7 દિવસ માટે ભૂખ્યા પેટે સવારે ખાઈ લ્યો આ વસ્તુ, શરીરમાં થશે ખુબજ રહસ્યમય ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મગનું સેવન હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે. મગની દાળમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, વિટામિન સી, વિટામિન બી, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્ય દૃષ્ટિકોણથી અત્યંત ફાયદાકારક છે.

મગ ની અંદર એલડીએલ તરીકે ઓળખાતા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાની અસર છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ રક્ત વાહિનીઓમાં થતા નુકસાનને ઘટાડે છે. તે સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવા રક્તવાહિની વિકૃતિઓની સંભાવનાને પણ ઘટાડે છે. મગમાં એમિનો ગ્રુપ એસિડની માત્રા વધારે હોય છે. મગની દાળ કેન્સરના વિકાસ સામે લડવા માટે અસરકારક બનાવે છે. મગની દાળ કેન્સર વિરોધી પ્રવૃત્તિ બતાવે છે. તે ડીએનએ નુકસાનને અટકાવે છે. અને ખતરનાક સેલ પરિવર્તનને દૂર કરે છે. તેમાં મોટા પ્રમાણમાં ફાઇબર એ આંતરડાની ધીમી ગતિવાળા લોકો માટે તારણહાર ખોરાક છે.

ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ નાના બાળકથી મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માટે ઉત્તમ છે. તેમાંય ફણગાવેલા મગ તો અમૃત સમાન છે.

રક્તરોગના દર્દીને ફણગાવેલા મગની દાળનું સેવન કરવાથી ખુબ જ લાભ થાય છે. ફણગાવેલ મગની દાળમાં રહેલા વિશિષ્ટ ગુણ બ્લડ પ્રેશરને સરખા સ્તર પર રાખવામાં મદદ કરે છે. એટલા માટે રક્તરોગના દર્દીઓને મગને ફણગાવીને જરૂર ખાવા જોઈએ. જે લોકોના શુક્રાણુ ઓછા થયા હોય તેમણે મગ અને જૂના ચોખા ખાવા જોઈએ જેથી વીર્યના દોષો દૂર થાય છે. મગ-ભાત સર્વ રોગોમાં તેમજ મૃત્યુ સુધી સર્વ શ્રેષ્ઠ ભોજન માનવામાં આવ્યું છે.

ફણગાવેલા મગ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ફણગાવેલા મગમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે. જે લોકોને શરીરમાં નબળાઇ રહે છે. તેઓ રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાય. એ સિવાય કસરત કર્યા પછી મગની દાળનો ઉપયોગ પણ કરી શકાય છે. શરીરમાં પ્રોટિનની ઉણપને દૂર કરવામાં મગની દાળ મદદ કરે છે, અને તે શરીરને મજબૂત પણ બનાવે છે.

ફણગાવેલાં મગની દાળમાં તમને મેગ્નેશિયમ, કોપર,અને ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, અને વિટામિન સી અને વિટામિન બી અને આ ફાઇબર અને પોટેશિયમ અને કેલ્શિયમ અને ફોસ્ફરસ અને મેગ્નેશિયમ અને આયર્ન અને વિટામિન બી 6 એ નિઆસિન અને થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી જ તેનો વપરાશ એ આરોગ્ય દૃષ્ટિકોણથી શરીર માટે જ અત્યંત ફાયદાકારક છે.

ફણગાવેલ મગ ખાવાથી શરીરમાં સુગરનું લેવલ વધતું નથી. સાથોસાથ તેમાં મળી આવતા સોલ્યુબલ ફાઈબર તમને વજન ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. સવારનો નાસ્તો ઘણી વખત ખૂબ જ ભારે થઇ જાય છે, જેના કારણે લોકોને આળસ મહેસુસ થવા લાગે છે અને ઉંઘ આવવા લાગે છે. આ બાબતોથી પોતાને દૂર રાખવા માટે ફણગાવેલ મગનું સેવન કરવું જોઈએ. તેનાથી મેટાબોલિક રેટ સારો રહે છે અને શરીરને સારી ઊર્જા મળી રહે છે.

ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે. ફણગાવેલા મગમાં એન્ટીઇન્ફ્લામેટરી ના ગુણો હોય છે. જે આર્થએટીસ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને સ્કિનમાં નિખાર આવે છે.ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશન ઈમપ્રુવ થાય છે. ફણગાવેલા મગના પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સ મજબૂત બને છે.

ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એલર્જી આપે છે. ફણગાવેલા કઠોળ કે અનાજમાં બધા જ પોખક્તત્ત્વો ક્રિયાશીલ હોય છે તેથી શક્તિનું સ્તર વધે છે. અને જુદા જુદા એન્ઝાઈમ્સ પણ સક્રિય હોવાથી પાચનક્રિયા સરળ થઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top