ઘર માંરહેલા મચ્છર ને ભગાડવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય, તરત જ જોવા મળશે પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મચ્છર ફેલાવવાના ઘણા બધા કારણો હોય છે, તે ખાસ કરીને ભેજવાળા તેમજ ઠંડા વાતાવરણમાં વધારે ઉપદ્રવ મચાવે છે. તે ખાસ કરીને સ્થિર પાણી જેવા કે તળાવ, ખાડામાં ભરાયેલા પાણી, અંધાર્યા કે જ્યાં સુર્યપ્રકાશ ન પોહોંચતો હોય તેવા ભેજયુક્ત વાતાવરણમાં વધારે ફેલાય છે.

મચ્છરમાં બે પ્રાકર હોય છે માદા અને નર, તેમાંથી માદા મચ્છર જ મનુષ્ય તેમજ અન્ય જીવોના લોહી ચુસી પોતાનું અસ્તિત્વ ટકાવે છે જ્યારે નર મચ્છરો વનસ્પતિને ચુંસીને અસ્તિત્વ જાળવી રાખે છે. ઘરની અંદર સુગંધિત મીણબત્તીઓ સળગાવો. તેની સુગંધ થી મચ્છરો ભાગી જાય છે. જો તમે ઇચ્છો ઘરની આસપાસ જ્યાં પણ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ત્યાં કોફી પાવડર છંટકાવ કરો . આ છંટકાવ કરવાથી મચ્છર દૂર થાય છે.

લીંબુ નું તેલ અને નીલગિરી ના તેલને મિક્ષ કરીને શરીરના ખુલ્લા ભાગ પર લગાવવું જોઈએ.આમ કરવાથી મચ્છર કરડશે નહિ. લીમડાના સૂકા પાંદડા બાળીને ઘરની અંદર ધુમાડો કરવાથી ખૂણામાં છુપાયેલા મચ્છર પણ ભાગી જાય છે. ઘરમાં લીમડાનું તેલ બાળી લો. આને કારણે ઘરની અંદર હાજર મચ્છરો ભાગશે.

લસણની કળીને વાટીને તેને પાણીમાં ઉકાળવાથી તેનાથી જે વરાળ ઘરમાં ફેલાય છે તેનાથી કેટલાક કલાકો માટે ઘરના મચ્છર દૂર રહે છે. આ ઉપરાંત  તમે આ જ પાણીને સ્પ્રે બોટલમાં લઈને તેને ઘરના ખૂણે ખૂણે સ્પ્રે પણ કરી શકો છો. સુકા બરફને કન્ટેનરમાં રાખો. તે કાર્બન ડાયોક્સાઇડનું નક્કર સ્વરૂપ છે. જો મચ્છર  તેની પાસે જશે, તો તે તેની ગંધથી પાછો આવશે નહીં. એક બાઉલમાં બિયર લો અને તેને રૂમમાં રાખો.

મચ્છર ભગાડવા માટે કપૂર અસરકારક સાબિત થયું છે. રૂમના દરવાજા અને બારીને બંધ રાખીને કપૂર સળગાવીને મુકવું. ત્યાર બાદ 15થી 20 મિનિટ સુધી સુધી બંધ રાખવો. આમ કરવાથી રૂમમાં રહેલા મચ્છર દૂર થશે. તેમજ બહારના મચ્છરો રૂમમાં પ્રવેશ નહીં કરે.

મચ્છરો ને  દૂર કરવા તુલસીનું મહત્વ છે. રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશ કરતાં નથી. આ વાતનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. તુલસીના છોડ મચ્છર ભગાડવામાં કારગાર છે.

મચ્છરને ભગાડવા મિન્ટ ઓઈલ એટલે કે ફૂદીનાનું તેલ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઈલને શરીર પર લગાડી પણ શકાય છે. તથા ઘરમાં ફૂદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક નથી આવતા. ફૂદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.

સૌથી પહેલા એક લીંબુ લો અને તેને વચ્ચેથી કાપી લો. પછી એના બંને ટુકડા અલગ અલગ કરો દો. અને એ ટુકડામાં 10-15 લવિંગ ભરાવી દો. આ ટુકડાને તમારી આજુ બાજુ મુકી દો. અને પછી મચ્છર તમારી નજીક આવવાની હિંમત પણ નહિ કરશે.

વિવિધ તેલના મિશ્રણનું સ્પ્રે તૈયાર કરીને તેને ઘરમાં સ્પ્રે કરીને પણ મચ્છરને બીનહાનીકારક રીતે દૂર રાખી શકો છો. તેના માટે તમે નાળિયેર તેલ, લવિંગનું તેલ, નિલગિરીનુ તેલ અથવા તેનો રસ, તુલસીના પાંદડાનો રસ, લેવેંડર તેલ, લીંમડાનો રસ અથવા તેલ, ફુદીનાનો રસ, લસણનો રસ વગેરે નો ઉપયોગ કરી શકો છો.

લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં કારગાર સાબિત થયું છે. કોપરેલ ( નારિયેળ) અને લીમડાના તેલને સરખી માત્રામાં લઈને શરીર પર લગાડવાની મચ્છર તમારી આસપાસ નહીં ફરકે. એન્ટીફંગલ, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટિરિયલ ગુણોથી ભરપૂર લીમડાની ગંધથી મચ્છર દૂર ભાગી જશે.

સાંજના સમયે જો તમે બહાર બેસવા કે ટહેલવા જતા હોવ તો તમારે હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મચ્છરોને ઘેરા રંગના વસ્ત્રો આકર્ષે છે. માટે બ્લેક, બ્રાઉન, નેવી બ્લુ જેવા વસ્ત્રોથી દૂર રહો અને હળવા ગુલાબી, સફેદ, વાદળી વસ્ત્રો પહેરવા.

ઘરની આસપાસ, તુલસી, ફુદીનો, અજમા, ગલગોટા, લેવેન્ડર, લેમનગ્રાસ, રોઝમેરી, કેટનીપ, વગેરેના છોડ લગાવવા જોઈએ તેનાથી પણ મચ્છર દૂર રહે છે, તો બીજીબાજુ નિલગીરી, લીંમડા જેવા વૃક્ષો વાવીને પણ માત્ર ઘરને જ નહીં પણ તમારી સોસાયટીને પણ મચ્છરના ઉપદ્રવથી બચાવી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top