શિયાળા મા મકાઈ ના ડોડા તો જગ્યા એ-જગ્યાએ મળી રહે અને મોટાભાગના લોકો ડોડા ખાવા નુ પસંદ પણ કરતા હોય છે. પરંતુ આ ડોડા મા રહેલા રેસા આપણ ને ખાવા મા નડતા હોવાથી આપણે કાઢી નાખીએ છીએ. પરંતુ , આ રેસા શરીર માટે ખુબ જ લાભદાયી છે.
વિટામિન એ, બી અને ઇ, ખનિજો અને કેલ્શિયમ મકાઈમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ઘણા લોકો તેના ફાયદાઓ જાણે છે અને દરરોજ તેના આહારમાં તેનો સમાવેશ કરે છે તાજેતરના સંશોધન થી બહાર આવ્યું છે કે મકાઈના રેસા માં પોષક તત્વો હોય છે અને તે રોગો સામે લડવામા મદદ કરે છે.
મકાઈ ના દાણા પર જોવા મળતા સોનેરી રંગ ના રેસા કિડની ને ડિટોક્સિફાઇ કરવામા મદદરૂપ કરે છે. કિડની તેમજ મૂત્રાશય ને ડિટોક્સિફાઇ કરવાની સાથોસાથ તે બ્લડ સુગર ને નિયંત્રિત કરવામાં તેમજ શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામા પણ અસરકારક છે. હાઈબ્લડ પ્રેશર વાળા દર્દી માટે મકાઈના રેસા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મકાઈના રેસા કોલેસ્ટરોલ ને નિયંત્રણમાં રાખે છે અને તે હૃદયરોગથી બચાવે છે.મકાઇ ના રેસાને ૧૫ મિનિટ હૂંફાળા પાણી મા ઉકાળી કાળુ મીઠુ અને લીંબુ ઉમેરી સવાર-સાંજ પીવામાં આવે તો શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે. આ રેસા થી તૈયાર કરેલુ જયુસ પીવા થી બર્નિંગ પ્રોસેસ ઝડપી બનશે અને વધારા ની ચરબી નો નાશ થાય છે.
મકાઈના ડોડામાં રહેલા રેસા માં,ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન બી 12, જેવા મહત્વના ઔષધીય તત્વો રહેલા છે જે રેસાને એક ગ્લાસ પાણીમાં નાખી ને ધીમા તાપે અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળીને ઠંડુ પડે એટલે ભૂખ્યા પેટે પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે, પ્રોસ્ટેટ માટે, વજન ઉતારવા માટે, સોરાયસીસમાં, સ્કિનને સારી બનાવવા, કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવ માટે ઉત્તમ ઈલાજ છે.
મકાઈના રેસા મેદસ્વીપણાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. પાણીની રીટેન્શન અને શરીરમાં ઝેર એકઠા થવાને કારણે કેટલાક લોકો મેદસ્વીપણા થી પીડાય છે. મકાઈના રેસા આ વસ્તુઓને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને આ વજન ઘટાડવાની પ્રક્રિયા માં વધારો કરે છે.
આનું સેવન પ્રેગ્નન્સીમાં ખૂબ લાભદાયક છે. તેથી ગર્ભવતી મહિલા તેને પોતાના આહારમાં સામેલ કરવા માંગે છે. કેમ રેસા માં ફોલિક એસિડ મળે છે જે ગર્ભવતી મહિલા માટે ખૂબ જરૂરી છે. જેની ઊણપથી થનાર બાળક ઓછા વજનનું કે બીજી બીમારીથી પીડિત જન્મી શકે છે. મૂત્રવર્ધક પદાર્થ હોવાના કારણે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદગાર છે.
મકાઈના રેસા નું પીણું બનાવવા માટે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો. આ પછી, મકાઈના રેસાને પાણીમાં નાંખો અને તેને ધીમી આંચ પર ઉકાળો. આ પાણીમાં લીંબુના બે કાપેલા ટુકડા નાખો અને પાણી એક ગ્લાસ રહી જાય ત્યાં સુધી તેને ઉકાળો. દરરોજ સવારે અને સાંજ આ પીણું પીવાથી ફાયદો થાય છે. આ પીણું એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને પથરી ની સમસ્યા છે.
યુરીન નો ચેપ (યુટીઆઈ) એ સૂક્ષ્મજીવો દ્વારા થતાો ચેપ છે. પરંતુ કેટલીકવાર તે ફૂગ અને વાયરસથી પણ ફેલાય છે. મકાઈ ના રેસા યુટીઆઈને મટાડવા બળતરા વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે. આ પેશાબને બળી જવાથી રોકે છે. મકાઈના રેસા ની ચા પીવાથી મૂત્રાશય અને મૂત્ર માર્ગની બળતરા મટે છે. તેનો ઉપયોગ યુરીન લાવે છે અને પેશાબની નળીમાં બેક્ટેરિયાના નિર્માણનું જોખમ ઘટાડે છે.
મકાઈના રેસા માં વિટામિન કે વધારે હોવાને કારણે, તે લોહીને સ્થિર કરવાની ક્ષમતામાં વધારો કરે છે. તે માણસની પાચન શક્તિને મજબૂત રાખે છે. અને ભૂખ લગાડવામાં પણ મદદ કરે છે. તે પેટ માટે સારો આહાર માનવામાં આવે છે, સાથે સાથે પ્રોટીન વધારે પ્રમાણમાં હોવું સ્વાસ્થ્ય માટે સારું છે.