લીવરમાં સોજા કે કોઈ પણ પ્રકારની ખરાબી થતાં શરીરમાં જોવા મળે છે આ સંકેત, જરૂર જાણો તેને મટાડવાના આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લીવર આપણાં શરીરનું સૌથી મુખ્ય અંગ છે. લીવરની ખરાબીનાં લક્ષણોની અવગણના કરવી ખૂબજ મુશ્કેલ છે અને આમ છતાં આપણે તેની જાણ્યે-અજાણ્યે અવગણના કરી દઇએ છીએ.

લીવરની ખામી હોવાનું કારણ વધુ તૈલીય ભોજન, વધુ દારૂનું સેવનઅને બીજા અન્ય કારણો પણ છે. જોકે લીવરની ખામીનું કારણ અનેક લોકો જાણે છે, પરંતુ લીવર જ્યારે ખરાબ થવાનું શરૂ થાય છે. ત્યારે આપણાં શરીરમાં કયા-કયા ફેરફારો પેદા થાય છે એટલે કે લક્ષણો કયા છે, તેના વિશે કોઈ નથી જાણતું.

તેવા લોકો કે જેઓ વિચારે છે કે તેઓ દારૂ નથી પીતા, તો તેમનું લીવર ક્યારેય ખરાબ ન થઈ શકે, તો તેઓ ખોટા છે. શું આપ જાણો છો કે મોઢામાંથી ગંધ આવવી પણ લીવરની ખરાબીનું એક લક્ષણ છે. લીવર આપણા શરીરમાં લગભગ ૫૦૦ ક્રિયાઓને સંચાલિત કરે છે. તેમાં પાચન માટે પાચક રસનું ઉત્પાદન, વિટામીનનું ભંડારણ, અંત:સ્ત્રાવોને નિયમિત રાખવા અને રક્ત શુદ્ધ કરવા જેવી બાબતો સમાવિષ્ટ છે.

ઘણી વાર તો એવું થાય છે જ્યારે પ્રદૂષણ, ખરાબ ભોજન અને પાણીના કારણે લીવરમાં વિષાક્ત તત્ત્વ એકત્રિત થાય છે. તેનાથી લીવર પર ભાર વધી જાય છે અને શરીરમાં ઑક્સિજનની આપૂર્તિમાં પણ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં લીવરનું ડિટૉક્સ (વિષહરણ) કરવું ખૂબ જ જરૂરી છે.

ત્વચા ઈજાગ્રસ્ત થવા લાગે છે. ત્વચા ઉપર થાક જોઈ શકાય છે. ત્વચાનો કલર ઉડી જાય છે.  અને ઘણી વખત તો સફેદ ડાઘા જોવા મળે છે, તેને લીવર સ્પોટ કહેવામાં આવે છે. લીવર ખરાબ થવાથી મોઢાના એનીમિયા વધુ રહે છે, જેનાથી મોઢામાંથી વાસ આવે છે. ખાસ કરીને આંખની નીચેની ચામડીને સૌથી પહેલા અસર થાય છે.

ઘણી વખત તો વસા જામી જાય છે તેનાથી પાણી પણ પચતું નથી.મળ મૂત્ર હમેશા લીલું લીવર ખરાબ હોવાનું સંકેત છે. અરે આપણે ઘણી વખત તો સમજીએ લીવર ખરાબ નથી પરંતુ પાણીની ઉણપથી આવું થયું છે.

જો પોલીયાનો રોગ છે તો તેનો અર્થ છે કે લીવર માં ખરાબી આવી ગઈ છે. લીવરમાંથી વહેતું એન્જાઈમ બાઈલ નો સ્વાદ કડવો હોય છે, જયારે મોઢામાં કડવાશ આવવા લાગે ત્યારે સમજી જવું જોઈએ કે લીવરમાં કઈક ખરાબી આવી ગઈ છે અને બાઈલ મોઢા સુધી આવી જાય છે.

લીવર માં સોજા મટાડવાના ઉપાય માં જોએ તો, ૧ કપ પાણી, ૧/૨ કપ મોસંબીનો રસ, ૧/૩ કપ લીંબુનો રસ, ૧ ચમચી મધ (સ્વાદ માટે), એક મુઠી ફુદીના ના પાંદડા આ બધુ ભેળવીને પાણીમાં ઉકાળો. જયારે પાણી ઉકળવા લાગે એટલે ફુદીનાના પાંદડા નાખીને ૫ મિનીટ સુધી ઉકાળો.

હવે આ મિશ્રણને ૧૦ મિનીટ સુધી ઠંડુ થવા દો. હવે લીંબુનો રસ, મોસંબીનો રસ અને મધ નાખીને મિક્ષ કરો અને તમારૂ પીણું તૈયાર છે. આ પીણાના સેવનથી તમારું લીવર તંદુરસ્ત થઇ જશે. અને સાથે જ શરીરના બીજા રોગો પણ મટી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top