માત્ર 1 દિવસમાં તાવ,કબજિયાત, ઝાડા, ખરજવું, અજીર્ણ જેવા 100થી પણ વધુ રોગોનો એક ઈલાજ છે આ, જાણો વાપરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે દરેક લોકોએ લીંબુના અનેક પ્રકારના ફાયદાઓ વિશે સાંભળ્યું છે. લીંબુની અંદર અનેક પ્રકારના ઔષધિય ગુણો હોય છે, જે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડતા હોય છે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. તો અત્યારે જ જાણી લો તમે પણ લીંબુના આ ફાયદાઓ વિશે.

લીંબુનો રસ અને મધ તાજા પાણીમાં મેળવીને પીવાથી શક્તિ વધે છે. હૃદય મજબૂત બને છે. તેમ જ સ્નાયુઓ સ્ફૂર્તિલા બને છે.લીંબુ તથા કાળા મરીનું અથાણું પાચનક્રિયા વ્યવસ્થિત બનાવે છે તેમજ શરીર અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. લીંબુના ગરમ રસને મધ સાથે લેવાથી ગળાનો સોજો તથા ગળાના અન્ય રોગોમાં ફાયદો થાય છે.

1 લીટર લીંબુનો રસ, 100 ગ્રામ આદુનો રસ, 10 ગ્રામ મીઠું, 20 ગ્રામ જીરું, 5 ગ્રામ હિંગ. જીરૂં તથા હિંગને તવા પર શેકી, તેનો બારીક ભૂક્કો કરો. આ ભૂકાને મીઠું, આદુ તથા લીંબુના રસ સાથે ભેળવી બાટલીમાં ભરી લો, રોજના 3 થી 8 ગ્રામ પ્રમાણમાં લેવાથી લીવરના સોજામાં ફાયદો થાય છે. ભૂખ ઊઘડે છે. તથા પાચનતંત્રના દોષ દૂર થાય છે.

લીંબુના રસમાં આમલીના બી વાટીને લગાવવાથી દાદર, ખરજવું મટે છે, કૃમિ, કુષ્ઠરોગમાં જ્યારે સ્ત્રાવ ન થતો હોય ત્યારે લીંબુનો રસ લગાડવાથી લાભ થાય છે. લીંબુના રસમાં કોપરલ તેલ મેળવીને શરીર પર એની માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં લાભ થાય છે.

લીંબુના રસને મુલતાની માટી અથવા ચણાના લોટ સાથે ભેળવી માથામાં લગાડી રાખવો. પછી માથુ ધોવાથી વાળની તકલીફોમાં રાહત મળે છે. ૩ થી ૪ વાર આવી રીતે વાળ ધોવાથી ખોડો મટી જાય છે, વાળ ખરતા અટકે છે તથા માથામાં ચળ આવતી બંધ થાય છે. લીંબુના રસને એક ગ્લાસ પાણી તથા મીસરી સાથે ભેળવી સવાર અને બપોરે લેવાથી કોલેરા થતો નથી. લીંબુના તાજા રસના ટીપાં નસકોરામાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.

એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુનો રસ અને સાકર નાખીને પીવાથી દરેક પ્રકારના પેટનાં દર્દ દૂર થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ ઉઘડે છે. દાંતમાંથી લોહી નીકળવું લીંબુનો રસ આંગળી પર લઈને દાંતના પેઢા ઉપર ઘસવાથી તથા નિયમિતરૂપે લીંબુનું શરબત પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.

લીંબુનો રસ 1 તોલો, ખાંડ 2 તોલા, મીઠો સોડા 4 રતી, નોસદર 2 રતી, અને પાણી 10 તોલા ભેળવી સવાર-સાંજ લેવાથી કમળો મટે છે. ગરમીને કારણે તાવથી થાક, કમરનો દુખાવો અને હાથ દુખાતો હોય તો એક ચમચા લીંબુના રસમાં દસ ટીપાં તુલસીના પાનનો રસ,ચાર મરી અને બે પીપળી ચૂરણ ભેળવી સવાર-સાંજ લેવું.

વધુ પડતો થાક તેમજ અશાંતિને કારણે અનિંદ્રા પરેશાન કરતી હોય તો રાતના સૂતા પહેલા લીંબુ રસમાં લવિંગ ઘસી ચાટી લેવું તેમમજ સરસવના તેલથી હાથ-પગ કપાળ, કાનપટ્ટી તથા કાનની પાછળના ભાગ પર માલિશ કરવું. ઊંઘ જલદી આવશે. લીંબુ પર મરીનો ભુક્કો ભભરાવી સહેજ ગરમ કરી ચુસવાથી મેલેરિયામાં ફાયદો થાય છે. અડધો કપ ગાજરના રસમાં લીબુો રસ ભેળવી પીવાથી રક્તની ઊણપ દૂર થાય છે.

લીંબુનો રસ કાળી ચા સાથે લેવાથી ઝાડા બંધ થાય છે.લીંબુના રસને ૩૦૦ ગ્રામ પાણીમાં મેળવી દિવસમાં ચારથી પાંચ વાર લેવાથી પણ ઝાડા મટી જાય છે. લીંબુના વૃક્ષનાં પાંદડાને સાકર સાથે મસળી, પેસ્ટ બનાવી વહેલી સવારે ખાવાથી હરસની બિમારી દૂર થાય છે. લીંબુના બે ટુકડામાં ‘ક્લામી શોરા’ ના મિશ્રણને ભરીને તેને ધીમા તાપે ગરમ કરો.ગરમ થયેલા લીંબુનો રસ કાઢીને તેને નાભિની આસપાસ લગાડવામાં આવે તો પેશાબ ઉતરવામાં આસાની થાય છે.

લીંબુનો રસ નવશેકા પાણી સાથે વહેલી સવારે પીવાથી આંતરડાની મળશુદ્ધિ થાય છે તથા ભૂખ પણ ઉઘડે છે. લીંબુના રસ સાથે ગરમ ઉકાળેલું પાણી નાખી તેમાં ચપટી મીઠું ઉમેરીને પીવાથી શરદીથી ગળતું નાક બંધ થાય છે. લીંબુના રસમાં થોડું કાળું મીઠું, વાટેલા કાળાં મરીનો ભૂક્કો, જીરું,અજમો ભેળવી એક ગ્લાસ પાણીમાં ભેળવીને લેવાથી ઉબકા આવતા બંધ થાય છે.

વાળ ખરતા હોય તો લીંબુના બિયાંને વાટી લેપ લગાડવો. ટાલ પર વાળ ઊગે છે. અડધો કપ ગાજરના રસમાં લીબુો રસ ભેળવી પીવાથી રક્તની ઊણપ દૂર થાય છે. લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી એસિડિટી દૂર કરે છે. તેમાં રહેલું વિટામીન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઘી વાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. કફ, ઉધરસ, દમ અને શરીરના દુખાવાના કાયમી દર્દીએ લીંબુ લેવું નહીં.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top