દરેક ઉમર ના વ્યક્તિ માટે શરીરમાં હિમોગ્લોબિન અને લોહીની ઉણપ દૂર કરવાનો સૌથી સરળ અને 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શરીરના તમામ અવયવો યોગ્ય રીતે કાર્ય કરવા માટે, હિમોગ્લોબિન ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે પ્રોટીન, વિટામિન અને ખનિજો મળતા નથી, ત્યારે હિમોગ્લોબિનની ઉણપ સર્જાય છે. જો બાળપણ માં આ સ્થિતિ સર્જાય છે, તો બાળક કુપોષણનો શિકાર બને છે. પુખ્ત વયના લોકોમાં રોગો સામે લડવાની શક્તિ ઓછી હોય છે.

સગર્ભા સ્ત્રીઓમાં આ સ્થિતિ વધુ ગંભીર હોઈ શકે છે. દર્દીને ગમે ત્યાં ચક્કર આવે છે, તેને સામાન્ય કામ કરવામાં પણ શ્વાસ ચઢે છે, મોટાભાગના કિસ્સાઓમાં, સંતુલિત આહાર ખાવાથી હિમોગ્લોબિન વધે છે, પરંતુ જો તે ન હોય તો, પછી સારવાર જરૂરી બને છે. 18 વર્ષની ઉંમરે, હિમોગ્લોબિનનું પ્રમાણ 13.6 થી 17.7 હોવું જોઈએ.

હિમોગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે. તે શરીરમાં ઓક્સિજનના પ્રસારણ દ્વારા કાર્ય કરે છે. તેની ઉણપને કારણે, અનેક પ્રકારના રોગો થાય છે. કિડનીની મોટાભાગની સમસ્યા હિમોગ્લોબિનની ઉણપને કારણે થાય છે. કેળા અને મધ દિવસમાં બે વાર ખાવા. મેથી, લેટ્યુસ, બ્રોકલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનું જ્યુસ પીવાથી વિટામીન-બી-૧૨, ફોલિક એસિડ, અને અન્ય ન્યુટ્રીઅન્ટ્સ મળે છે.

તલ એ શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય સ્તરે રાખે છે. અને તલના લાડુ હિમોગ્લોબિનની ઉણપ ને દૂર કરે છે. હિમોગ્લોબિન ની ઉણપ દૂર કરવામાં દ્રાક્ષ પણ ખૂબ ઉપયોગી છે. બીટમાંથી મેળવેલ ઉચ્ચ ગુણવત્તાની આયર્ન તત્વ લોહીમાં હિમોગ્લોબીન ની રચના અને લાલ રક્તકણો ની સક્રિયકરણ માટે ખૂબ અસરકારક છે.

એનિમિયાથી પીડિત મહિલાઓ માટે બીટ એ રામબાણ સારવાર છે. ધારો  તો તેને કાચું પણ ખાઈ શકાય છે, અને જયુસ પણ પી શકો છો. કાજુમાં પુષ્કળ આર્યન જોવા મળે છે. એક કાજુમાં લગભગ 1.89 ટકા આયર્ન હોય છે. તેથી, જ્યારે ભૂખ લાગે, ત્યારે મુઠ્ઠીભર કાજુ ખાઓ. જેનાથી આનંદ અને પોષક તત્વો બંને મળશે. તેને સલાડ તરીકે પણ ખાઈ શકો છો.

લીચી ને આરોગ્યપ્રદ ગુણધર્મોની ખાણ માનવામાં આવે છે. લીચીનો ઉપયોગ રક્તકણોના નિર્માણ અને પાચનમાં મદદ કરે છે અને તેમાં વિટામિન બી પુષ્કળ પ્રમાણમાં મળે છે જેમ કે બીટા કેરોટીન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલેટ. લાલ રક્તકણોની રચના માટે આ વિટામિન જરૂરી છે. તેથી, દરરોજ લીચીનું સેવન કરો.

ગોળના ઘણા ફાયદા મા નો એક ફાયદો હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું છે. ટામેટાંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. અથવા તેમાં બીટા કેરોટીન અને વિટામિન ઈ પણ હોય છે. જે આયર્નની કમીને દૂર કરે છે. તમે રોજ ટામેટાંનું સલાડ અથવા ટામેટાના સૂપનું સેવન કરી શકો છો. સોયાબીનમાં વિટામીન અને આયરનનું પ્રમાણ વધુ હોય છે. એનિમિયા ના રોગી માટે તેનું સેવન ફાયદાકારક છે. સોયાબીનને બાફીને ખાઈ શકો છો.

એક કપના ચોથા ભાગના કાળા તલમાં લગભગ 30 ટકા આયરન હોય છે, જે એનિમિયાના ઉપચાર માં મદદ કરે છે. એક ચમચી કાળા તલને પાણીમાં બે કલાક પલાળી રાખો. ત્યારબાદ પલાળેલા તલ લો અને તેને પીસીને તેની પેસ્ટ બનાવો. એક ગ્લાસ દૂધમાં એક ચમચી તલ ની પેસ્ટ અને મધ મિક્સ કરો. આ દૂધ દરરોજ પીવાથી તમારું હીમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધી શકે છે..

આયુર્વેદમાં અશ્વગંધાને એન્ટિ-એનિમિક અને હિમેટોજેનિક ઔષધ તરીકે પણ ઓળખાય છે. હિમેટોજેનિક એ એજન્ટ છે શરીરમાં લાલ રક્તકણોની રચનામાં વધારો અને ઉત્તેજીત કરે છે. તેમાં આયર્નનું પ્રમાણ પણ વધારે છે અને હિમોગ્લોબિન પણ વધે છે. તે એક જાણીતા એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને એડેપ્ટોજેનિક ઔષધિ પણ છે.

સફરજનમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવાની ક્ષમતા હોય છે અને એનિમિયા જેવા રોગોમાં લાભ થાય છે. મકાઈના દાણા પોષ્ટિક હોવાથી તેને શેકીને કે બાફીને તેનું સેવન કરવાથી હિમોગ્લોબીનનું પ્રમાણ વધારી શકાય છે. જો શરીરમાં આયર્ન વધુ પ્રમાણમાં મળેતો તેનાથી લોહી બને છે. હિમોગ્લોબિનની ગેરહાજરીમાં આમળાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

આંબળા ખાવાથી હિમોગ્લોબીન વધે છે. ખરેખર,આયરન લોહી બનાવવા માં કામ કરે છે અને શરીરમાં આયર્ન ના શોષણ માટે વિટામિન સી જરૂરી છે. થોડું સિંધવ  મીઠું અને થોડા કાળા મરી દાડમના જ્યુસ માં મેળવીને રોજ પીવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થવા લાગે છે. સીંઘોડા શરીરને શક્તિ પૂરી પડે છે અને લોહી પણ વધારે છે. તેમાં ખાસ મહત્વના પોષક તત્વો મળી આવે છે. કાચા સીન્ઘોડાનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here