શરીર માટે સંજીવની સમાન છે આ વનસ્પતિનું ફળ, દાંત થી લઈ કિડની જેવા 100 થી વધુ રોગોનો કરે છે જડમૂળથી સફાયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લીમડાના ફળને લીંબોળી કહેવાય છે. તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. લીમડાના પાનના સ્વાસ્થ્ય લાભ વિશે તમે સાંભળ્યું જ હશે. લીમડાના પાનનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ હૃદય રોગ, ચેપી રોગો, આંખ સંબંધિત રોગો અને આંતરડાના રોગોની સારવારમાં થાય છે, પરંતુ શું તમે લીંબોળી ના ફાયદાઓ વિશે જાણો છો. લીંબોળીના ફાયદાથી અનેક રોગો મટે છે.

લીંબોળીનો ઉપયોગ ત્વચાથી વાળ સુધી અને સોજો ઘટાડવા માટે પણ થાય છે. લીંબોળી ડાયાબિટીસ માટે પણ આશ્ચર્યજનક સાબિત થઈ શકે છે. આપણી આજુબાજુ ઘણાં વૃક્ષો છે, તેમના ઔષધીય ગુણધર્મો આપણને અનેક પ્રકારના રોગોથી બચાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. લીંબોળી માં મળતા એન્ટીઓકિસડન્ટ ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે લીંબોળી ખૂબ અસરકારક માનવામાં આવે છે. ડાયાબિટીક વિરોધી પ્રવૃત્તિ હોવાને લીધે આનો ઉપયોગ ડાયાબિટીસ જેવા રોગોથી પણ બચાવી શકે છે. લીંબોળી બળતરા ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. બળતરા થી બચવા માટે લીંબોળી નો રસ પીવામાં આવે છે. તે શરીરમાં સક્રિયપણે થતી કોઈપણ બળતરા ઘટાડવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

વધુ તેલ અને મસાલા ખાવાને લીધે શરીરમાં તેલ ની માત્રા વધવા લાગે છે,  લીંબોળી માં  ખીલની વિરોધી પ્રવૃત્તિ જોવા મળે છે અને તેનો ઉપયોગ કરીએ તો તે ખીલની રોકથામ માં પણ ઘણી મદદ કરી શકે છે. લીંબોળી સુકાઈ ગયા પછી તેનો પાવડર બનાવી, તેમા લીંબુનો રસ ભેળવી તેને શરીર પર સ્ક્રબ કરો. આ તમારી ત્વચા ગ્લોઇંગ ની સાથે સાથે અનેક પ્રકારના ચેપનું જોખમ ઘટાડી શકે છે.

સારી ત્વચા માટે પણ લીંબોળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીમડા ના ફળ નો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત રોગોથી મુક્તિ મળે છે લીમડા ના ફળ એન્ટી સેપ્ટિક અને અને એન્ટી ફંગલ ગુણો થી ભરપુર હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા માં રહેલા દાગ ધબ્બા દૂર થઈ જાય છે. અને ત્વચા એકદમ દાગ મુક્ત અને સુંદર બની રહે છે.

લીંબોળીને પીસીને ગરમ પાણીમાં ઉમેરો તેને પાણીમાં ઉકાળી તેને એક પાત્ર માં ગળી લ્યો ત્યાર બાદ થોડી વાર માટે ઠંડુ થવા દો. તે ઠંડુ થઈ જાય એટલે તમારી ત્વચા પર લગાવો. જો તમારી ત્વચા ઓઇલી હોય તો આ પેસ્ટ માં તમે થોડું ગુલાબ જળ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ સવારે ઊઠીને સ્વચ્છ પાણી વડે સ્કીન ને ધોઈ નાખો. આમ કરવાથી ત્વચા એકદમ મુલાયમ બની જાય છે.

લીંબોળી ના રસ નો ઉપયોગ મલમ બનાવવા અને આંખો અને કાન માટેના ટીપાં માટે થાય છે. તેમની પાસે એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે જે આંખો અને કાનમાં ચેપ પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. નિષ્ણાંતોના મતે, લીંબોળી ના રસ થી બનેલા ટીપાં અને મલમનો ઉપયોગ આંખો અને કાનમાં સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયા થી થતા ચેપની સારવાર માટે ખૂબ અસરકારક છે.

લીમડા ના ફળ(લીંબોળી) મેલેરિયા ના રોગ માટે રામબાણ ઈલાજ છે. લીમડા ના ફળ નીં દુર્ગંધ થી મચ્છર દુર રહે છે. લીમડા ના ફળ માંથી નીકળતું તેલ મચ્છર ને ઈંડા મુકતા રોકે છે. જેના લીધે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થી શરીર ને બચાવી શકાય છે. લીંબોળી ને પાણીમાં ઉકાળી આ પાણી પીવાથી કિડની અને પ્રોસ્ટેટની સમસ્યા દૂર થાય છે.

દાંતને મજબૂત અને પેઢાની સમસ્યાઓને દૂર કરવામાં પણ લીંબોળી કામ આવે છે. તેની પેસ્ટથી દાંત સાફ કરવાથી પેઢાનો સોજો, મોંની દુર્ગંધ દૂર થાય છે. એન્ટીઓકિસડન્ટ માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે જ જાણીતા છે એવું નથી , પરંતુ તે ત્વચાને સ્વસ્થ રાખવા અને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં તમે એન્ટીઓકિસડન્ટ માટે લીમડાના ફળ (લીંબોળી)નું સેવન કરી શકો છો. શરીર ના સ્વાસ્થ્ય માટે લીમડા ના ફળ  માંથી બનાવેલી ચા નું સેવન લાભદાયી સાબિત થાય છે .આ ચા ના નિયમિત સેવન થી તમારી કિડની ને લગતી તમામ સમસ્યાઓ માથી  મુક્તિ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top