પાણીપુરી એક એવી વસ્તુ છે, કે જેને જોતા જ મોંમાં પાણી આવી જાય છે. એકવાર પાણીપુરી ખાવાનું શરૂ કરો તો મન નથી ભરાતું. પાણીપુરી ભારતનું સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. બજારમાં પાણીપુરી ખાધા વગર ઘરે બનાવીને ખાઓ, જે તમારા માટે હેલ્દી રહેશે. તમે ઘણી વખત ઘરે પાણીપુરી બનાવવાની કોશિશ તો કરી જ હશે, પરંતુ તે બજારની જેમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર નહીં બની હોય.
પાણીપુરી ની પુરીનો લોટ કેવી રીતે બાંધવો, તેને કેવી રીતે મશરવો, પુરીને કેવી રીતે વણવી અને કેવી રીતે તળવી આ બધી રીત અમે તમને જણાવીશું. તો એકદમ બજાર કરતા પણ સારી ફૂલેલી પાણીપુરી બનાવતાં શીખી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સૌથી પેહલા જોઈએ કે પૂરી બનાવવા માટે કઈ કઈ વસ્તુ ની જરૂર પડે છે.
પૂરી બનાવવા માટે ની સામગ્રી: સૌ પ્રથમ ૧૬૦ ગ્રામ દાનેદાર રવો, ૨-૩ ચમચી મેંદો, અડધી ચમચી બેકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, હીંગ 1/3, એક ચમચી તેલ, પાણી. ત્યારબાદ સૌ પ્રથમ એક બાઉલમાં રવા સાથે મેંદો, બેકીંગ સોડા,મીઠું અને ચમચી તેલ, હિંગ એડ કરી બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લો. હવે લોટ બાંધવા માટે પાણી એડ કરી લોટ બાંધી લો. આપડે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના બંધાવો જોઈએ. જો લોટ ઢીલો હસે તો પુરી ક્રિસ્પી નહિ બને.
હવે બરાબર પુરી નાં લોટ ને મસળી લો. અહિયાં લોટ બહુ ઢીલો કે કઠણ ન રહે તે રીતે તેને મસળવાનો છે. લોટ બંધાઈ ગયા પછી તેને ૩૦ મીનીટ સુધી મુકી રાખો જેથી તે પુરી બનાવવા માટે તૈયાર થઈ જાય. ૩૦ મીનીટ પછી લોટ લઈ તેને ૨ મીનીટ માટે મસળી લો. હવે લોટ ને ચપ્પાથી કાપી ૩-૪ ટુકડાં કરી લો.
પુરી ફુલેલી બનાવવા માટે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પુરીનો લોટ થોડો કઠણ હોવો જોઈએ. જો કણક પાતળી અથવા ઢીલી બંધાઈ ગઈ હોય તો પુરી બરાબર રીતે નહિ ફૂલી શકે. લોટ બાંધ્યા પછી જ્યારે તમે તેના બોલ્સ બનાવી રહ્યા હોય ત્યારે તેને થોડી વાર ભીના કપડાથી ઢાંકીને રાખો. હવે લીધેલા ટુકડાને વેલણ ની મદદથી મોટાં ગોળ શેપ માં પાતળી વણી લો. અહિયાં તમારે બધી બાજુથી સરખી રીતે પાતળી વણવાની છે. હવે વાટકી ની મદદ થી એક સાઇઝ ની પુરીને કટ કરી લો. હવે કટ કરેલી પુરીને તરત જ ઢાંકી દો જેથી તે સુકાઈ ના જાય.
હવે એક પેન મા તેલ લઈ તેલ ને ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં પુરી ને એડ કરી ધીમા તાપે તળી લો. જો આવી રીતે પૂરી બનાવશો તો તે બજાર કરતા પણ સારી એકદમ ફુલેલી અને ક્રિસ્પી બનશે. હવે આ પુરીને ને ૩૦-૪૦ મીનીટ સુધી બહાર રાખો. પછી તેને એર કન્ટેનર માં ભરી ને મુકી દો. જેથી તે જલ્દી ખરાબ નહિ થાય.