સસ્તી અને સરળ ગંભીર રોગોની 100% અસરકારક દવા છે આ, પેટ અને હદયરોગ માટે તો છે રામબાણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બધે જ મળી આવનાર લસણ એક ઉત્તમ ખાદ્ય અને પ્રસિદ્ધ રસાયન છે. પ્રાચીન કાળથી ભારતમાં લસણ નો ખાવામાં અને ઔષધોમાં ઉપયોગ થતો આવ્યો છે. ગ્રીસ અને અરબસ્તાનમાં પણ ઘણા જૂના સમયથી લસણ વપરાતું આવ્યું છે. બેલગામ, ધારવાડ, નાસિક, પુના અને સતારા એ લસણના પાકનાં મુખ્ય કેન્દ્ર છે.

ભાદરવા કે આસો માસમાં તેની કળીઓ રોપીને જ તેનું વાવેતર કરવામાં આવે છે. રેતાળ કે સારા નિતારવાળી જમીન લસણ ના પાકને વધુ અનુકૂળ આવે છે. તેના છોડ ડુંગળી ના છોડ જેવા એકથી દોઢ ફૂટ ઊંચાઈ ના થાય છે. ડુંગળીનું એક દળું થાય છે, જ્યારે લસણ નું દસ-પંદર કળીવાળું દળું થાય છે. લસણ નાં પાન ચપટાં અને અણીદાર થાય છે. આરોગ્ય માટે લસણ અતિ ગુણકારી હોવાથી આપણા પ્રાચીન આચાર્યોએ તેને અમૃત સમાન ગણે છે. તેની ઉત્પત્તિ પણ અમૃતમાંથી જ થયેલી મનાય છે. ધોળું અને રાતું એમ લસણની બે જાતો છે. બંને ગુણોમાં લગભગ સરખા છે.

લસણ દાળ-શાકમાં અને ચટણીમાં વપરાય છે. વળી કેટલાક રોગોમાં તે ઔષધ તરીકે પણ વપરાય છે. તેનું તેલ લકવા અને વાનાં દર્દમાં ઉપયોગી છે. લસણમાં વાયુનો નાશ કરવાની શક્તિ છે. વાત રોગીઓ ઔષધરૂપે લસણ લઈ શકે. તેમણે રોટલી, ભાત વગેરે ખોરાક સાથે લસણ ખાવું જોઈએ. શિયાળાની ઋતુમાં કેટલાક લોકો ઘી-ગોળ સાથે લીલું લસણ ખાય છે. મગ કે અડદની દાળ, શાક અને ચટણીમાં લસણ નાખવાથી એક વિશિષ્ટ પ્રકારનો  રોચક સ્વાદ આવે છે.

દર શિયાળાની ઋતુમાં જો વિધિપૂર્વક લસણનું સેવન કરવામાં આવે તો મનુષ્ય નીરોગી, તેજસ્વી અને બળવાન બની દીર્ધાયુષ્ય ભોગવે છે. લસણ ઉત્તમ રસાયણ છે. એ બુદ્ધિ, આયુષ્ય, વીર્ય અને પુરુષત્વ વર્ધક છે, તેથી શિયાળામાં અને ચોમાસામાં તેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. દૂબળા માણસ આસંધ ચૂર્ણ સાથે, સ્વરભેદ વાળા જેઠીમધ સાથે, ગોળાના દરદીએ તલના તેલ સાથે, કોડવાળા ખેર ની છાલ સાથે, ક્ષયના રોગીએ ધી અને દૂધ સાથે, અર્શના રોગીએ કડાછાલ સાથે, ઉદર કૃમિવાળાએ વાવડીંગ ચૂર્ણ સાથે અને ઉધરસ તથા શ્વાસના રોગીએ ત્રિફળા ચૂર્ણ સાથે લસણ નું સેવન કરવું વધારે હિતાવહ છે.

લસણની કળી એક ભાગ, સિંધવ ચોથો ભાગ, ઘીમાં શેકેલી હિંગ ચોથો ભાગ અને આદુનો રસ દોઢ ગણો મેળવી તેનું સેવન કરવાથી ઉદર રોગ નો નાશ કરે છે, પેટની વધેલી ચરબી ઓછી થાય છે અને દસ્ત પણ સાફ આવે છે.લસણ, પીપરીમૂળ અને હરડે એકત્ર કરીને ખાવાથી અને ઉપર એક ઘૂંટડો ગાયનું મૂત્ર પીવાથી બરોળ ની વૃદ્ધિ મટે છે. લસણની ચટણી ઘીમાં મેળવીને ખાવાથી શૂળ મટે છે. લસણ તલના તેલ સાથે ખાવાથી કે લસણ અને અડદનાં વડાં બનાવી તલના તેલમાં તળીને ખાવાથી અડદિયો વા મટે છે.

લસણ ના મૂળમાં તીખો, પાનમાં કડવો, નાળમાં તૂરો અને કળીઓ માં મધુર એમ લસણમાં પાંચ રસો છે. તેમાં માત્ર ખાટો રસ નથી. પોષકતત્ત્વોની ખામીને લીધે જે લોકોની રોગ નિરોધક શકિત ઓછી થઈ ગઈ હોય તેમના માટે લસણ નો ઉપયોગ અત્યંત હિતકારી છે. સ્ત્રીઓ માટે પણ લસણ અત્યંત ગુણકારી ગણાય છે. લસણનો રસ અને અરડૂસીનાં પાનનો રસ અથવા માત્ર લસણને વાટી, ગાયના ઘી અને ગરમ દૂધમાં મેળવીને પીવાથી ક્ષય રોગ મટે છે.લસણની કળીઓ અર્ધો તોલો ગાયના ઘીમાં તળી ને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત મટે છે.

લસણની પાંચ કળી લઈ તેને રોજ રાત્રે પાણીમાં પલાળી રાખવી અને સવારે તેને પીસી, ગાળીને પાણી પીવું. બીજા અઠવાડિયે સાત કળીઓ, ત્રીજા અઠવાડિયે દસ કળીઓ પલાળી રાખવી અને આ રીતે પીવી. ત્રણ અઠવાડિયાં પછી એક અઠવાડિયું પ્રયોગ બંધ કરવો અને ફરી પાછો શરૂ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરૂરી છે. આ પ્રયોગ વાત વ્યાધિઓમાં ખૂબ જ ફાયદાકારક છે.

લસણ ચાર તોલા લઈ, છોલી, પીસી, તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ, મરી અને પીપર નું ચૂર્ણ એક-એક ચમચી નાખી, તેની ચણીબોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડા મૂળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત, સર્વાગવાયુ, ઊરુસ્તંભ, કૃમિ-શૂળ, કમરનો દુખાવો, કૂખમાં દુખાવો, પેટમાંનો વાયુ વગેરે તમામ પ્રકારના વાયુના રોગો દૂર થાય છે. લસણની એક કળી ગળવાની શરૂઆત કરી દરરોજ એક-એક વધારતા જઈ ચાલીસમા દિવસે ચાળીસ કળીઓ ગળવી અને એ જ રીતે એક-એક કળી ઓછી કરતા જઈ બીજા ચાલીસ દિવસ સુધી કળીઓ ગળવાથી લકવો મટે છે.

લસણ, જીરું, સિંધવ, હિંગ, શુદ્ધ ગંધક, સુંઠ, મરી અને પીપર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. પછી એ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી, ચણીબોર જેવડી ગોળીઓ બનાવવી. જરૂર પ્રમાણે એકથી બે ગોળીઓનું સેવન કરવાથી અજીર્ણ અને કોલેરા મટે છે, પાચનશક્તિ સતેજ થાય છે અને સર્વ પ્રકારના વાયુ રોગ મટે છે.વા ના રોગીઓ માટે લસણ સર્વોત્તમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top