણાં શરીરમાં લોહી મુખ્ય છે. આ લોહીમાં આપણાં ત્રણ કણો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, (જે ફેફસાને ઑક્સિજન પૂરું પાડે છે). બીજા છે શ્વેતકણો (જે રોગો સામે રક્ષણ કરે છે.) અને ત્રીજા છે ત્રાકકણો ( જે લોહી જામવાની ક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે.)

રસી લીધા પછી પણ કોરોનાથી બચવા રસી લીધાના 7 દિવસ સુધી ખૂબ જ ધ્યાન રાખવું પડે છે જેથી રોગપ્રતિકારક શક્તિ વધે અને વાઇરસ સામે રક્ષણ મળે, આ સમય દરમિયાન વધારે વિટામિન યુક્ત હેલ્થી ખોરાક જ ખાવો જોઈએ, અને મેદાવાળી તથા તેલ ની વસ્તુઓ ન ખાવી જોઈએ. આ સમયગાળા દરમિયાન હલકો ખોરાક લેવો જોઈએ.

કોરોનાની રસી લીધા બાદ સાત દિવસ સુધી ખુબજ પાણીનો પીવો, તે દરમિયાન વિટામિન સી યુક્ત ફળોના જ્યુસનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. વધારે પાણીનો ઉપયોગ કરવાથી શરીર સારું એવું કામ કરે છે.

આ કણો રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે. આ રોગપ્રતિકારક શક્તિને આપણે ભારતીય સેના સાથે સરખાવીએ. જેમ દેશમાં આતંકવાદી હુમલો કરે ત્યારે સૈનિકો એમને મારીને કાઢી મૂકે છે એવું જ કામ આપણાં શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણાં  શરીરમાં જ્યારે વાઇરસનો ચેપ લાગે શ્વેતકણો લડવા પહોંચી જાય છે.

આપણાં શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા/ વાઇરસ / વેક્સીનમાં રહેલો મૃત જીવાણું બધું જ એક આતંકવાદી માફક છે. જેની સામે લડવા શ્વેતકણો પહોંચી જાય છે. જ્યારે કોઈપણ વાઇરસનો ચેપ લાગે ત્યારે શ્વેતકણો તેનો સામનો કરે છે. એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે.

શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે ? જવાબ છે હા, પણ હકીકતમાં એ વેક્સીનની આડઅસર છે જ નહીં. ઉપર આપણે જાણ્યું એમ જ્યારે વેક્સીનમાં રહેલ મૃત વાઇરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર- શ્વેતકણો એને દુશ્મન સમજી સામનો કરે છે. આ સામનાનું પરિણામ છે તાવ / કળતર / દુઃખાવો.

હકીકતમાં વેક્સીન લીધા પછી તાવ આવવો એ આડઅસર નથી પણ  એ સૂચવે છે કે વેક્સીન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. વેક્સીન લીધા પછીના ચાર છ કલાકે આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં? કળતર થશે કે નહીં? આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સીનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સીન લીધા પછી એકાદ દિવસ આવું થાય તો ગભરાવવું નહિ. એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે.

ગંભીર બીમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સીન લઈ શકે છે. જેમને હાઇ બ્લડ પ્રેશર , ડાયાબીટીસ, થાઈરોઈડ હોય એમણે ડોક્ટરને બતાવી એમની સૂચના હેઠળ ખાસ વેક્સીન લેવી  જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સીન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી. વેક્સીન લીધી હોય તો હેરાન ઓછું થવું પડે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top