લવિંગ સ્વાદમાં તીખા હોય છે. અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. કે જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે.
જો તમને ગળામાં ખરાશ રહેતી હોય તો તેના માટે લવિંગ અસરકારક ઉપચાર બની રહે છે. ગળા માટે દૂધ અને લવિંગનું સેવન ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં મોટા ભાગે ગળામાં ખરાશ કે કફની સમસ્યા રહેતી હોય છે. તેને દૂર કરવા માટે રાતના સમયે દૂધમાં લવિંગ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ.
દાંતની કમજોરી માટે તેમજ દાંતના સારા સ્વાસ્થ્ય માટે લવિંગ વાળું દૂધ ખુબ જ સારું છે. ઓરલ હેલ્થ માટે દૂધ અને લવિંગનું સેવન ફાયદાકારક હોય છે. મોંની દુર્ગંધ દૂર કરવા માટે પણ દૂધ અને લવિંગનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ રહેલું હોય છે. તમે તેનું સેવન કરશો તો તમાર દાંત પણ મજબૂત થાય છે.
લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લવિંગ લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છે. લવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે. એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.
લવિંગ અને દૂધ ના નિયમિત સેવનથી યૌન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. એટલે, પુરુષોએ યૌન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે લવિંગ અને દૂધ નું સેવન કરવું જોઈએ. કારણકે લવિંગમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડીયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો પણ ભરપુર પ્રમાણમાં હોય છે, આ તમામ સ્વવાસ્થ્ય માટે જરૂરી તત્વ માનવામાં આવે છે.
લવિંગ અને દૂધનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. જોકે, તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી બચવું જોઈએ. કારણ કે વધુ પ્રમાણમાં સેવનન કરવાથી મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ખોરવાઈ શકે છે. એટલે લવિંગ અને તેના સાથે સંકળાયેલ કોઈ પણ પ્રોડક્ટ્સનો ઉપયોગ સલાહ સુચન મુજબ કરવું જોઈએ.