માયફળનાં બે જાતનાં ઝાડ હોય છે. એક મોટી જાત અને બીજી નાની જાત. મોટી જાત બગીચામાં થાય છે. તેનાં ફળ ગોળ હોય છે. નાની જાત જંગલમાં થાય છે. તેનાં ફળ ત્રિકોણાકારનાં હોય છે. એમાં જે મીઠા પાણીના કિનારે થાય છે. તે ઉત્તમ પ્રકારની છે. આમ સામાન્ય માયફળનાં ઝાડ મોટા, ડાળખી લીલા તથા રાતા રંગની હોય છે.
તેનાં ફળ ચણા જેવડાં હોય છે. એની અંદર નાના દાણા એકબીજા સાથે મળેલા હોય છે. તેની સપાટી લીલા રંગની હોય છે. એની બીજી જાતમાં ઝાડ નાનું હોય છે. તેનાં ફળ સફેદ રતાશ પડતાં હોય છે. માયફળના ઉપરના ભાગમાં કાંટા જેવા દોડા નીકળેલા હોય છે. તે પરથી એનું નામ કાંટાળુ માયુ પાડેલું છે.
માયફળનાં પાનનો ઉપયોગ કરવાથી ઝાડા બંધ થાય છે. એનાથી ગર્ભસ્થાનમાં થતો સ્ત્રાવ બંધ થાય છે. એનો રસ પીવાથી પ્લીહા નરમ કરે છે. તેની જડ, ડાળી તથા પાનનો ઉકાળો પીવાથી પ્લીહાની વ્યાધિ, કોઢ તથા વાળની સફેદીને ફાયદો કરે છે. માયફળનો એકથી બે ચમચી જેટલો રસ પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
માયફળ નાં ફળ આંખ, પેઢા, જઠર, યકૃત તથા પ્લીહાને બળ આપે છે. ઉપરાંત છાતીમાંથી પડતું લોહી બંધ કરે છે. તે પિત્તના દસ્ત બંધ કરે છે. એ ગર્ભસ્થાનની ભીનાશ દૂર કરે છે. એ ચહેરાની કાંતિમાં વધારો કરે છે. પણ સાથે શરીરનો મેદ પણ વધારે છે. માયફલ નો ઉકાળો ફટકડી સાથે ઉપયોગ કરવાથી પ્રમેહ અથવા સ્ત્રીના ધાતુરોગ મટાડે છે.
માયફળ ના પાનના ઉકાળાના કોગળા કરવાથી પેઢાં અને દાંત મજબૂત થાય છે. માયફળના પાવડરમાં વિનેગર નાખીને તેને યોનિમાર્ગમાં લગાવવાથી શ્વેતપ્રદર અને બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. માયફળનો ઉકાળાની વરાળનો નાસ લેવાથી શ્વાસ લેવામાં રાહત મળે છે.
માયફળ પોણા બે તોલા, લામળુ સવા તોલો, મજીઠ, અને જાયફળ એક તોલો, બાવળનો ગુંદર, લવિંગ અને જાવંત્રી દરેક સવા તોલો, સાકર ત્રણ તોલા એ તમામનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ખાસ કરીને સ્ત્રીઓના પ્રમેહ તથા ગર્ભસ્થાનના ધાતુસ્ત્રાવ ના રોગ મટાડે છે.
માયફળ કાંટાળા, અતિવિષ, લવિંગ, જટામાંસી, મોથ અને કડાછાલ દરેક પા તોલો, ઇન્દ્રજવ અને વાવડીંગ દસેક અડધો તોલો લઈ દરેકને બારીક કરી નગોડના રસમાં મગ જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળી તાવ, અતિસાર, ઘન, આફરો, નબળાઈ, કૃમિવિકાર તથા બાળકોને દાંત આવતાં વખતે થતી વેદના વગેરે તમામ દર્દોમાં રાહત કરે છે.
માયફળ, ચંદન તેલ, અને એલચી દરેક ત્રણ તોલા, કાથો, કમળ કાકડી અને શિંગોડા દરેક ત્રણ તોલા, ધોળી તથા કાળી મૂસળી દરેક બે તોલા મેળવી પાણીમાં રાબડી તૈયાર કરવી. આ રાબ પ્રમેહમાં ઉત્તમ સારવાર આપે છે. આ રાબ એકથી બે તોલા જેટલી દિવસમાં ત્રણ વખત લેવાથી સારો ફાયદો થાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.