માત્ર 7 દિવસ આનું સેવન લોહી અને શરીર શુદ્ધ કરી 100થી વધુ રોગોથી રાખશે કાયમી દૂર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આમ તો ફણગાવેલ કઠોળ કે અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. અને આનો આપણી દરરોજ ની દિનચર્યા માં સામેલ કરવો એ આપણાં માટે ખૂબ જ સારુ  કહેવાય છે તેમ જ આપણી ત્વચા પણ સારી રહે છે. ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે વધારે ગુણકારક ગણાય છે.

કારણ કે ફણગાવેલા કઠોળ અને અનાજમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી અશક્તિ, નબળાઈ વગેરે દૂર થાય છે. વળી ફણગાવેલા કઠોળની કોઈ આડ અસર થતી નથી. હવે આપણે ફણગાવેલા કઠોળના અન્ય ફાયદા પણ જાણી લઈએ.

ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને સાફ કરે છે. લોહીના કારણે જે થયેલી બિમારીઓને દૂર કરે છે. લોહી સાફ હોવાથી ત્વચા સંબંધી બિમારી તેમજ ખીલથી રાહત થાય મળે છે. બાળકોને અડધો કપ ફણગાવેલા કઠોળ આપવું જોઈએ. મોટા લોકોએ આખો કપ ફણગાવેલા અનાજ ખાવું જોઈએ.

ફણગાવેલા અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. અંકુરિત અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે. અંકુરિત અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો માંથી સાજા થવામાં મદદ મળે છે.

ફણગાવેલા ઘઉંમાં રહેલા ફાઈબરને કારણે તેના નિયમિત સેવનથી પાચનક્રિયા મજબૂત થાય છે. જેથી જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેવા લોકો માટે ફણગાવેલા ઘઉંનું સેવન ફાયદાકારક રહે છે. ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે.

ફણગાવેલી મેથી કડવી, પૌષ્ટિક, જ્વર તેમજ કૃમિ નાશક હોય છે. તે ભુખ વધારે છે અને હૃદયને અપાર શક્તિ આપે છે.નિયમિત રીતે અંકુરિત મેથી ખાવાથી વાળ ખરવા બંધ થઈ જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે પણ ફણગાવેલી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. ફણગાવેલ કઠોળ નાના બાળકથી મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માટે ઉત્તમ છે. તેમાંય ફણગાવેલા મગ તો અમૃત સમાન છે.

ફણગાવેલા કઠોળ વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ કરે છે. ફણગાવેલા કઠોળમા પોટેશિયમ તેમજ ફેટી એસિડ પણ આવેલા હોય છે. જે દિલના રોગો માટે ખૂબ જ મહત્વના છે.ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.

જે લોકો વજન ઉતારવા માગતા હોય તેમના માટે ફણગાવેલ કઠોળ શ્રેષ્ઠ છે કારણ કે તે પૌષ્ટિક છે પણ કેલરી ઘણી જ ઓછી છે. ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ પેટ અને મનને ભાર લાગતો નથી.

ફણગાવેલા કઠોળમા કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં આવેલું હોય છે. ફણગાવેલું કઠોળ બધા જ પ્રકારના લોકો લઇ શકે છે. બાળકો અને વૃદ્ધો બધા લોકો ખાઈ શકે છે. આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. રોજ ફણગાવેલા કઠોળ ખાવાથી આંખની રોશની મળે છે. તેમજ આંખના નંબર દુર થાય છે. ફળગાવેલા કઠોળ અસ્થમા તેમજ શ્વાસને લગતી બિમારીઓમાં ખુબ જ ઉપયોગી છે.  ફણગાવેલા કઢોળ જમવામા પેટ સંબધીત સમસ્યા દુર કરે છે. ફણગાવેલા કઠોળમા ફાઇબરની માત્રા ખુબ હોવાથી,પાચનતંત્ર મજબુત બનાવે છે.

ફણગાવેલા કઠોળમાં ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. ફણગાવેલા કઠોળ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here