વગર દવાએ માત્ર 1 મિનિટમાં જ ગમે તેવો અસહ્ય માથાનો દુખાવો ગાયબ, હવે દુખાવાની દવાની જરૂર નથી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના ઝડપી યુગમાં દરેક લોકોને કઈ ને કઈ પરેશાન હોય છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગને કારણે લોકો મોબાઇલ અને કોમ્પ્યુટર નો સતત ઉપયોગ કરતા રહ્યા છે. જેના કારણે અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમાં મોટાભાગે દરેક લોકો ને માથાના દુખાવાની પરેશાની થતી હોય છે. કારણ કે કમ્પ્યુટર માંથી નીકળતા કિરણો આપણને નુકશાન પહોચાડે છે. આ ઉપરાંત રાતના ઉજાગરાને કારણે પણ શરીરમાં વાયુ અને પિત્તને કારણે માથું ભારે લાગે છે. અને માથામાં દુખાવો થવાનું કારણ બની શકે છે.

આ ઉપરાંત ઘણા લોકોને ધુમાડો, ધૂળ કે પવનના કારણે અથવા ખુલ્લા માથા પર સતત તડકો પડવાના કારણે માથાનો દુખાવો થાય છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, માથાનો દુખાવો પિત્ત વધવાને કારણે જ થાય છે. પિત્ત વધે તેવો ખોરાક, ચિંતા અથવા તણાવ રાખવામાં આવે તો આ દુખાવો થઇ શકે છે.

આ પરેશાની માંથી મુક્તિ મેળવવા લોકો માથાના દુખાવાની તરત જ દવા લઈ લે છે. એટલે થોડા સમયમાટે તેને રાહત થાય છે. પરંતુ સમય જતાં તે ખૂબ જ નડે છે. તો ચાલો આજે આપણે જાણીએ કેટલાક ઘરેલુ ઉપાય છે. જેથી તરત જ માથાનો દુખાવો દૂર થઇ જશે અને ક્યારેય ગોળી લેવાની જરૂર નહિ પડે.

માથાનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે શરીરમાં પૂરતાં પ્રમાણમાં પાણી મળતું નથી. જો તમને માથાનો દુખાવો થાય તો નારિયેળ પાણી કે લીંબુ શરબત કે સાદું પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. આ ઉપરાંત તજની પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં જ માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે. તે ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને કાળી ચા બનાવીને તેનું સેવન કરવામાં આવે તો પણ માથાનો દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

સરસવનું તેલ માથાના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે. જે બાજુ પર માથાનો દુખાવો થતો હોય તે બાજુ નાકમાં ટીપા નાખવાથી માથાના દુખાવામાં તરત જ રાહત થઈ જાય છે. તુલસી માથાનો દુખાવો દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની સુગંધ કરવાથી પણ માથાનો દુખાવો તરત જ તૈયાર થઈ જાય છે. આદુની ચા બનાવીને પીવાથી પણ માથાનો દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે. જો માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી ને વાટીને લગાડવાથી તરત જ માથું ઉતરી જાય છે.

આ ઉપરાંત જીભ ઉપર ચપટી મીઠું નાખી દસ મિનિટ પછી પાણી પીવાથી માથાનો દુખાવો તરત જ મટી જાય છે. ઘણી વખત ડીહાઇડ્રેશનને કારણે માથાનો દુખાવો થતો હોય છે. માટે જ્યારે માથું દુખતું હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય જે ફળમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળ ખાઈ શકાય છે.

ઘણી વખત ગરમીના કારણે પણ માથાનો દુખાવો થાય છે. આ માટે લવિંગ ને પહેલા પાવડર બનાવીને સુંઘવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. જો તમને દરરોજ માથાનો દુખાવો થતો હોય તો લવિંગનું તેલ માથાપર લગાવવાથી તરત જ દુખાવામાં રાહત મળે છે. આ સિવાય બરફ ને કપડામાં બાંધીને કપાળ પર ઘસવાથી માથાનો દુખાવો દુર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top