આજકાલ રસોઈ માટે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો વપરાય છે. તેના બદલે, માટીના વાસણમાં બનાવેલ ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. પ્રાચીન સમયમાં, માટીના વાસણોમાં ખોરાક બનાવવામાં આવતો હતો, તેથી લોકો પહેલા બીમાર પડતા ન હતા. પરંતુ બદલાતા સમય સાથે લોકો રસોડા માં માટીના વાસણનો ઉપયોગ ઓછો કરતા ગયા છે અને નવીનીકરણીય ચીજો અપનાવી છે. તેનો ઉપયોગ કરવો સરળ છે પણ તમારા શરીરને તે ઘણું નુકસાન પહોંચાડે છે.
માટી ના વાસણ માં જમવાનું બનાવું ક્યારેય છોડવું જોઈએ નહિ. તમે જોયું હશે કે ગામડા ના લોકો હજુ પણ માટી ના વાસણ માં જ જમવાનું બનાવતા હોય છે. ગામડામાં રેહતા લોકો ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી જમવાનું ખાતા હોય છે. અને આ ખોરાક ખાવા ને લીધે તે લોકો ખુબ જ સ્વસ્થ અને ફીટ હોય છે. દુનિયાના બધા જ માઇક્રો ન્યુટ્રીયન્ટ માટી માંથી જ મળે છે. જો તમારે મેગ્નેશિયમ જોઈએ, કેલ્શિયમ જોઈએ, સલ્ફર જોઈએ,કે ફોસ્ફરસ જેવી ઘણી ધાતુ જોઈએ તે ફક્ત માટી માંથી જ પ્રાપ્ત થાય છે.
માટીના વાસણમાં બનેલી દાળ અને શાકમાં 100 ટકા સૂક્ષ્મ પોષક તત્વો હોય છે જ્યારે પ્રેશર કૂકરમાં બનેલી દાળ અને શાકના 87 ટકા પોષક તત્વો એલ્યુમિનિયમ પોષક તત્વો દ્વારા શોષાય છે. તેથી જ ડાયેટિશિયન અને ન્યુટ્રિશિયન માટીના વાસણમાં રાંધવાની સલાહ આપવાનું શરૂ કર્યું છે.માટીની તાવડી પર બનેલી રોટલી ખાવાથી ગેસની સમસ્યા દૂર રહે છે. આખો દિવસ ઓફિસમાં બેસવાને કારણે ગેસની સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે માટીની તાવડી પર બનેલી રોટલી ખાવી જોઈએ. થોડા દિવસોમાં રાહત મળશે.
અન્ય વાસણોની તુલનામાં, માટીના વાસણમાં બનાવવામાં આવેલું ખોરાક સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. માટીના વાસણમાં ખોરાક રાંધવામાં થોડો સમય લાગે છે પરંતુ આ ખોરાકથી અનેક રોગોથી બચાવ થાય છે. માટીના વાસણમાં જે ખોરાક બનાવવામાં આવે છે તે ઝડપથી બગડતો નથી. આનું મુખ્ય કારણ તે છે કે તે ખોરાક બનાવવા માટે વધારે સમય લાગે છે, જેના કારણે ખોરાક લાંબા સમય સુધી તાજો રહે છે.માટીના વાસણમાં રસોઇ કરવાથી ખોરાક વધુ પૌષ્ટિક બને છે કેમ કે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, સલ્ફર જેવા ખનિજો અને વિટામિન નો સમાવેશ થાય છે.
માટીના વાસણો ખોરાકમાં હાજર કોઈપણ પોષક તત્વો નાશ કરવાથી બચાવે છે. જેના કારણે આપણા શરીરને સંપૂર્ણ પોષક તત્વો મળે છે, આ પોષક તત્વો શરીરને રોગોથી બચાવવા માટે કામ કરે છે. દોડધામની જીંદગી અને બદલાતી જીવનશૈલીમાં કબજિયાત સામાન્ય છે, કારણ કે આજકાલ લોકો વ્યસ્ત હોવાને કારણે ઓફિસ જવા અથવા ઝડપથી કામ કરવા માટે ઘરેલું ભોજન લેવાનું ભૂલી જતા હોય છે અને બહારથી મળતા ફાસ્ટ ફૂડ પર નિર્ભર બની જાય છે. આ સ્થિતિમાં, કબજિયાતની સમસ્યા થાય છે. જો તમને પણ આ સમસ્યા છે, તો પછી ચોક્કસપણે તાવડી પર બનેલી રોટલી ખાઓ.
ભાગદોડ ભર્યા જીવનમાં ફટાફટ સાફ થઈ જાય તે માટે લોકો નોનસ્ટિક વાસણ વધુ વપરાશમાં લે છે, પરંતુ શું તમે જાણો છે કે માટીના વાસણ સાફ પણ સરળતાથી થાય છે અને માટીના વાસણ થી સમય પણ બચે છે. માટી થી બનેલા વાસણ ધોવા પણ બહુ જ સહેલા હોય છે. આ માટે કોઈ સાબુ, પાવડર નો ઉપયોગ કરવામાં આવતો નથી. માટીના વાસણ ને ફક્ત હુંફાળુ ગરમ પાણી કરીને જ ધોવાના હોય છે. માટીનાં તવા પર જ્યારે રોટલી બનાવવામાં આવે છે ત્યારે લોટ માટીનાં તત્વોને શોષી લે છે જેથી તે વધુ પૌષ્ટિક બને છે આ સાથે જ તેમાં પ્રોટીનનું પણ ભરપૂર પ્રમાણ હોવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે જેમાં કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
એલ્યુમીનીયમનાં તવા પર બનેલી રોટલીમાંથી ૮૭% પીતળનાં વાસણમાં ૭% કાંસાનાં વાંસણમાં ૩% પોષક તત્વો નાશ પામે છે જ્યારે તીન ના વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઈ રહે છે. સનસ્ટ્રોક એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે ઉનાળામાં ઘણા લોકોને થાય છે. માટીના વાસણોમાં સંગ્રહિત પાણી માંથી વિટામિન અને ખનિજ શરીરમાં ગ્લુકોઝનું સ્તર જાળવવામાં મદદ કરશે અને તે શરીરને નરમ ઠંડક આપશે.જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહિત પાણી પીએ છીએ, ત્યારે તેમાં બિસ્પેનોલ એ અથવા બીપી જેવા ઝેરી રસાયણો હોય છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.
માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી સ્કિન સંબંધિત અનેક તકલીફો દૂર થઈ જાય છે. તે ચહેરા પર ફોલ્લા, મોઢામાં છાલા, પિંપલ્સ અને અન્ય ત્વચા સંબંધી અન્ય રોગોને તમારાથી દૂર રાખે છે. તેમાં રાખેલું પાણી પીવાથી તમારી ત્વચા ચમકવા લાગશે. માટલાનું પાણી ગેસની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે. તેથી જો કોઈને એસિડિટી સંબંધી તકલીફ હોય તો આવામાં માટીનું પાણી તે માટે ફાયદાકારક સાબિત થાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.