જે તડકામાં ન સુકાય તેને પરસેવો કહેવાય છે, અને જે આધાર કાર્ડમાં પણ સુંદર દેખાય તેને…….

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

કામવાળી બાઈ આગળનો બાકી પગાર લેવા આવી.

પત્ની બોલી : જો અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.

કામવાળી બોલી : શેઠાણી પુરુષનો હાથ તો પુરુષનો હાથ જ હોય છે ને.

આ સાંભળીને પતિને ખુશી પણ થઈ અને દુઃખ પણ થયું.

જોક્સ 2 :

જજ : ઘરમાં માલિક હાજર હતો છતાં પણ તે ચોરી કઈ રીતે કરી?

ભૂરો : જજ સાહેબ, તમારી પાસે આટલી સારી નોકરી છે, આટલો સારો પગાર છે.

પછી તમે આ બધું શીખીને શું કરશો?

જોક્સ 3 :

જે તડકામાં ન સુકાય તેને પરસેવો કહેવાય છે,

અને જે આધાર કાર્ડમાં પણ સુંદર દેખાય તેને જ સુંદરી કહેવાય છે.

જોક્સ 4 :

એક મહાકંજૂસ પોતાના દીકરાને મારી રહ્યો હતો.

પાડોશી : કેમ મારી રહ્યા છો આ નિર્દોષ બાળકને?

કંજૂસ : આ અને નિર્દોષ…

અરે! એક નંબરનો મસ્તીખોર છે આ.

મેં તેને 1-1 દાદર છોડીને ચડવા કહ્યું હતું જેથી ચપ્પલ ઓછી ઘસાય,

પણ આ નાલાયક 2-2 દાદરા છોડીને ચડ્યો,

એમાં પેન્ટ ફાડી નાખ્યું પોતાનું.

જોક્સ 5 :

પાકિસ્તાનમાં 2 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો,

પરિવારજનોએ ખુશ થઈને બૉમ્બ ફોડી દીધા,

તેમાં 15 લોકોના મોત થઈ ગયા.

જોક્સ 6 :

સ્માર્ટ છોકરીનો સ્માર્ટ જવાબ.

ભૂરો(પ્રેમિકાને) : લગ્ન પછી તું અલગ ઘરની માંગણી તો નહિ કરે ને?

પ્રેમિકા : ના, હું એવી છોકરી નથી. તું લગ્ન પછી તારી મમ્મીને અલગ ઘર અપાવી દેજે.

જોક્સ 7 :

એક સુંદર છોકરીએ પપ્પુને કહ્યું,

ઓ ભાઈ જાન, જરા સાંભળો તો…

ભૂરો : ઓ હિરોઈન, પહેલા નક્કી કરી લે,

ભાઈ કે જાન.

કન્ફ્યુઝ કેમ કરી રહી છે.

જોક્સ 8 :

આ લગ્ન નથી સરળ… બસ એટલું સમજી લો,

લાલ મરચાની ચોકલેટ છે અને ચૂસીને ખાવાની છે.

જોક્સ 9 :

પત્ની : મને એ સમજ નથી પડતી કે, ઘણા વર્ષોથી હું કરવાચોથનું વ્રત નથી રાખી રહી,

છતાં પણ તમે એકદમ સ્વસ્થ કેમ રહો છો, શરદી પણ નથી થતી.

પતિ : હું ઘણા નિયમ અને સંયમથી રહું છું એટલા માટે.

પત્ની : મને મૂર્ખ સમજી રહ્યા છો?

સાચું સાચું બોલો એ કોણ છે, જે તમારા માટે કરવાચોથનું વ્રત રાખે છે?

જોક્સ 10 :

પત્ની : હું રોજ પૂજા કરું છું,

એક દિવસ શ્રીકૃષ્ણના દર્શન થઇ જાય તો મોક્ષ મળી જાય.

પતિ : એકવાર મીરાબાઈ બનીને ઝેર પી લે,

શ્રીકૃષ્ણ શું બધા ભગવાનના દર્શન થઈ જશે.

હવે પતિ હોસ્પિટલમાં બેઠો બેઠો જલ્દી પોતાના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરે છે.

જોક્સ 11 :

પત્ની : ડાર્લિંગ સાંભળો છો, મારી ઉંમર 48 હોવા છતાં પણ,

તમારો એક મિત્ર મારી “સુંદરતાની પ્રશંસા” કરે છે.

પતિ : કરીમ ભાઈ હશે.

પત્ની : તમને કઈ રીતે ખબર?

પતિ : એ ભંગારનો વેપારી છે, એને જૂની વસ્તુની પ્રશંસા કરતા સારી રીતે આવડે છે.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here